Ad Code

તખ્તસિંહજી | Takhtsinhji

તખ્તસિંહજી
તખ્તસિંહજી

→ જન્મ : ૧૮૫૮

→ મૃત્યુ : ૧૮૯૬

→ માતા : હરિબા

→ પિતા : જશવંતસિંહ

→ ઈ.સ. 1870માં તેમના પિતા જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે તેઓની ઉંમર માત્ર 12 વર્ષ હતી.

→ આથી 19-07-1870ના રોજ ભાવનગર રાજ્યના પ્રતિનિધિ તરીકે ગૌરીશંકર (ગગા) ઓઝા અને સાર્વભૌમ સત્તાના પ્રતિનિધિ તરીકે મુંબઈ પ્રેસિડેન્સીના મદદનીશ કલેક્ટર મિ. એડવર્ડ હોમ પર્સિવાલને સંયુક્ત વહીવટદાર (જોઈન્ટ એડમિનિસ્ટર) તરીકે નીમ્યા.

→ આમ, ભાવનગર રાજ્યમાં સંયુક્ત વહીવટનો આ પ્રયોગ સંપૂર્ણ મુંબઈ પ્રાંતમાં સૌપ્રથમ હતો.

→ રાજકોટમાં ઈ.સ. 1870ના વર્ષમાં જ શરૂ થયેલી રાજકુમાર કોલેજ (કિંગ કોલેજ)માં વિદ્યાભ્યાસ માટે જોડાનાર પ્રથમ વિદ્યાર્થી હતા.

→ 20 એપ્રિલ, 1874ના રોજ તખ્તસિંહજીનાં ચાર રાજકન્યાઓ સાથે લગ્ન થયાં.
રાજ્ય રાજાની કુંવરીી
ગોંડલ ઠાકોર સંગ્રામસિંહનાં કુંવરી માજીરાજબા
વઢવાણ ઝાલા ઠાકોર રાયસંઘજીનાં કુંવરી નાનીબા
વાંકાનેર વખતસિંહજીનાં કુંવરી હઠીબા
તળાજા વાળા રાજપૂત કલ્યાણસંગજીના કુંવરી બાજીરાજબા

→ તેમાંથી ગોંડલના માજીરાજબાએ 25 એપ્રિલ, 1875ના રોજ પાટવીકુંવર ભાવસિંહજીને જન્મ આપ્યો હતો.

→ ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ 1876-77ના હિન્દની સમ્રાજ્ઞી (કેસર-એ-હિન્દ)નો ઇલકાબ ધારણ કર્યો ત્યારે દિલ્હીમાં દરબાર ભરી અનેક રાજાઓ અને કારભારીઓને અનેક ઇલ્કાબ આપ્યા.

→ તેમાં ગગા ઓઝાને દ.S.I (Companion of the star of India)નો ખિતાબ આપવામાં આવેલો.

→ સમય જતાં તખ્તસિંહજીને પણ K.c.S.1, અને G.C.S.).ના ખિતાબ મળેલા.


ગગા-ગૌરીશંકર ઓઝા વિશે

→ શ્રી ગગા ઓઝા ભાવનગર રાજ્યની સેવામાં ઈ.સ. 1822માં માત્ર 17 વર્ષની ઉંમરે દાખલ થયેલા અને વિવિધ હોદ્દાઓ ભોગવી ભાવનગરના મુખ્ય પ્રધાન (દીવાન) પદે નિવૃત્ત થયા હતા.

→ લગભગ એકધારી 57 વર્ષ સુધી સેવા આપ્યા પછી તેમણે તા. 13-01-1879ના મકરસંક્રાંતિના અને સોમવારના દિવસે 74 વર્ષની ઉંમરે ભાવનગર રાજ્યની સેવામાંથી નિવૃત્તિ લીધી.

→ ઈ.સ. 1822માં તેમણે વાર્ષિક ₹75-00ના પગારથી (માસિક સવા છ રૂપિયા) કારભારી સેવકરામ દેસાઈના કારકુન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

→ ત્યાર બાદ કોળિયાકના વહીવટદાર, સુરતમાં ગોકળ પારેખ પાસે શિરસ્તેદાર, કુંડલાના નાયબ વહીવટદાર, મુંબઇની સદર અદાલતમાં જરૂર પડયે વકીલ, રાજકોટ ખાતે મુખ્ય કારભારી, પરમાણંદદાસના મદદનીશ અને અંતે ભાવનગર રાજ્યના દીવાનના સર્વોચ્ચ હોદ્દે પહોંચ્યા.

→ તેમના નિવૃત્તિ સમયે તખ્તસિંહજીએ તેમની હયાતી સુધી તેમને વાર્ષિક ₹ 20,000નું પેન્શન આપવાનું જાહેર કર્યું અને તુરખા ગામ જે તેમને ભેટમાં મળેલું તેની ઊપજના વાર્ષિક ₹ 20,000 ગણીને કુલ વાર્ષિક ₹ 40,000નું વર્ષાસન મળવાનું હતું.

→ શ્રી ગગા ઓઝાએ નિવૃત્તિ પછીનો સમય વેદાંત અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવામાં ગાળ્યો.

→ 1886માં સંન્યસ્ત સ્વીકારી તેમણે સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું અને ઈ.સ. 1891માં 86 વર્ષની વયે અવસાન પામ્યા.


તખ્તસિંહજીનું શાસન અને સુધારા

→ પડતર જમીનમાં તેમણે મીઠાપર, સખનસડી અને નવું વેળાવદ નામના ત્રણ ગામો વસાવ્યા.

→ ઈ.સ. 1871માં ભાવનગર શહેર સુધરાઈની સ્થાપના કરી તથા ઈ.સ. 1875માં મહુવા, કંડલા, શિહોર અને બોટાદમાં સુધરાઇનું કાયદેસર બંધારણ લાગુ કરવામાં આવ્યું.

→ તખ્તસિંહજીની સગીરાવસ્થા એપ્રિલ 1879માં પૂરી થતી હતી, પરંતુ શ્રી ગગા ઓઝાના બુદ્ધિમાન મદદનીશ કારભારી શ્રી શામળદાસે સંયુક્ત વહીવટકર્તા મેજર વોટસનને એવી ખાતરી કરાવી હતી કે, હિન્દુ શાસ્ત્ર મુજબ બાળકની ઉંમર તેના જન્મ સમયથી નહીં, પરંતુ ગર્ભધારણના સમયથી ગણાય.

→ આથી તખ્તસિંહજીને એપ્રિલ 1878માં 21 વર્ષ પૂરા થયેલા ગણાય. (પ્રણાલીગત ગણતરી પ્રમાણે ત્યારે 20 વર્ષ પૂરાં થતાં હતાં.)

→ તેથી મેજર વોટસને આ અંગેનો અનુકૂળ અહેવાલ મુંબઈ સરકારમાં રજૂ કરતાં તે માન્ય રાખવામાં આવ્યો. આમ, 5 એપ્રિલ, 1878ના તખ્તસિંહજીને ભાવનગર રાજ્યની તમામ સત્તાઓ સોંપવામાં આવી.

→ ઈ.સ. 1878માં અનાવૃષ્ટિને લીધે 'સૂકો દુષ્કાળ' અને ઈ.સ. 1879માં અતિવૃષ્ટિને લીધે 'લીલો દુષ્કાળ' પડયો હતો.

→ લોકો પાસે અગાઉનાં વર્ષોની સમૃદ્ધિને કારણે અનાજ અને ઘાસચારાનો જથ્થો સારા એવા પ્રમાણમાં હતો, તેથી લોકોને કોઈ ખાસ મુશ્કેલી પડી નહીં.

→ તેમ છતાં રાજ્ય તરફથી કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા. જેવા કે,

→ ભાવનગરથી વઢવાણની રેલવેલાઈન દુષ્કાળ રાહતકાર્ય તરીકે શરૂ કરવાની યોજના

→ રાજ્યમાં કુલ 2051 કૂવાઓ ખોદાવવામાં આવ્યા હતા.

→ ભાવનગરની સ્થાપનાના પચાસ વર્ષ પછી પણ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ હતો. તેના ઉકેલ માટે તખ્તસિંહજી એ ગઢેચી નદી ઉપર છ લાખ ખર્ચે ઈ.સ. 1872માં બંધ બાંધ્યો. તેના સરોવરનું નામ મિ. પર્સિવેલ "ગૌરીશંકર તળાવ" રાખ્યું . જે ગૌરી શંકર ઓઝાની યાદમાં રાખવામા આવ્યું હતું વર્તમાન તે 'ગગા તળાવ" તરીકે પણ ઓળખાય છે.

→ આ તળાવમાંથી નહેર દ્વારા ગંગાજળિયા તળાવમાં લાવવામાં આવ્યું અને સમગ્ર ભાવનગર શહેરમાં પહોચાડ્યું તેના કારણે અન્ય કૂવાનું પાણીનુ સ્તર ઊંચું આવ્યું.

→ 14-01-1879ના રોજ તખ્તસિંહજી હોસ્પિટલનો પાયો નંખાયો હતો.

→ મહારાજા તખ્તસિંહજીએ રાજકોટમાં શરૂ થયેલી રાજકુમાર કોલેજમાં પ્રથમ વિદ્યાર્થી બનવાનું બહુમાન મેળવ્યું હતું.

→ તેથી તેના પ્રત્યે પોતાનું ત્રાણ ચૂકવવા ભાવનગર રાજ્યની સત્તાનાં સંપૂર્ણ સૂત્રો પોતાના હાથમાં લીધાં ત્યારે આ કોલેજ માટે ₹1 લાખ ભેટની જાહેરાત કરી.

→ રાજકોટ રાજકુમાર કોલેજ વિંગ' એ નામથી તે કોલજમાં એક મોટું મકાન બંધાવી આપ્યું હતું.

→ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે તેમણે પોતાનાં પત્ની એવાં ગોંડલના માજીરાજબાના નામથી પોતાના રાજ્યમાં માજીરાજબા કન્યાશાળાની શરૂઆત કરી.

→ ઈ.સ. 1882માં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમનો પાયો નાંખવામાં આવ્યો હતો.

→ ઈ.સ. 1885માં તેમણે પોતાના વિશ્વાસુ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં 'શામળદાસ કોલેજ'ની સ્થાપના કરી હતી.

→ ઈ.સ. 1893માં તેમણે પોતાના નામ ઉપરથી બાંધવામાં આવેલું ટેકરી પરનું તખ્તેશ્વર મહાદેવનું મંદિર આજે પણ ભાવનગરનું એક રમણીય સ્થળ છે.

→ ગોવાથી નાળિયેરના રોપા લાવી સૌ પ્રથમ મહુવામાં નાળિયેરના ઝાડ રોપ્યા.

→ ભાવનગર રાજ્યના ઇજનેર મિ. પ્રોક્ટર ટીમ્સ હતા. તેમણે મહારાજ તખ્તસિંહજીની બાંધકામ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું.

→ ભાવનગર રાજ્ય એ પીપાવાવ પાસે વિક્ટર પોર્ટ બાંધવાનું નક્કી કર્યું ત્યારે તેના બાંધકામમાં ઇજનેર સીમ્સે ખૂબ જ રસ લીધો.

→ વિક્ટર પોર્ટના જાહેર બાંધકામોના શિલ્પી એવા શ્રી સીમ્સ કોલેરાથી આ પોર્ટમાં જ અવસાન પામ્યા હતા.


→ ઇંગ્લેન્ડનાં મહારાણી કેસર-એ- હિંદ વિક્ટોરિયાના પૌત્ર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર (શહેનશાહ પંચમ જ્યોર્જના વડીલબંધુ) ઈ.સ. 1890માં હિંદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ ભાવનગર રાજ્યનું નિમંત્રણ સ્વીકારી ભાવનગરમાં પણ આવેલા.

→ તેમની આ મુલાકાતની સ્મૃતિરૂપે રાજુલા ગામ પાસે પીપાવાવ પાસેની ખાડી ઉપર એક નવું બંદર ખોલવાનું અને તેનું નામ 'પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર પોર્ટ' રાખવાનું જાહેર કરવામાં આવ્યું.

→ જોકે, તેનું ખાતમુહૂર્ત તો તખ્તસિંહજી પછીના રાજકર્તા ભાવસિંહજી 2જાના સમયમાં 26- 03-1890ના રોજ કરવામાં આવ્યું હતું.



જાણવા જેવું

→ ઈ.સ. 1876-77માં ઇંગ્લેન્ડનાં રાણી વિક્ટોરિયાને કૈસર-એ-હિંદ (હિન્દની સમ્રાજ્ઞી) નું બિરુદ આપવામાં આવ્યું ત્યારે દિલ્હીમાં વાઈસરોય લોર્ડ લિટને ભવ્ય દરબાર ભર્યો હતો.

→ આ મહાન પ્રસંગની સ્મૃતિમાં બ્રિટિશ સત્તા પ્રત્યે પોતાના મૈત્રીભાવને દર્શાવવા તખ્તસિંહજીએ રાજકોટમાં આજી નદી પર કૈસર-એ-હિંદ પુલ (કેસરી પુલ) બંધાવવા માટે 1,14,000 આપ્યા હતા.

→ આમ, ભાવનગરના રાજ્યકર્તા હોવા છતાં રાજકોટમાં બે મહત્ત્વનાં બાંધકામો માટે ખર્ચ કર્યો હતો.

બાંધકામ ખર્ચ (રૂપિયા)ી
રાજકુમાર કૉલેજમાં એક વિંગ 1,00,000
કૈસર-એ-હિંદ પુલ 1,14,000 (એક લાખ ચૌદ હજાર)


→ વહીવટ ચલાવવા માટે તખ્તસિંહજીએ ઈ.સ. 1888માં ચાર સભ્યોની એક સ્ટેટ કાઉન્સિલ રચી હતી.

→ તે ચારેય સભ્યોના હસ્તક એક-એક વિભાગ રખાયો હતો.

વિભાગ હોદ્દોી
રાજકીય અને મહેસૂલી વિભાગ વડા દીવાન
પોલીસ અને ન્યાય વિભાગ વડા જ્યુડિશિયલ કાઉન્સિલર
નાણાં વિભાગ વડા નાણાકીય કાઉન્સિલર
જાહેર બાંધકામ વડા સંયુક્ત રીતે સ્ટેટ ઇજનેર અને જાહેર બાંધકામના કાઉન્સિલર

→ વહીવટીતંત્રમાં કારોબારી અને ન્યાયતંત્રનું સત્તાવિભાજન કરાયું હતું તે એક નોંધપાત્ર સુધારો હતો. આ દિશામાં સૌરાષ્ટ્રમાં કદાચ આ પ્રથમ પ્રયાસ હતો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments