→ આ ઉપરાંત દહેરાદૂનની ઈમ્પિરિયલ કેડેટ કોર (ICC)માં બે વર્ષની લશ્કરી તાલીમ મેળવી.
→ 21-10-1907થી તેમને રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો મળ્યા.
→ 1908માં તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ મુખ્ય કારભારી હરજીવન ભવાનભાઈ કોટકે કુશળતાપૂર્વક ચલાવીને રાજ્યની પ્રતિષ્ઠા વધારી હતી.
→ પાશ્ચાત્ય શિક્ષણ અને પ્રવાસના કારણે તેમનું દૃષ્ટિબિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું.
→ પરિણામે તેમના શાસન દરમિયાન રાજકોટ રાજ્યમાં વિવિધ ક્ષેત્રે સુધારા કરવામાં આવ્યા, જેથી રાજકોટનું આધુનિકીકરણ થયું.
→ આથી, તેમને રાજકોટ રાજ્યના 'આધુનિકીકરણના ઘડવૈયા' કહેવામાં આવે છે.
લાખાજીરાજનું શાસનતંત્ર અને સુધારા
→ બાવાજીરાજે શરૂ કરેલી પોતાના રાજ્યની રૈયતને જ શક્ય હોય ત્યાં સુધી રાજ્યની નોકરીમાં રાખવાની પ્રથાને લાખાજીરાજે પણ ચાલુ રાખી હતી.
→ ગુણવત્તાવાળા ઉમેદવારોને નોકરીમાં લેવા પરીક્ષા લેવાનો નિયમ કર્યો હતો.
→ પોતાના મિત્ર વાંકાનેરના રાજસાહેબ અમરસિંહની કાયમી સ્મૃતિ રાખવા લાખાજીરાજે દરબાર ગઢના એક ભાગનું નામ 'અમરસિંહજી સેક્રેટેરિયેટ' રાખ્યું.
→ રાજ્યના ભાયાતોને રાજકાજમાં ભાગ લેતા કરતાં 'ભાયાતી સભા'ની સ્થાપના કરી.
→ લાખાજીરાજે 1923માં પોતાની પ્રજાને વહીવટમાં ભાગ લેતી કરવાના હેતુથી ચૂંટાયેલા 90 સભ્યોની 'પ્રજા પ્રતિનિધિ સભા'ની સ્થાપના કરી હતી.
→ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યોમાં સંપૂર્ણપણે ચૂંટાયેલા સભ્યો ધરાવતી આ સૌપ્રથમ સંસ્થા હતી.
→ રાજકોટની પ્રથમ પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે લીલાધર અમૃતલાલ મહેતા ચૂંટાયા હતા.
→ પ્રજા પ્રતિનિધિ સભા ઉપરાંત લાખાજીરાજે તેની અંગભૂત 6 સભાઓ સ્થાપી હતી.
→
અખિલ ધર્મ સભા (1925)
મજૂર મહામંડળ (1926)
વેપારી મહામંડળ (1926)
ખેડૂત મહાસભા (1928)
કળાકૌશલ્ય મંડળ (1928)
ધારાસભા
→ રાજકોટ રાજ્યની 90% વસતી ખેતી ઉપર આધારિત હતી. આથી તેમના વિકાસ માટે અને તેમની સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કરાયા હતાં.
→ છપ્પનિયા દુકાળમાં "ગરીબઘરો" ખોલવામાં આવ્યા હતા.
→ તેમના આવા પ્રયત્નોને કારણે જ તેમને "પ્રજા અસ્મિતાના પયંગબર"અને "રૈયતના હ્રદયરાજ"એવાં બિરૂદો મળ્યા હતા.
→ તેમણે પ્રથમ વિશ્વવિગ્રહ (1914–18) દરમિયાન બ્રિટિશ સરકારને આર્થિક અને લશ્કરની મદદ કરી હતી.
→ 1918–19 તથા 1924–25 દરમિયાન ફાટી નીકળેલ પ્લેગ તથા ઇન્ફ્લુએન્ઝાના સખત રોગચાળા વખતે લોકોને માટે રાહતકાર્યોની વ્યવસ્થા કરવામાં જાતે રસ લીધો હતો.
→ જાન્યુઆરી, 1925માં ભાવનગર મુકામે મહાત્મા ગાંધીના પ્રમુખપદે ભરાયેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇