→ ભારતના પર્વતીય પ્રદેશમાં વનવાસીઓની વસતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
→ આ આદિવાસીઓ રતો વળી ખૂબ ઉત્સવપ્રિય પ્રજા છે. તેઓ મન ભરીને મેળા માણે છે.
→ આદિવાસી વિસ્તારોમાં નાના – મોટા અસંખ્ય મેળા યોજાય છે.
→ ગુજરાત રાજયમાં માણેકનાથ,મગર,ખેરમાળ, ગલદેવરો, ગોળગધેડા, દાનમહુડી, વડોદિતવાર, વાછોડીવાંછલી, ડાંગદરબાર, પુરીપકોડી, ચાડિયા મેળો, રંગપંચમી અને ઇન્દ્રમેળાઓ જાણીતા છે. તે સિવાય અનેક નાના – મોટા મેળાઓ ભરાય છે.
→ આદિવાસી વિસ્તારોમાં જ્યાં મેળો ભરવાનો હોય, તે ગામમાં મેળાની પૂર્વસંધ્યાએ ઢોલ વાગે છે. એ ઢોલ સાંભળીને બીજા ગમવાળા ઢોલ વગાડે છે. આમ નક્કી કરેલા માણસો દ્વારા ઢોલ વગાડતા ઢોલનો સંકેત સૂચવે છે.
→ સંજોગોવશાત મેળો બંધ હોય તો ઢોલ વગાડવાવમાં આવતો નથી.
0 Comments