→ વિશ્વભરમાં દર પાંચ વર્ષે 20 ઓકટોબરને વિશ્વ આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ છેલ્લે આ દિવસ વર્ષ 2020માં ઉજવવામાં આવ્યો હતો. હવે વર્ષ 2025માં ઉજવવામાં આવશે.
→ Theme: (2020-2025) :- Connecting the World with Data We can Trust
→ ઉદ્દેશ્ય : અધિકૃત માહિતી સમાજના તમામ વર્ગ માટે સૂચિત નિર્ણયો લેવા અનિવાર્ય છે તે અંગેના મહત્વને સમજાવવાનો છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘ(UN)ના યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન દ્વારા વર્ષ 2010માં 20 ઓક્ટોબરને વિશ્વ આંકડા દિવસ તરીકે ઊજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
→ યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશનની સ્થાપના ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવી છે.
→ વિશ્વ આંકડા દિવસ દર પાંચ વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌપ્રથમ વાર વર્ષ 2010માં ઊજવવામાં આવ્યો હતો.
→ વર્ષ 2020માં વિશ્વ આંકડા દિવસના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
→ વર્ષ 2020ની થીમ અધિકૃત માહિતી, નવાચાર અને રાષ્ટ્રીય આંકડાકીય સિસ્ટમો લોકોની ભલાઇ માટે છે તેના પર આધારિત છે.
→ ભારતમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ મહાન મહાલનોબીસ (પી.સી.મહાલનોબીસ)ના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે 29 જૂનના રોજ ઊજવવામાં આવે છે.
→ સૌપ્રથમ વાર રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ વર્ષ 2007ના રોજ ઊજવવામાં આવ્યો હતો.
0 Comments