Ad Code

ઓખા મંડળ (દ્વારકા) | Okha Mandal (Dwarka)


ઓખા મંડળ (દ્વારકા)

ઇતિહાસ

→ પુરાણોમાં મળતા ઉલ્લેખ મુજબ, બાણાસુર અસુરરાજની પુત્રી અને અનિરુદ્ધની પત્ની ઉષાના આગમનને કારણે તેના નામ ‘ઉષા’ પરથી અપભ્રંશ થઈને ‘ઓખા’ નામ પડ્યું હોય એમ જણાય છે.

→ બીજા કેટલાકની માન્યતા મુજબ ઓખા એટલે ઉજ્જડ અને મંડળ એટલે પ્રદેશ એવા અર્થમાં આ વેરાન પ્રદેશને ઓખામંડળ નામ અપાયું હોય.

→ એસ. આર. રાવે અહીંના સમુદ્રતળ પર સંશોધન કરી પ્રાચીન સમયનો કિલ્લો તથા હરપ્પાકાલીન લિપિવાળા અવશેષો શોધી ઓખામંડળની પ્રાચીનતા સિદ્ધ કરી છે.


→ ઓખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું નગર, બંદર અને નગરપાલિકા છે.

→ ઓખામંડળ તાલુકાનું મુખ્ય મથક દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું છે.

→ ઓખામંડળ ત્રણ બાજુથી સમુદ્ર તટ ધરાવતો ગુજરાતનો એક માત્ર તાલુકો છે.

દ્વારકાના જોવાલાયક સ્થળ

→ દ્વારકામાં વસઈ ખાતે કંકણેશ્વર મહાદેવ મંદિર અને જુનાગઢી જૈન મંદિરો આવેલા છે.

→ ઓખા મંડળ તાલુકામાં દ્વારકાધીશ મંદિર તથા મંદિરના બે દ૨વાજા (મોક્ષ દ્વા૨ અને સ્વર્ગ દ્વા૨)

→ વલ્લભાચાર્યની બેઠક

→ રૂકમણીજીનું મંદિર

→ ભડકેશ્વ૨ મહાદેવનું મંદિર વગેરે


'હનુમાન દાંડી'(દાંડીવાળા હનુમાન)

→ હનુમાનજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર 'હનુમાન દાંડી'(દાંડીવાળા હનુમાન) તીર્થ સ્થળ બેટ દ્વારકામાં આવેલું છે.

→ શંખોદ્વાર બેટમાં આવેલું હનુમાનજીનું આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પિતા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ બિરાજે છે.

→ દાંડી હનુમાનનો અર્થ 'આનંદી હનુમાન' એવો થાય છે.

લોકવાયકા

→ વનવાસ દરમિયાન જ્યારે રાવણ સીતા માતાનુ અપહરણ કરે છે ત્યારે હનુમાનજી તેમને બચાવવા રાવણની લંકામાં જાય છે.

→ ક્રોધીત થઈને રાવણ તેની સેનાને હનુમાનજીની પૂંછડીને આગ લગાડવાનો આદેશ આપે છે.

→ પૂંછડી સળગવાને કારણે હનુમાનજીને તીવ્ર જલન થાય છે તેને શાંત કરવા માટે તેઓ સમુદ્રમાં જાય છે.

→ આગની ગરમીને લીધે તેમના શરીરમાંથી જે પરસેવો વહે છે આ પરસેવાનુ ટીપું માછલીના પેટમાં જવાથી તે ગર્ભવતી થાય છે અને એક પુત્રનો જન્મ થાય છે જેનુ નામ મકરધ્વજ રાખવામાં આવ્યું હતું.





→ ધારુકાવન તરીકે ઓળખાતા શંખોદ્વાર બેટમાં બાર જયોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર અહીં આવેલું છે જ્યાં શ્રી કૃષ્ણએ દ્વારકાના નિર્માણ પહેલા નાગેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

→ ઓખામંડળ તાલુકાના પ્રાસણવેલ ગામે સપ્તયન શૈલીમાં બંધાયેલું કાલિકા માતાજીનું મંદિર આવેલું છે.

→ આ મંદિર 8મી અને 9મી સદીના સમય દરમિયાન નિર્માણ પામ્યું હોવાનું જણાય છે.

→ આ ઉપરાંત પ્રાસણવેલ ખાતે ભગવાન શંકર તેમજ સૂર્યદેવનું મગદેરુ મંદિર આવેલું છે.

→ આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલ શારદા મઠ આવેલો છે (શંકરાચાર્ય એ ચારેય દિશાઓમાં કુલ 4 મઠ સ્થાપ્યા હતાં)

  1. ઉત્તરમાં જ્યોર્તિ મઠ-ઉત્તરાખંડ
  2. પૂર્વમાં ગોવર્ધનમઠ-પૂરી, ઓરિસ્સા
  3. દક્ષિણમાં શૃંગેરી મઠ-કર્ણાટક
  4. પશ્ચિમમાં શારદા મઠ-ગુજરાત
→ ગુજરાતની શારદા પીઠ સામવેદ સાથે સંકળાયેલ છે.

→ આ નગરીમાં ચૈતન્ય મહાપ્રભુ પધારેલાં હતા તથા મીરાબાઈએ પોતાના જીવનના છેલ્લા દિવસો દ્વારિકા નગરીમાં વિતાવીને દેહ છોડયો હોવાની લોકવાયકા છે.

→ દ્વારકામાં આવેલ ગોમતી નદીના તટ અને પંચનંદ તીર્થને સુદામા સેતુ દ્વારા જોડવામાં આવ્યું છે.

→ ટાટા કેમિકલ્સનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું મીઠાનું કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે. જેથી મીઠાપુરને 'સોલ્ટ સિટી' તરીકે ઓળખવામાં આવે છે.

→ મીઠાપુર ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન બન્યો હતો.



Post a Comment

0 Comments