કરનાળનું યુદ્ધ | Battle of karnal
કરનાળનું યુદ્ધ
કરનાળનું યુદ્ધ
→ 24 ફેબ્રુઆરી, 1739ના દિવસે મહમંદ શાહ અને નદિરશાહ વચ્ચે ‘કરનાળનું યુદ્ધ' થયું હતું.
→ મહમંદ શાહ મુઘલ શાસક હતા. તેમના સમયમાં ભારતમાં સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો હતો.
→ નદિરશાહ ઈરાનના શાસક હતા.તેઓ અફશારીદ વંશના હતા. નદિરશાહને ‘ઈરાનના નેપોલિયન'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
→ નદિરશાહ દિલ્હીમાં 50 દિવસથી પણ વધારે સમય રહ્યા હતા અને ત્યાં લગાતાર લૂંટફાટ કરી હતી.
→ તેઓ પ્રસિદ્ધ મુઘલ રાજસિંહાસન મયુરાસન (તખ્ત-એ-હાઉસ) તથા મુઘલ તાજમાં લગાવેલ વિશ્વનો સૌથી કિંમતી હીરો 'કોહીનુર' પોતાની સાથે લઈ ગયા હતા.
0 Comments