→ જન્મ : : 23 ફેબ્રુઆરી, 1919(સુરત) or 22 ફેબ્રુઆરી, 1919
→ અવસાનઃ 29 ઓગસ્ટ, 2013 (સુરત)
→ પૂરું નામ : રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા
→ ઉપનામ : અનિલ, સાંદીપનિ, ટચાક, કલ્કિ
→ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ, પ્રખ્યાત ગઝલકાર
→ તેમણે બે વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઘરના જરીબૉર્ડર બનાવવાના વ્યવસાયમાં જોડાઇ કુટુંબની જવાબદારી સંભાળી હતી.
→ રતિલાલને ઘરના કાતરિયામાંથી ગુજરાતી પ્રેસની ભેટ નવલકથાઓનો ખજાનો હાથ લાગ્યો. સાહિત્ય-સ્વાધ્યાયનો તેમનો આ પહેલો અધ્યાય.
→ 1942માં અસહકાર આંદોલન દરમિયાન તેમણે સાબરમતી જેલમાં છ માસનો જેલવાસ ભોગવ્યો હતો, જ્યાં તેમનો પરિચય વિધાવ્યાસંગી સાથીઓ સાથે થયો હતો. જેથી તેમનો સાહિત્ય સ્વાધ્યાય આગળ વધ્યો. આ સમય દરમિયાન તેઓ ગઝલો લખવા માંડ્યા અને મુશાયરામાં ભાગ લેવા માંડ્યા.
→ મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી અને પછી પ્રમુખ પણ બન્યા. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ડમરો અને તુલસી’ 1955માં પ્રગટ થયો.
→ ‘મસ્તીની પળોમાં’ (1956) મુખ્યત્વે રુબાઈ સંગ્રહ છે. તેમનો ‘રસ્તો’ – એ 1997માં પ્રગટ થયેલો ગઝલસંગ્રહ છે.
→ રતિલાલ ‘અનિલે’ હાસ્યક્ષેત્રે, નિબંધક્ષેત્રે તેમજ ચરિત્રલેખનના ક્ષેત્રે પણ તેમની કલમ ચલાવી છે, જેના ફલસ્વરૂપે ‘હાસ્યલહરી’ (1987) મળે છે.
→ નિબંધસંગ્રહો : ‘‘મનહરનો ‘મ’’’ તેમજ ‘આટાનો સૂરજ’ (2002)
→ તેમણે ‘આવા હતા બાપુ’ (ભાગ 1, 2, 3,) (1957, 58, 59) તથા ‘ઇન્દિરા ગાંધી’ (1972) તથા ગઝલકારો વિશે પરિચયાત્મક આત્મકથનાત્મક નોંધ આપતું ‘સફરના સાથી’ (2001) જેવું ચરિત્રાત્મક સાહિત્ય પણ આપ્યું છે. તેમની પાસેથી ‘ચાંદરણાં’ (સૂક્તિઓ, સૂત્રો 1997) તથા ગઝલકાર વિશે રતિલાલ ‘અનિલ’ (પ્રશ્નોત્તરી, 1998) પુસ્તકો પણ મળ્યાં છે.
→ સૂરત આવી રતિલાલે ‘પ્રજ્ઞા’ માસિકનું સંપાદન હાથ ધર્યું.
→ સૂરત-નિવાસ વિશેષ અનુકૂળ આવતાં ‘લોકવાણી’માં અને તે પછી ‘ગુજરાતમિત્ર’ના તંત્રીમંડળમાં જોડાયા.
0 Comments