Ad Code

કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ | Central Excise Duty Day


કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ

→ દર વર્ષે 24મી ફેબ્રુઆરીએ દેશમાં સેન્ટ્રલ બોર્ડર એક્સાઇઝ ડે ઉજવવામાં આવે છે.

→ આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અર્થતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે.

→ આ ઉપરાંત સંસ્થાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને સન્માનિત કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


→ સેન્ટ્રલ એકસાઈઝ વિભાગ દ્વારા એકત્ર કરાયેલ કરનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, દેશની સામાજીક ક્ષેત્રની યોજનાઓના વિસ્તરણ અને અમલીકરણમાં તેમજ દેશના અર્થતંત્રનો વિકાસ કરવા માટે થાય છે.

→ CBIC વૈધાનિક સંસ્થા છે.

→ જે નાણાં મંત્રાલયના મહેસુલ વિભાગ અંતર્ગત સીમા શુલ્ક, કેન્દ્રીય ઉત્પાદન કર, GST તેમજ દાણચોરી અટકાવવા સંબધિત નીતિ ઘડવાનું કાર્ય કરે છે.

→ તેનું ધ્યેય વાક્ય 'દેશ સેવાર્થ કર સંચય' છે.


→ વર્ષ 2018 માં Central Board of Excise and Customs (CBEC) નું નામ બદલીને Central Board of Indirect Taxes And Customs (BIC) કરવામાં આવ્યું છે.

→ સેન્ટ્રલ એક્સાઇઝ ડે દર વર્ષે 24મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે કારણ કે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ 24મી ફેબ્રુઆરી 1944ના રોજ ઘડવામાં આવ્યો હતો.

→ 24 ફેબ્રુઆરી, 1944 ના રોજ કેન્દ્રીય ઉત્પાદ શુલ્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, તેથી તેની યાદમાં 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' (Central Excise gano Day) ઉજવવામાં આવે છે.

→ સેન્ટ્રલ બોર્ડ ઓફ કસ્ટમ્સ એન્ડ એક્સાઈઝ કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ આવે છે અને તે એક પ્રકારનો પરોક્ષ કર છે.

→ કોઇ વસ્તુનું ઉત્પાદન દેશની અંદર કરવા પર કેન્દ્ર સરકાર દ્વારા જે કર લગાવાય છે તેને ઉત્પાદ શુલ્ક કહે છે આ એક પરોક્ષ કર છે.


→ આયકર દિવસ 24 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે.





Post a Comment

0 Comments