→ તેમણે પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું.
→ તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત ભદ્રમાં આવેલ મિડલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં પદ થઈ હતી. ત્યારબાદ તેઓ આર.સી.હાઇસ્કૂલમાં જોડાયા ત્યાંથી તેમણે વર્ષ 1914માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
→ તેમણે વર્ષ 1919માં 24 વર્ષની ઉંમરે સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત કોલેજમાંથી B.A.પાસ કર્યું હતું.
→ તેમણે પ્રારંભમાં કુમાર સામયિકમાં શોધ નિબંધો લખવાનું શરૂ કર્યું હતું.
→ સૌપ્રથમ તેમણે ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાલોકન નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો હતો.
→ તેમણે જેમ્સ બેરીના The Admirable Crichton હાસ્ય નાટકનું સંભવિત સુંદરલાલ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું.
→ તેમણે ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે સોમનાથ તામંદિરનાં પુનઃ નિર્માણ વખતે આધારભૂત સંશોધન કાર્ય કરી સરદાર વલ્લભભાઇ પટેલના અભિયાનને નૈતિક સમર્થન પૂરું પાડયું હતું.
→ તેમને વર્ષ 1933માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા
→ અન્ય : ગુજરાતનું પાટનગર અમદાવાદ, ખંભાતનો ઇતિહાસ, સોમનાથ (લઘુગ્રંથ), ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ- ઇસ્લામ યુગ (ભાગ-1 થી 4)
→ અનુવાદ : સંભાવિત સુંદરલાલ
→ ખંભાતનો ઇતિહાસ’ (1935) ગ્રંથમાં તેમણે ખંભાતનું અભિધાન, પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ખંભાત બંદરનો વિકાસ, વેપાર-વહાણવટું, સ્થાપત્ય, કેળવણી વગેરે વિષયોની સૂક્ષ્મ અને વિશદ છણાવટ કરી છે.
→ 1949માં એમનો લઘુગ્રંથ ‘સોમનાથ’ અને 1954થી 1959 દરમિયાન ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’ ઇસ્લામ યુગ (ખંડ 1 થી 4) પ્રકાશિત થયા.
0 Comments