Ad Code

દુર્ગાવતી દેવી | Durgawati Devi (દુર્ગાવતી દેવી)

દુર્ગાવતી દેવી
દુર્ગાવતી દેવી/'દુર્ગાભાભી'

→ જન્મ : 7 ઓક્ટોબર, 1907 (પ્રયાગરાજ, અલ્હાબાદ)

→ પિતા : બાંકે બિહારીલાલ ભટ્ટ

→ માતા : દુર્ગાદેવીની

→ અવસાન : 15 ઓકટોબર, 1999 (ગાઝિયાબાદ)

→ મૂળ નામ : દુર્ગાવતી દેવી

→ દુર્ગાભાભી નામથી જાણીતા ભારતના ક્રાંતિકારી મહિલા દુર્ગાવતી દેવી

→ તેમના લગ્ન ક્રાંતિકારી ભગવતી ચરણ વોહરા સાથે થયા હતા.

→ ભગતસિંહ, અશફાક ઉલ્લા ખાન અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ તેમનાથી ઘણા પ્રભાવિત હતા.

→ ડિસેમ્બર, 1928માં લાહોરમાં જે.પી.સૌંડર્સ હત્યાકાંડ બાદ ધરપકડથી બચવા ભગતસિંહ અને રાજગુરુએ દુર્ગાભાભીને ત્યાં આશરો લીધો હતો અને લાહોરથી લખનઉ જતી વખતે ટ્રેનમાં દુર્ગાભાભીએ ભગતસિંહના પત્ની તરીકેનો અને રાજગુરુ એ નોકર તરીકેનો વેશ ધારણ કર્યો હતો.

→ તેમણે ભગતસિંહ અને તેમના સાથીઓને લાહોર ષડયંત્ર કેસમાં બચાવવા માટે પોતાના 3. 3000ના મૂલ્યના ઘરેણાં વેંચી દીધા હતા.

→ તેઓ ભગતસિંહ અને બંગાળના ઘણા ક્રાંતિકારીઓ મળ્યા હતા અને તેમની પાસેથી બૉમ્બ બનાવવાની તાલીમ લીધી હતી.

→ તેમણે લાહોર અને કાનપુરમાં પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી.

→ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે હથિયારોની ખરીદીમાં પણ સામેલ હતા.

→ તેઓ નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન(HSRA) સભ્ય હતા.

→ ભગતસિંહ અને તેમના સાથીઓની ફ઼્રાંસીના બદલારૂપે તેમણે લોર્ડ મૈલ્કમ હૈલી (પંજાબના પૂર્વ ગવર્નર) ની હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. જોકે, લોર્ડ મૈલ્કમ હૈલી આ હુમલામાં બચી ગયા હતા. આ બદલ તેમને ત્રણ વર્ષનો જેલવાસ થયો હતો.

→ ભારતની સ્વતંત્રતા બાદ તેમણે સામાન્ય નાગરિકની જેમ જીવન વીતાવવાનું થરૂ ર્ક્યુ અને લખનઉમાં ગરીબ બાળકો માટે શાળા શરૂ કરી હતી. વર્ષ 1956માં તત્કાલિનવડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ શાળાની મુલાકાત લીધી હતી

→ દુર્ગાભાભી પોતાની જમીન શહીદ શોધ સંસ્થાન માટે દાનમાં આપી દીધી હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments