→ ઈલેક્ટ્રોનિક માટી (e-Soil) એ એક નવું પ્રવાહકીય કૃષિ ક્રિયાઘર (Substrate) છે.
→ જે ખાસ કરીને હાઈડ્રોપોનિક સિસ્ટમ માટે રચાયેલ છે.
→ ઈલેક્ટ્રોનિક માટી સામાન્ય જમીન કરતા વધુ ફળદ્રુપ છે અને તેથી છોડ ઝડપથી વધે છે.
→ તે પાણી આધારિત પોષક દ્રાવણનો ઉપયોગ કરીને માટી વિના છોડ ઉગાડવાની પદ્ધતિ છે.
→ e-Soil એ સેલ્યુલોઝ અને વાહક પોલિમર (PEDOT)માંથી મેળવવામાં આવેલ ઈલેક્ટ્રિકલી વાહક વૃદ્ધિ સબસ્ટ્રેટ છે. જે બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ બંને સામગ્રી છે.
→ લિંકપિંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ખેતીની ટેકનિકમાં નવા પ્રકારના સબસ્ટ્રેટ (સપાટી કે જેના પર છોડ ઉગે છે)નો ઉપયોગ કર્યો છે, જેમાં આ સબસ્ટ્રેટને પ્રકાશની મદદથી ઉત્તેજીત કરવામાં આવે છે. એટલે કે પ્રકાશની મદદથી પાકની સપાટીને વધુ પોષણ પૂરું પાડવામાં આવે છે અને પાકના મૂળ ઝડપથી સક્રિય થાય છે, જેના કારણે પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે. આ પ્રકારની ખેતીમાં તમે પાકના પોષણને નિયંત્રિત કરી શકો છો.
→ તે છોડના મૂળ અને વૃદ્ધિના વાતાવરણને ઓછી શક્તિ સાથે ઉત્તેજિત કરે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે, તથા પરંપરાગત પદ્ધતિઓનો સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરા પાડે છે.
→ ઇ-સોઈલ નોંધપાત્ર રીતે ઓછા ઊર્જા વપરાશનો લાભ આપે છેઃ અને ઉચ્ચ-વોલ્ટેજ સિસ્ટમો સાથે સંકળાયેલા જોખમોને દૂર કરે છે.
→ ઈ-સોઈલનું મહત્ત્વ છોડના વિકાસને વધારવાની તેની ક્ષમતામાં રહેલું છે.
→ પ્રૉસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન દર્શાવે છે કે ઇલેક્ટ્રીક માટીમાં ઉગાડવામાં આવતા જવના છોડ 15 દિવસમાં 50 ટકા વધુ વૃદ્ધિ પામ્યા હતા
→ જ્યારે તેમના મૂળને ઇલેક્ટ્રિકલી ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. એટલે કે જ્યારે જવના છોડના મૂળને વિદ્યુત રીતે સક્રિય કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની વૃદ્ધિ સામાન્ય કરતાં 15 દિવસમાં 50% વધી હતી.
→ ઈ-સોઈલ સાથે જોડાયેલી હાઈડ્રોપોનિક્સ પ્રણાલીઓ વૈશ્વિક ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવામાં સંભવિતપણે મદદ કરી શકે છે, ખાસ કરીને શહેરી વાતાવરણમાં જ્યાં મર્યાદિત ખેતીલાયક જમીન છે.
0 Comments