Ad Code

વિશ્વ હિન્દી દિવસ | World Hindi Day


વિશ્વ હિન્દી દિવસ

→ હિન્દી શબ્દ ફારસી શબ્દ હિંદ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે સિંધુ નદીનો દેશ.

→ હિન્દી માત્ર એક ભાષા નથી પણ ભારતની માતૃભાષા પણ છે.


→ દર વર્ષ 10 જાન્યુઆરીના રોજ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં હિન્દી ભાષા અંગે જાગૃતિ લાવવાનો તથા એક આંતરરાષ્ટ્રીય હિન્દી ભાષાને પ્રસ્તુત કરવાનો છે.


→ પ્રથમ ‘વિશ્વ હિન્દી પરિષદ 10 જાન્યુઆરી, 1975ના રોજ નાગપુર ખાતે યોજવામાં આવી હતી. આ પરિષદનું ઉદ્ઘાટન તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.

→ આ પ્રથમ વિશ્વ હિન્દી પરિષદની યાદમાં ભારત સરકાર પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે હિન્દીના પ્રચાર માટે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.





→ ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, જર્મની, બ્રિટન, યુ.એસ., ન્યૂઝીલેન્ડ, યુગાન્ડા, યુનાઇટેડ આરબ અમીરાત, ગુઆના, મોરેશિયસ, દ.આફ્રિકા સહિતના ઘણા દેશમાં હિન્દી ભાષા બોલાય છે.

→ ભારતમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે 14 સપ્ટેમ્બરે "હિન્દી દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ સમગ્ર વિશ્વમાં 10 જાન્યુઆરીએ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી કરાય છે. જેને હિન્દી ભાષાના કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી હોય તો તેવા લોકોને આ દિવસે રાષ્ટ્રપતિ સન્માનિત કરે છે.

Theme

→ વર્ષ 2024: “Hindi – Bridging Traditional Knowledge and Artificial Intelligence.” (‘પરંપરાગત જ્ઞાનથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી હિન્દી’)

→ વર્ષ 2023 : "હિન્દીને લોક અભિપ્ર્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી".



Post a Comment

0 Comments