National Cancer Awareness Day (રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ)

કેન્સરની પ્રારંભિક તપાસ અને ઉપચાર પર ભાર આપવા માટે વર્ષ ૨૦૧૪ માં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન દ્વારા 7 નવેમ્બર ના રોજ National Cancer Awareness Day તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે શરીરમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે તે અન્ય પેશી પર હુમલો કરે છે અને શરીરના વિવિધ ભાગને ગંભીર અસર કરે છે જેને કેન્સર કહેવામાં આવે છે. 


હાલમાં સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, ત્વચા કેન્સર તથા પ્રોસ્ટેટ કેન્સર જેવા 100થી વધુ પ્રકારના કેન્સર અસ્તિત્વમાં છે. 


 આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગનું જોખમ ઘટાડવા તેમજ આ રોગનું નિવારણ માટે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. 


વર્ષ 2018માં નોબલ પ્રાઈઝ સમિતિએ મેડિસીન ક્ષેત્રનો નોબલ અમેરિકાના જેમ્સ પી. એલિસન અને જાપાનના તાસુક હોન્જોને નકારત્મક રોગપ્રતિકારક નિયમનના અવરોધ  દ્વારા કેન્સરના ઉપચારની શોધ માટે આપવામાં આવ્યો હતો. 

Post a Comment

0 Comments