Ad Code

ભગવતસિંહજી | Bhagvatsinhji

ભગવતસિંહજી
ભગવતસિંહજી

→ જન્મ : 24 ઓક્ટોબર, 1865 (ધોરાજી, રાજકોટ)

→ મૃત્યુ : 5 માર્ચ, 1944 (ગોંડલ, રાજકોટ)

→ પિતા : સંગ્રામસિંહજી-॥

→ માતા : મોંઘીબા સાહિબા

→ પૂરું નામ : ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા

→ ગોંડલ રાજ્યની સ્થાપના રાજકોટ રાજ્યના સ્થાપક જાડેજા વિભોજીના પુત્ર મહેરામણના પુત્ર કુંભાજીએ કરી હતી. (ઈ.સ. 1658)

→ કુંભાજી પછી બારમા ક્રમે સંગ્રામસિંહજી 2જા ગોંડલના શાસક બન્યા હતા.

→ 'ગુજરાતના પ્રજાવાત્સલ્ય રાજા' અને 'ગોંડલબાપુ'ના હુલામણા નામથી જાણીતા

→ સૌરાષ્ટ્રમાં તમામ રાજવીઓમાં ભગવતસિંહજી સૌથી વધુ શિક્ષણ અને વધુ ડિગ્રીઓ ધરાવનારા રાજવી હતા.

→ સંગ્રામસિંહજીનું 1869માં અવસાન થયું ત્યારે ભગવતસિંહજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. આથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું.

→ ઈ.સ. 1875માં નવ વર્ષની ઉંમરે ભગવતસિંહજીને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે દાખલ કરાયા હતા. ત્યાં તેમણે આઠ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું.

→ પાશ્ચાત્ય પદ્ધતિથી મેળવેલા શિક્ષણને અંતિમ સ્પર્શ આપવાના હેતુથી અને પાશ્ચાત્ય સંસ્થાઓનો પરિચય મેળવવાના હેતુથી ભગવતસિંહજીએ 1883માં યુરોપનો પ્રવાસ કર્યો હતો.

→ તેમણે ત્યાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, પેરિસ, બ્રસેલ્સ, હેમ્બર્ગ, મિલાન, વેનિસ, ફ્લોરેન્સ, રોમ, નેપલ્સ અને સ્વિત્ઝર્લેન્ડના કેટલાંક સ્થળોની મુલાકાત લીધી.

→ આ પ્રવાસની રોજબરોજની ડાયરી The Journal of a visit to England' તેમણે અંગ્રેજીમાં લખી હતી.

→ આ ડાયરી વાંચીને પણ તેમના વિચારો કેટલાક ઉન્નત છે તે જાણી શકાય છે. તે સમયે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી.

→ 1887માં મહારાણી વિકટોરિયાના શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા રાજાઓના પ્રતિનિધિ તરીકે પસંદ કરીને ભગવતસિંહજીને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા.

→ આ સમયે મહારાણી વિકટોરિયાને હસ્તે તેમને KCIE (Knight Commander) નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

→ ભગવતસિંહજીને મળેલી શૈક્ષણિક પદવીઓ

વર્ષ યુનિવર્સિટી પદવી
1885 મુંબઈ ફેલો
1887 એડિનબરો LLD
1890 - MRCPE-મેડિકલ પદવી
1890 - MBCM-મેડિકલ પદવી
1892 ઓક્સફર્ડ DCL (ડોક્ટર ઓફ સિવિલ લોઝ)
1895 એડિનબરો MD
1895 એડિનબરો ફેલો ઓફ ફિઝિશિયન

→ તેમણે પૂનાની ફર્ગ્યુસન કોલેજને રૂ. 22,500નું દાન આપ્યું હતું. તેની શરતો પ્રમાણે ગોંડલ રાજ્યના 10 વિદ્યાર્થીઓ વગર ફીએ ત્યાં ભણી શકતા હતા.

→ તેમણે ૧૮૯૭માં GCIEनનો ખિતાબ અપાયો. [GCIE - Knight Grand Commander)

→ મહારાણી વિક્ટોરિયાના હસ્તે અપાતા એવોર્ડની ત્રણ કેટેગરી હતી.

  1. GCIE : Knight Grand Commander
  2. KCIE : Knight Commander
  3. CIE : Commander


ભગવતસિંહજીનું શાસન અને સુધારાઓ

→ ભગવતસિંહજીએ 1884માં રાજ્યનું સુકાન સંભાળ્યું અને 1944 સુધી એટલે કે 60 વર્ષ સુધી શાસન કર્યું.

→ આ 60 વર્ષમાં ગોંડલનું સર્વાંગી આધુનિકીકરણ થયું હતું. તેથી તેમને ગોંડલના આધુનિકીકરણના ઘડવૈયા કહેવામાં આવે છે.

→ તેમણે રાજવી તરીકેના જીવનમાં મોજશોખ કે વૈભવને સ્થાન આપ્યું ન હતું.

→ તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા અને પોતાને રાજ્યના ટ્રસ્ટી ગણાવતા હતા. આથી તેમણે શાસનના પ્રારંભથી લઈને 60 વર્ષ સુધીના શાસનકાળ દરમિયાન પોતાનું અંગત ખર્ચ રાજ્યની આવકના માત્ર 2% રાખ્યું હતું.

→ 1884ના રાજ્યાભિષેક સમયે ભગવતસિંહજીએ પોતાની પ્રજાને વચન આપતાં કહેલું કે મારી અંતરની ઈચ્છા છે કે
  • રાજ્યમાં ન્યાય, નીતિ અને સુવ્યવસ્થા ફેલાય.
  • જાન-માલ અને સાધન-સંપત્તિનું સારી રીતે રક્ષણ થાય.
  • ખેડૂતો પોતાની મહેનતનું ફળ ભોગવે.
  • વેપારીઓ તેમના ધંધામાં નફો મેળવે.
  • રસ્તાઓ સુધરે અને વ્યવહાર સરળ થાય.
  • કેળવણીને ઉત્તેજન મળે.
  • નિરાધાર અને દર્દીઓને રાહત મળે.

  • → તેમના વહીવટનું તંત્રનું સૂત્ર હતું ; 'પ્રજાનું કલ્યાણ'

    → ગોંડલ રાજ્યની મુખ્ય આવક જમીનવેરાની હતી.

    → ખેડૂતો ઉપરનું મહેસૂલ સરળ રહે અને ખેડૂતો આબાદ થાય તે માટે ભગવતસિંહજીએ 10, 20 કે 30 વર્ષે મહેસૂલની પુનઃ આકારણીના બદલે કાયમી વિઘોટી (મહેસૂલ)ની પ્રથા દાખલ કરી.

    → છપ્પનિયાના ભયંકર દુકાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો.

    → ખેતીના વિકાસ સાથે વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે પણ પગલાં લેવાયાં હતાં. રાજ્ય એ નાના-મોટા 50થી વધુ કર માફ કર્યા હતા.
    ભગવદગોમંડલ

    → ગુજરાતી ભાષાના encyclopdia તરીકે ઓળખાતો આ શબ્દકોષ એ મહારાજા ભગવતસિંહજીનું સ્વપ્ન હતું.

    → તેમણે ઈ.સ. 1915ના અરસાથી નવા શબ્દોનો સંગ્રહ કરવાનું શરૂ કરેલું.

    → તેમણે ઈ.સ. 1928ની 1 ઓક્ટોબરે ભગવદગોમંડલ માટે ખાસ ઓફીસ શરૂ કરેલી.

    → 25 ઓગસ્ટ, 1944ના રોજ 902 પાનાનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો.

    → સમયાંતરે અન્ય અંકો પ્રકાશિત થતા રહ્યા.

    → છેલ્લો અને નવમો અંક 9 માર્ચ, 1955ના રોજ પ્રકાશિત થયો.

    → આ ગ્રંથોની કિંમત તે સમયે ₹545 હતી. પરંતુ રાજ્યાશ્રયને કારણે તે 146 મળતા હતા.


    → સૌરાષ્ટ્રમાં કોઈએ ટ્રામ જોઈ ન હતી. ત્યારે 1998-99માં ધોરાજીમાં ટ્રામ શરૂ કરાઈ હતી.

    → 1924માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગોંડલમાં વીજળી આપી હતી.

    → 1895માં ભાયાતોના બાળકોના શિક્ષણ માટે ₹3 લાખના ખર્ચે ગોંડલમાં 'ગિરાસિયા કોલેજ' શરૂ કરી હતી.

    → માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજા વડોદરાના સયાજીરાવ 3જા હતા પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં ફરજિયાત કન્યા કેળવણી શરૂ કરનાર ભગવતસિંહજી હતા.

    → ભગવતસિંહજીનાં પત્ની મહારાણી નંદકુંવરબા પણ ભણેલાં હતાં અને સમુદ્ર પાર કરીને પરદેશ જનાર ભારતની રાણીઓમાં તે સૌપ્રથમ હતાં.

    → 1885માં પોતાની પ્રજા માટે હરતીફરતી ડિસ્પેન્સરી (દવાખાનું) ખોલનાર તે ભારતભરમાં પ્રથમ રાજવી છે.

    → રાજકુટુંબમાંથી ઓઝલ (પડદા) પ્રથા બંધ કરાવી હતી.

    → તેમનું સૂત્ર હતું : 'ગોંડલ - સૌથી પ્રથમ

    → આ સૂત્રે જ ગોંડલને સુખી, સમૃદ્ધ, સુસંગઠિત અને આદર્શ રાજ્ય બનાવ્યું.


    → ઈ.સ. 1932માં કવિ ન્હાનાલાલે ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે 'બીજા રાજ્યો કયો નવો કર નાખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલ નરેશ કયો કર કાઢી નાખવો તેનો વિચાર કરે છે.'


    ભગવતસિંહજીના સમય દરમિયાન થયેલાં મહત્વનાં કાર્યો

    → સંસ્કૃત પાઠશાળાઓનું નિર્માણ, બનારસ હિંદુ વિશ્વવિધાલયને આર્થિક મદદ, ગોંડલ રાજ્યમાં 50% કર ઘટાડયો અને કસ્ટમ ડયૂટી પણ નાબૂદ કરી, છપ્પનિયા દુકાળ દરમિયાન મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો.

    → તેમણે વૃધ્ધો, અપંગો તથા ગરીબો માટે ગરીબ ઘરની વ્યવસ્થા કરી, પડદાપ્રથા દૂર કરાવી, ગોંડલના લોકોને પીવા અને સિંચાઈ માટે 'વેરી તળાવ' બંધાવ્યું અને રાજ્યમાં વિઘોટી (મહેસૂલ)ની પધ્ધતિ દાખલ કરી ખેતીનો વિકાસ કર્યો હતો. તેઓ ખેડૂતોને 'સોનાના ઝાડ' કહેતા હતા.

    → ગોંડલ રાજ્યમાં સૌપ્રથમ કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરાવી (1919); સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં ધોરાજીમાં ટ્રામ અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ગોંડલમાં વીજળી આવી(1924). જેતપુરની અધતન બાંધણી તેમની ભેટ છે.

    → તેમણે ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની લડત સમયે ૩. 35000 મોકલ્યા હતાં.

    → તેઓએ પૂનાની ફાગર્યુસન કોલેજમાં 22,500 રૂપિયાનું દાન આપી પોતાના રાજ્યના વિધાર્થીઓ માટે 10 સીટ અનામત રખાવી હતી. જેનો લાભ હજુ પણ સ્વતંત્રતા પછી જૂના ગોંડલ રાજ્યના વિધાર્થીઓ લઇ શકે છે.

    → તેઓ પ્રજા માટે હરતીફરતી ડિસ્પેન્સરી (દવાખાનું) શરૂ કરનાર ભારતના પ્રથમ રાજવી હતા.

    → તેઓએ ગોંડલમાં ગરાસિયા કોલેજ, કૈલાસબાગ, બાલાશ્રમ, નિરાશ્રિત ગૃહ, રાજકોટ સ્ટેટનો ઉતારો, ગોંડલના નવામહેલ, ભાદર નદી ઉપર સુપેડી પાસે પુલનું નિર્માણ કરાવ્યું અને રાજ્યમાં દરેક ગામે દરવાજા અને સ્કૂલો બનાવી હતી.

    → તેમણે ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઇન તેમના સમયમાં ખુલ્લી મુકાઈ તે આખી લાઈનમાં સાડા ચૌદ માઈલ જેટલો ભાગ બાદ કરતા બાકી બધી ગોંડલના ખર્ચે બંધાઈ હતી.

    → આમ, કૃષિ શિક્ષણ, બાંધકામો, બાગ-બગીચાનું નિર્માણ, રેલવે લાઈન અને વાહનવ્યવહાર વગેરે ક્ષેત્રોમાં તેમના શાસનમાં અભૂતપૂર્વ વિકાસ થયો હતો.

    → તેઓ વર્ષ 1887માં મહારાણી વિકટોરિયાનાં શાસનકાળના સુવર્ણમહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા જ રાજાઓના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયા હતા અને વર્ષ 1896માં રશિયાના શાસક ઝાર નિકોલસ બીજાના રાજ્યાભિષેકમાં ભાગ લીધો હતો.

    → તેઓ ધરમપુરના કુંવરી નંદકુંવરબા અને વાંકાનેરના કુંવરી માજીરાજબા સાથે એક જ દિવસે પરણ્યા હતા.

    → તેમના પત્ની નંદકુંવરબા સમગ્ર ભારતની મહારાણીઓમાં સમુદ્ર પાર કરીને વિદેશમાં જનાર પ્રથમ મહિલા રાજવી હતાં.

    → વર્ષ 1932માં કવિ ન્હાનાલાલે ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે 'બીજાં રાજ્યો કયો વેરો નાંખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલનો રાજા કયો વેરો કાઢી નાંખવો તેનો વિચાર કરતા રહે છે'.

    → તેમણે ભાષાવિદ્ ચંદુભાઈ બેચરભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ આશરે 2,81,377 શબ્દોનો 'ભગવદ્ગોમંડલ' નામનો ગુજરાતી શબ્દકોશ વર્ષ 1928-54, દરમિયાન 9 ભાગમાં તૈયાર કરાવ્યો હતો.

    → આ ઉપરાંત તેઓએ સંગીતમાળાના ભાગ રચ્યા તથા ગ્રીક મહાકાવ્ય ઇલિયડનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.

    → તેમણે 'ધ જર્નલ ઓફ એ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ' અને 'એ હિસ્ટ્રી ઓફ મેડિકલ સાયન્સ' જેવા ગ્રંથો લખ્યા હતા. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે.

    → દેશવિદેશની યુનિવર્સિટીઓ અને બ્રિટિશ સરકારે પણ તેમની સંશોધન પ્રવૃતિઓ અને પ્રજા કલ્યાણની ભાવનાઓને અનેક વાર સન્માની હતી. અંગ્રેજી વર્તમાનપત્ર Times of Indiaએ ગોંડલના પાકા મકાનો અને સડકોની પ્રશંસા કરી હતી.

    → આમ, ભગવતસિંહજીએ તેમના શાસનકાળમાં 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'નો આદર્શ ચરિતાર્થ કર્યો હતો.

    → WhatsApp Group Click

    → Facebbok Page Click

    Post a Comment

    0 Comments