સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર
→ જન્મ : 21 સપ્ટેમ્બર, 1905 (જામનગર)
→ મૂળ વતન : ખંભાળિયા (હાલમાં દેવભૂમિ દ્વારકા)
→ અવસાન : 11 માર્ચ, 1977 (રાજકોટ)
→ પૂરું નામ : ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
→ સૌરાષ્ટ્ર રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રી, સ્વાતંત્રયસેનાની અને કુશળ વકીલ
→ સરદાર વલ્લભભાઈ પટેલે તેમને બત્રીસ લક્ષણા પુરુષ અને સાહિત્યકાર કાગબાપુએ આકાશ જેવા આદમી કહીને સંબોધન કર્યું હતું.
→ તેમણે મુંબઈ અને રાજકોટ ખાતેથી અભ્યાસ કર્યો હતો.
→ વર્ષ 1928માં બોમ્બેહાઇકોર્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરીને વર્ષ 1929માં રાજકોટ ખાતે વકીલાત તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓ વર્ષ 1936માં વકીલાત છોડી ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ આઝાદીની લડતમાં જોડાયા હતા અને લડત દરમિયાન અનેકવાર જેલવાસ ભોગવ્યો 5 હતો. તેમણે કાઠિયાવાડ ટાઇમ્સમાં લેખ લખ્યા હતાં.
→ તેમણે ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના દેશી રાજયોના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરી હતી તેમજ જૂનાગઢમાં આરઝી હકૂમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
સૌરાષ્ટ્ર રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રી
→ તેમણે ગરાસદારી જમીનદારી પ્રથા નાબૂદ કરી, નવી જમીન સુધારણા પદ્ધતિ અમલમાં મૂકવા માટે પ્રયત્નો કર્યા હતા. તેમણે ખેડે તેની જમીન સૂત્ર આપ્યું હતું.
→ તેમણે વર્ષ 1955-59 " દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી.
→ તેમણે અનુસૂચિત જનજાતિ (ST) પંચના અધ્યક્ષ તરીકે આદિવાસીઓની જમીન બિનઆદિવાસીઓ ન લઇ શકે તે કાયદો અમલમાં મૂકયો હતો.
→ તેમણે સૌરાષ્ટ્રમાં કુટીર ઉદ્યોગોના ઉત્થાન અને ખાદી ગ્રામોદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
→ તેમને વર્ષ 1973માં ભારત સરકારના પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમની સ્મૃતિમાં રાજકોટના એક માર્ગનું નામ ઉચ્છંગરાય ઢેબર માર્ગ આપવામાં આવ્યું છે.
→ તેમના જીવનચરિત્રને આલેખતું સૌરાષ્ટના ઘડવૈયા : ઢેબરભાઈ પુસ્તક દેવેન્દ્રભાઇ દ્વારા લખવામાં આવ્યુ હતું.
0 Comments