Gujarati Vyakaran : Kahevato | ગુજરાતી વ્યાકરણ : કહેવતો
- ટાઢા પાણીએ ખસ જવી - વગર મહેનતે ખુશી જવી
- કજિયાનું મોં કાળું - ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે
- આદું ખાઈને પાછળ પડી જવું - કોઇની પાછળ સતત પડી જવું
- આપ ભલા તો જગ ભલા - આપણે સારા તો જગતના સૌ સારા
- આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય - જાત મહેનત વિના સિદ્ધિ ના મળે
- દુકાળમાં અધિક માસ - અનેક આફતોમાં વળી પાછી એક નવી આફતનો ઉમેરો
- બુદ્ધિ આગળ બળ પાણી ભરે - જે કામ કળથી થાય તે બળથી થતું નથી
- આડે લાકડે આડો વેહ - જેવા સાથે તેવા, ખરાબ સાથે ખરાબ વ્યવહાર
- કમાઉ દિકરો કુંટુંબને વહાલો - જે વ્યક્તિ ઉધમ કરી ધન મેળવે છે તે સૌને પ્રિય થઈ પડે છે
- ચિંતા ચિતા સમાન - ચિંતા માણસને બાળે છે
<
0 Comments