Ad Code

લવકુમાર ખાચર | LAVKUMAR KHACHAR

લવકુમાર ખાચર
લવકુમાર ખાચર

→ જન્મ : 24 ફેબ્રુઆરી 1930 - જસદણ (રાજકોટ)

→ અવસાન : 2 માર્ચ 2015, (રાજકોટ)

→ ગુજરાતના જાણીતા પક્ષીવિદ્ અને પર્યાવરણ સંરક્ષક

→ તેમનું શરૂઆત નું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાંથી મેળવ્યું હતું.

→ બી. એસ. સી. ની ડિગ્રી. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી મેળવી.

→ તેમને રાજકોટની રાજકુમાર કોલેજમાં જીવવિજ્ઞાન અને ભૂગોળનું અધ્યાપનકાર્ય કર્યું હતું.

→ ૧૯૫૦ના દાયકાથી તેઓ પક્ષીશાસ્ત્રમાં સંકળાયેલા હતા અને બીજાં પક્ષીશાસ્ત્રીઓ જેવાં કે સલીમ અલી, હુમાયું અબ્દુલઅલી અને ઝફર ફુટેહાલી સાથે પણ સંકળાયેલ હતા.

→ તેઓએ કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે કાર્ય કર્યું હતું, જે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે.


→ તેઓ ગીરના અભ્યારણમાં વન્યજીવનના સંરક્ષણમાં સંકળાયેલ હતા.

→ તેઓ હીંગોળગઢ નેચર કન્વર્ઝન એજ્યુકેશન સેન્ચ્યુરીના સ્થાપક હતા, જે જસદણના રાજવી કુટુંબ દ્વારા બનાવવામાં આવેલ.

→ તેમણે યુવાનોને વન્યજીવનનું શિક્ષણ અને સંરક્ષણની તાલીમ મળે એ માટે ઘણા પ્રયાસો કર્યા હતા તથા હિંગોળગઢ નિસર્ગ સંરક્ષણ શિક્ષણ સંસ્થા અને અભયારણ્યની સ્થાપના કરી હતી.

→ તેઓ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BHNS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF) સાથે જોડાયા હતા.

→ ૧૯૭૬માં વન્યજીવન અંગેના શિક્ષણ માટે તેઓને WWF તરફથી અનુદાન મળેલું.

→ વર્ષ 1984માં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE)ના ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય રહ્યા હતાં.


એવોર્ડ

→ તેમને પક્ષીઓના સંરક્ષણ અને પક્ષીઓના રહેઠાણ અંગેના કાર્યો બદલ સલીમ અલી - લોક વાન થો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફોર એક્સેલેન્સ ઇન ઓર્નિથોલોજી અને વેણુ મેનન લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ (2004) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેમને પક્ષીશાસ્ત્રમાં પક્ષીઓનાં સંરક્ષણ અને પક્ષીઓનાં રહેઠાણ અંગેના કાર્યો માટે સલીમ અલી - લોક વાન થો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.

→ તેમને પ્રિન્સ ફિલિપ તરફથી પ્રમાણપત્ર મળેલું.

→ ૨૦૦૪માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળેલો.




વ્યક્તિ વિશેષ List


Post a Comment

0 Comments