Ad Code

ગઝલકાર આદિલ મન્સૂરી | Adil Mansuri

ગઝલકાર આદિલ મન્સૂરી
ગઝલકાર આદિલ મન્સૂરી

→ જન્મ : 18 મે, 1936 (અમદાવાદ)

→ પૂરું નામ : ફકીર મહમદ ગુલામનબી મન્સૂરી

→ અવસાન : 6 નવેમ્બર, 2008 (ન્યુ જર્સી, અમેરિકા)

→ ઉપનામ : આદિલ, વતનપ્રેમી સાહિત્યકાર

→ ગુજરાતના આધુનિક યુગના વતનપ્રેમી સાહિત્યકાર, નાટ્યકાર અને ગઝલકાર


→ તેમણે અઢાર વર્ષની ઉંમરે સૌપ્રથમ ગઝલ ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ આપી હતી.

→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ વળાંક આપ્યો હતો. તેમની તમામ ગઝલોનો મળે ન મળે નામના સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

→ તેમણે વર્ષ 1956માં ટોપિક અને અંગના જેવા સામયિકોમાં પત્રકારની કામગીરી બજાવી હતી અને એડવર્ટાઈઝિંગ કંપની શિલ્પીમાં કોપીરાઇટર રહ્યા હતા.

→ તેમણે વર્ષ 1970માં હાથ પગ બંધાયેલા છે અને વર્ષ 1973માં જે નથી તે એમ બે એકાંકીસંગ્રહ આપ્યા હતા.

→ તેમને પગરવ તથા સતત માટે ગુજરાત રાજ્ય તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું તેમજ હાથપગ બંધાયેલા છે તથા મેઇક બિલીવ માટે ગુજરાત રાજ્યનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.

→ તેમને વર્ષ 1998માં કલાપી એવોર્ડ અને વર્ષ 2008માં વલી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


સાહિત્ય સર્જન

કાવ્યસંગ્રહો/ગઝલસંગ્રહ : વળાંક, પગરવ, ન્યુયોર્ક નામે ગામ, સતત, ગઝલના આયના ઘરમાં, મળે ન મળે (સમગ્ર કવિતા)

એકાંકી : પેન્સિલની કબર અને મીણબત્તી, હાથ-પગ બંધાયેલા છે, જે નથી તે, જડબેસલાક રામજાંબુ

ગઝલ : નદીની રેતીમાં



પંક્તિઓ

→ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

→ લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી
ફૂલો દબાઈ જાય ના ખુશ્બુના ભારથી

→ રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો,
મંજિલ સુધી પહોંચતા પગભર બની ગયો.

→ પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે

→ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે

→ શોધું છું હું એવી જ કવિતા,
જેને કાગળના કલેવરમાં ઉતારી ન શકું

→ એ નીકળ્યા છે સાત સમંદર તપાસવા,
જેઓ ગ્લાસ પાણી ઉકાળી શક્યા ના


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments