Ad Code

રાજેન્દ્ર શાહ | Rajendra Shah


રાજેન્દ્ર શાહ



→ જન્મ : 28 જાન્યુઆરી, 1913 (કપડવંજ, ખેડા)

→ અવસાન : 2 જાન્યુઆરી, 2010 (મુંબઇ)

→ ઉપનામ : રામવૃંદાવની

→ બિરુદ : અલગારી મસ્તકવિ, ઉત્તમ ગીતકવિ

→ પૂરું નામ : રાજેન્દ્ર કેશવલાલ શાહ

→ 'રામવૃંદવની' ઉપનામથી જાણીતા ઉત્તમ ગીતકવિ રાજેન્દ્ર શાહ


→ તેમણે વર્ષ 1934માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિધાલય (વડોદરા)માંથી ફિલોસોફી વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

→ તેમના મુખ્ય વિષયોમાં પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુનો સમાવેશ થાય છે. તેમના પ્રેમ વિષયની પ્રતીતિ ધ્વનિથી પત્રલેખા સુધીના પ્રેમકાવ્યોમાં થાય છે.

→ તેમણે પ્રકૃતિ સૌંદર્ય, સ્થાનિક લોકોના રોજિંદા જીવનને તેમજ માછીમાર સમુદાયની વ્યથાકથાને રોચક શૈલીમાં નિરૂપી છે.

→ તેમનું જાણીતું લોકગીત ઈંધણા વીણવા ગઈ'તી મોરી સહિયરને સ્વર ફાલ્ગુની પાઠકે આપેલો છે.

→ તેમણે દાન્તેના મહાકાવ્ય ડિવાઇન કોમેડીનું દિવ્ય આનંદ સ્વરૂપે રૂપાંતર કર્યું છે.

→ રાજેન્દ્ર શાહે કવિલોક નામનું દ્વિમાસિક મુંબઇથી ચલાવ્યું હતું.


પુરસ્કાર અને એવોર્ડ



→ વર્ષ 1932માં ઉષા નામથી પ્રથમ કાવ્યની શરૂઆત કરનાર રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્યસંગ્રહ ધ્વનિ (1951) હતો. જેને વર્ષ 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.

→ વર્ષ 1947માં કુમાર સુવર્ણચંદ્રક

→ વર્ષ 1956માં રણજિતરામ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1963માં શાંત કોલાહલ કાવ્ય સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર

→ વર્ષ 1986માં ઘનજી કાનજી સુવર્ણચંદ્રક

→ વર્ષ 1992માં ગૌરવ પુરસ્કાર

→ 1999માં નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે.


સાહિત્ય સર્જન



કાવ્ય સંગ્રહ : ધ્વનિ, શાંત કોલાહલ, ચંદનભીની અનામિકા, આંદોલન, શ્રુતિ, ઉદગીતિ, વિષાદને સાદ, ક્ષણ જે ચિરંતન, આરણ્યક, મધ્યમા, દક્ષિણા, પત્રલેખા, ચિત્રણા, આ ગગન ,કિંજલ્કિની ,પંચપર્વા ,પ્રેમનો પર્યાય ,બૃહદ કાવ્યસંગ્રહ (સંકલિત કવિતા) ,વિભાવના ,વિરહ માધુરી હા .... હું સાક્ષી છું

બાળસાહિત્ય : મોરપિચ્છ, આંબે આવ્યા મોર, અમોને મળી પવનની પાંખ, રૂમઝૂમ, ખુલ્લામાં જઈ રમીએ, રમત અમારી

અનુવાદ : જયદેવની કૃતિ “ગીત ગોવિંદ”, ડેંટીના મહાકાવ્ય “ડિવાઇન કોમેડિન”નું “દિવ્ય આનંદ” સ્વરૂપે રૂપાંતર,સૌર પંચાશીકા (સંસ્કૃત સાહિત્યકાર બિલ્હણ કૃત),ગાથા એક વૃદ્ધ નાવિકની , બલાકા,


એકાંકી: ગતિ મુકિત, સૂરદાસ, કેસુંડા

સોનેટ : આયુષ્યના અવશેષ ,તમસોમા,પૂર્ણિમા ,હોળી – ધૂળેટી


અન્ય : શેરીએ આવે સાદ (પ્રકૃતિગીત), શ્રાવણી મધ્યાહન (ઊર્મીકાવ્ય : ધ્વનિમાંથી), મારું ઘર (ઊર્મીકાવ્ય), બોલીએના કાંઈ (ગીત),

નાટક : વિદ્યાપતિ, બુદ્ધદેવ બસુ, જીવનાનંદ




પંક્તિઓ



→ ઈંધણા વીણવા ગઈતી મોરિ સહિયર

→ આપણા ઘડવૈયા આપણે હોજી

→ કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દાવ ઝાઝેરો લાગ્યો રે

→ ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર

→ લ્હેરતો અંચળો એણે ઓઢયો ભૂરેખ ઢાકતો

→ હું જ રહું વિલસી, સહુ સંગને...

→ પંથ નહિ કોઈ, ભરું ડગ ત્યાં જ રાચું મુજ કોડી

→ હો સાવરી થોરી અખિયનમે જોબનિયું ઝૂકે લાલ

→ સહુને મુંજ અંતરે ધરું સહુને અંતર હું ય વિસ્તરું

→ તને જોઈ જોઈ તોય તું અજાણી...

→હલકાં તો પારેવાંની પાંખથી,..
મહાદેવથીયે પણ મોટાજી




Post a Comment

0 Comments