→ મરાઠાકાલીન ગુજરાતની માહિતી નીચેના સંદર્ભગ્રંથોમાંથી મળી રહે છે : મિરાત-એ-અહમદી', 'સેલુકરનો ગરબો', 'ફતેહસિંહરાવનો ગરબો', 'ચાડિયાની લાવણી'.
→ આ ઉપરાંત, આ સમયમાં ઉપલબ્ધ ખતપત્રો, સંસ્કૃત-ગુજરાતી અભિલેખો જેવા કે પ્રાચીન જૈન લેખ સંગ્રહ, રાધનપુર પ્રતિમાલેખ સંગ્રહ વગેરેમાંથી રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસને લગતી વિપુલ માહિતી મળી રહે છે.
→ મુગલ બાદશાહ ઔરંગઝેબના ધર્માધપણાને લીધે હિન્દુત્વના રક્ષણને અર્થે દક્ષિણ ભારતની પ્રજામાં શિવાજીએ રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું.
→ પોતે જીતેલા પ્રદેશોના રક્ષણ અર્થે વારંવાર પૈસાની જરૂર પડતાં, શિવાજીએ પૈસા મેળવવા ગુજરાત પર આક્રમણ કરીને અઢળક દોલત લૂંટમાં મેળવી.
→ શિવાજી પછીના સમયમાં પણ આ આક્રમણો ચાલુ રહ્યા.
→ દિલ્હીની મુગલ સત્તા નબળી પડતા મરાઠાઓ ધીરે-ધીરે ગુજરાત પર વર્ચસ્વ જમાવવા લાગ્યા.
→ ઈ.સ. 1716માં પેશવા બાલાજી વિશ્વનાથે ગુજરાતમાં મરાઠા સત્તા વિસ્તારવા માટે ખંડેરાવ દાભાડે નામના માણસની નિમણૂક કરી.
→ આ દાભાડેએ પોતાના વિશ્વાસુ સરદારો કંથાજી કદમ અને દયાજી ગાયકવાડ તેમજ તેના ભત્રીજા પિલાજીરાવ ગાયકવાડને ગુજરાતનો હવાલો સોંપ્યો.
→ પંરતુ ગુજરાતમાં મરાઠા શાસન ઇ.સ. 1753થી શરૂ થાય છે.
→ થોડા સમય બાદ ચોથ ઉઘરાવવાની બાબતમાં મતભેદ થતાં છેવટે મહી નદીના પૂર્વ તરફના પ્રદેશમાંથી પિલાજીરાવ અને પશ્ચિમ તરફના પ્રદેશમાંથી કંથાજી ચોથ ઉઘરાવે તેમ નક્કી કરવામાં આવ્યું.
→ ઈ.સ. 1729માં ખંડેરાવ દાભાડે મૃત્યુ પામતાં તેનો પુત્ર ત્રંબકરાય દાભાડે ગુજરાતનો સર્વસત્તાધીશ બન્યો.
→ તે પેશવાનો વિરોધી હોવાથી ચોથ અને સરદેશમુખીમાં પેશવાનો હિસ્સો આપવાને બદલે ગુજરાતમાંથી પેશવાઈ નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો.
→ વડોદરા જિલ્લાના ડભોઈ પાસેના ભીલપુર ગામ પાસે પેશવા અને ત્રેવાકરાવ દાસાડ વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેમાં ત્રંબકરાવ મરાયો.
→ દાભાડે અને ગાયકવાડના કુટુંબે પેશવાની સત્તા માન્ય કરવી પડી.
→ ત્રંબકરાયના મૃત્યુ બાદ પિલાજીરાવ ગાયકવાડે સત્તાનાં સૂત્રો ધારણ કર્યાં.
→ પીલાજીરાવ ગાયકવાડ ગુજરતમાં ગાયકવાડ વંશના પ્રથમ રાજવ બન્યા.
→ ખંભાતના મોમીનખાને ગુજરાતની સૂબાગીરી મેળવવા અર્ધું અમદાવાદ મરાઠાઓને આપવા સંધિ કરી.
→ તેથી અમદાવાદ પર આક્રમણ કરીને રતનસિંહ ભંડારીને કાઢ્યો. આમ, અડધું અમદાવાદ મરાઠાઓના કબજામાં આવ્યું.
→ ઈ.સ. 1743માં મોમીનખાનનું મૃત્યુ થતાં ફરી ગુજરાતમાં સૂબાગીરી માટે સંઘર્ષ થયો.
→ પુનાના પેશવા અને દમાજીરાવ ગાયકવાડ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર દમાજીરાવ ગાયકવાડ અને પેશવાના ભાઈ રઘુનાથ રાવ (રાઘોબા) બંનેએ સંયુક્તપણે અમદાવાદ પર આક્રમણ કર્યું.
→ ઈ.સ. 1753માં અમદાવાદ કબજે કર્યું. રાઘોબાએ વિઠ્ઠલ શિવદેવને અમદાવાદનો વહીવટ સોંપ્યો.
→ ખંભાતના નવાબ મોમીનખાનને ખંડણી ભરવાની ફરજ પડી.
→ ઈ.સ. 1756માં મોમીનખાને દમાજીરાવ અને રાઘોબાની ગેરહાજરીનો લાભ લઈને અમદાવાદ કબજે કર્યું. આથી, પુનાના પેશવા બાલાજી બાજીરાવે તરત જ અમદાવાદ પર આક્રમણ કર્યું.
→ આખરે ઈ.સ. 1758 માં ફરીથી મરાઠાઓએ અમદાવાદનો કબજો મેળવ્યો.
→ આમ, દમાજીરાવ ગાયકવાડ તથા પેશવાના સેનાપતિ સદાશિવ રામચંદ્રે અમદાવાદ અને તેની આસપાસના પ્રદેશમાં શાંતિ સ્થાપી.
→ પેશવા બાલાજી વિશ્વનાથનું મૃત્યુ થતાં તેની જગ્યાએ તેનો પુત્ર માધવરાવ પેશવા બન્યો.
→ ઈ.સ. 1768માં દમાજી રાવનું મૃત્યુ થતાં તેના પુત્રો ગોવિંદરાવ અને ફતેહસિંહ રાવે માઘવરાવની સર્વશરતો માન્ય રાખી વડોદરાની સત્તા મેળવી.
→ ગોવિંદરાવ અને ફતેહસિંહ રાવ વચ્ચેના સંઘર્ષમાં કાબેલ ફતેહસિંહ રાવ ફાવ્યો. સમયને પારખી ફતેહસિંહે અંગ્રેજો સાથે સુલેહ કરી.
→ એ સુલેહ પ્રમાણે અંગ્રેજોએ ગુજરાતના જીતેલા પ્રદેશો પોતાની પાસે રાખવા અને ગાયકવાડની અંગત બાબતમાં દખલ કરવી નહિ.
→ ગુજરાતમાં સત્તા મેળવવા માટે ગાયકવાડો અને પેશવાઓ વચ્ચે ચાલતા સંઘર્ષનો લાભ ઉઠાવી ધીરે-ધીરે અંગ્રેજોએ ગુજરાતમાં પોતાની સત્તા વધારી.
→ અંગ્રેજોએ કાઠિયાવાડમાં વગર પરવાનગીએ જમીનની માપણી કરતાં છેવટે પેશવાએ ગાયકવાડનો ઈજારો કાયમને માટે બંધ કર્યો.
→ પેશવા બાજીરાવ 2જાએ પોતાની સત્તા ટકાવી રાખવા અંગ્રેજો સાથે પુનાના કરાર કર્યા. આથી, વડોદરાના ગાયકવાડને ગુજરાતનો ઈજારો કાયમ માટે મળ્યો.
0 Comments
Any suggestions, Please comment Below 👇