Ad Code

દાંડીકૂચ સત્યાગ્રહ | Dandikuch Satyagrah

દાંડીકૂચ સત્યાગ્રહ
દાંડીકૂચ સત્યાગ્રહ

→ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનના અત્યાચાર અને મીઠા પર નાખેલ કરની વિરુદ્ધ 12 માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી.

→ યાત્રાની શરૂઆત સમયે ગાંધીજીને કસ્તૂરબાએ તિલક કર્યું હતું.


દાંડીયાત્રા વિશે માહિતી

→ ગાંધીજીએ 12 માર્ચ, 1930 (બુધવાર) થી 5 એપ્રિલ, 1930 (24 દિવસ) દરમિયાન અમદાવાદના સાબરમતી 5 આશ્રમથી હાલના નવસારી જિલ્લાનાં દાંડી સુધી 78 સાથીઓ (પાછળથી 2 જોડાતા કુલ 80) સાથે 241 માઈલ (385 કિલોમીટર) દાંડીયાત્રા (મીઠા સત્યાગ્રહ-સવિનય કાનૂનભંગ) કરી હતી.

→ ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરવાના 9 દિવસ પહેલા વાઇસરોય લોર્ડ ઇરવિનને પત્ર લખ્યો હતો. પત્રની કોઇ અસર બ્રિટિશ શાસન પર ન થતા તેમણે કહ્યું હતું કે મે ઘૂંટણે પડીને રોટી માગી, બદલામાં મને પથ્થર મળ્યા.

→ 11 માર્ચ, 1930ના રોજ આઝાદીની તીર્થયાત્રા એટલે કે ઐતિહાસિક કૂચની પૂર્વ સંધ્યાએ ગાંધીજીએ એક યાદગાર ભાષણ આપ્યું હતું કે કદાચ આ મારું છેલ્લું ભાષણ હોય, અહીં બોલાતા શબ્દ મારા જીવનના અંતિમ શબ્દો હોય. અંગ્રેજ સરકાર મને કાલે સવારે દાંડીકૂચની મંજૂરી આપે તો પણ સાબરમતીના આ પવિત્ર તટ પર મારું આ આખરી ભાષણ હશે.

→ 12 માર્ચ, 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીકૂચ વિશે મહાત્મા ગાંધીએ નવજીવન સાપ્તાહિકમાં લખ્યું હતું કે આ દાંડીકૂચ મારા માટે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથની જેમ પવિત્ર તીર્થયાત્રા છે.

→ દાંડી યાત્રાની પૂર્વ તૈયારી સ્વરૂપે જાહેરસભાનું આયોજન મહીનદીના કાંઠે આવેલ કંકાપુરામાં થયું.

→ ગાંધીજીએ સાબરમતીથી નીકળીને મહીકાંઠા સુધી પોતાના સાથીઓ સાથે બદલપુરમાં પાણી ઉકાળીને મીઠું બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ બદલપુર સાબરમતીથી માત્ર 75 માઈલ દૂર હતું અને યાત્રા 8 જ દિવસમાં પૂર્ણ થાય તેથી પ્રચાર ઓછો થાય તેવી ગણતરીએ સુરત જિલ્લાના કલ્યાણજી મહેતાએ યાત્રા દાંડી સુધી લઈ જવાનું સૂચન કર્યું હતું.

→ દાંડી સત્યાગ્રહ દરમિયાન પંડિત નારાયણ ખરેએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગાયું અને 'ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે' એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું, રસ્તે જતાં કવિ પ્રીતમના ભજન શૂર સંગ્રામ કો દેખ ભાગે નહિં ખેદ ભાગે સોઈ શૂર નહિં ગવાયા હતા.

→ અંગ્રેજોને લડત શરૂ થયાના પહેલાંથી જ સરદાર પટેલનો ભય હતો તેથી 7 માર્ચના રોજ ખેડા જિલ્લાના રાસ ગામે તેમની ધરપકડ થઈ. આમ, દાંડી યાત્રામાં પ્રથમ ધરપકડ સરદાર વલ્લભભાઈ પટેલની થઈ હતી.

→ ગાંધીજીએ ચંડોળા તળાવ પાસે ભાટ ગામે અમદાવાદની જનતાની વિદાય લેતા કહ્યું હતું કે,
"મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે, હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકીશ નહિ".

→ દાંડીકૂચના પ્રથમ દિવસે બપોરે વિસામો ચંડોળા તળાવ પાસે લીધો હતો અને રાત્રિ રોકાણ અસાલાલી માં કર્યું કર્યું હતું.

→ રોજ બપોરે એક વિસામો અને રાત્રિ રોકાણનો નિત્યક્રમ રહેતો.

→ આમ 24 દિવસ યાત્રા કરીને દાંડી પહોચ્યા.

→ સાબરમતીથી કુલ 241 માઈલણી કૂચ કરીને 5 એપ્રિલ, 1930 શનિવાર 25માં દિવસના રોજ દાંડી પહોચ્યા.

→ દાંડીમાં મુસ્લિમ યજમાન સિરાજૂદ્દીન વાસી શેઠે સ્વાગત કર્યું. ગામના આગેવાન શ્રી ડાહ્યાભાઈ દેસાઈએ ગામવતી ગાંધીજીનું ઉત્સાહભર્યું સ્વાગત કર્યું.

→ જે ઘરમાં ગાંધીજી રોકાયા હતા તે સિરાજૂદ્દીન વાસી શેઠ તેનું મકાન તેમણે આઝાદી પછી રાષ્ટ્રને સમર્પણ કરી દીધું.

→ આ મકનનું પંડિત જવાહરલાલ નહેરુ એ દાંડી સ્મારક તરીકે 6 એપ્રિલ, 1961 ના રોજ ઉદગાટન કર્યું.

→ દાંડીકૂચ દરમિયાન ઘનશ્યામ બિરલા ગાંધીજીને ભરુચ જિલ્લાના જંબુસર મળ્યા.

→ આ યાત્રા દરમિયાન શ્રી નરીમાન તથા શ્રી મહેરલી નડિયાદના ડભાણ ગામમાં ગાંધીજીને મળ્યા.

→ પંડિત જ્વાહરલાલ નહેરુ કંકાપૂરમાં મળ્યા.

→ દાંડીકૂચમાં ગાંધીજીના પરિવારજનો માંથી પત્ની કસ્તુરબા ને પુત્ર રામદાસ અને મણિલાલ તથા ગાંધીજીના પૌત્ર કાંતિલાલ હરિલાલ ગાંધીએ ભાગ લીધો હતો.

→ રામદાસની યાત્રા પછી બરડોલીથી 319 સ્વયંસેવકો સાથે ભીમરાડ ગમે 6 એપ્રિલ, 1930ના રોજ મીઠું ઉપાડતાં સરકારે ધરપકડ કરી અને 6 માસની કેદની સજા થઈ.

6 એપ્રિલ, 1930ના રોજ 6:00 વાગે સવારે સમુદ્ર સ્નાન કરીને 6:30 કલાકે દાંડી ખાતે મીઠું ઉંચકીને ગાંધીજી બોલ્યા હતાં કે -
'મેને નમક કા કાનૂન તોડ દિયાં'
અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું 'બ્રિટિશ સામ્રાજયરૂપી ઈમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.

→ દાંડીકૂચ પુર્ણ કર્યા પછી 6 એપ્રિલ, 1930 થી 16 એપ્રિલ 1930 સુધી ગાંધીજીએ દાંડીની આજુબાજુના ગામડાની મુલાકાત લીધી.

→ બોદાલી ગામમાં ગાંધીજી પોતે ખજુરી કાપી અને કાયદાનો ભાગ કર્યો.

→ અંભેટી ગામ (તાલુકો બારડોલી)ના શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલને ખજુરી કાપવા જતાં કુહાડી વાગવાથી મૃત્યુ પામ્યાં જે દાંડીકૂચના શહીદ બની ગયા, ગાંધીજીએ તરતજ અંભેટીની મુલાકાત લીધી અને શ્રી વિઠ્ઠલભાઈ વસ્તુભામાં પટેલનાં મૃત્યુને શુદ્ધ બલિદાન તરીકે ઓળખાવ્યું.

→ આમ દાંડી સત્યાગ્રહના પ્રથમ શહીદ શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ હતા.

→ સમગ્ર દાંડીયાત્રા દરમ્યાન ગાંધીજીની ધરપકડ નહી થઈ, પરંતુ જયારે ધરાસણા સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું ત્યારે 5 મે, 1930ના રોજ રાત્રે એક વાગે કરાડી ગામમાંથી ગાંધીજીની ધરપકડ કરીને ચરવડા જેલમાં પૂર્યા.

→ આમ દાંડીયાત્રા માત્ર ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ક્રાંતિકારી ઘટના બની ગઈ એના પડઘા ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, જાપાન અને અન્ય દેશોમાં પડવા લાગ્યા.

→ ત્યાર પછી સમગ્ર ભારતમાં મીઠાંના કાયદાના ભંગ માટે સભાઓ કે સરઘસો થવા લાગ્યો.

સમગ્ર ભારતમાં સવિનય કાનૂન ભંગ માટે યાત્રાઓ કરતાં નેતાઓ :
→ તમિલનાડુ તિરુચેનગોડ આશ્રમથી ત્રિચુરાપલ્લીના વેદારણ્ય સુધી યાત્રા સી. રાજગોપાલાચારીએ કરી.
માલાબાર વાયકોમ સત્યાગ્રહના નેતા કે. કેલપ્પડે કાલીકટથી પેન્નાર સુધી યાત્રા કરી.
ઓરિસ્સા ગોપચંદ્ર બન્દુ ચૌધરીના નેતૃત્વમાં બાલાસોર, કટક અને પુરીમાં મીઠાના કાયદાનો ભંગ થયો.
આસામ સિલહટમાં પણ મીઠાના કાયદો તોડયો.
બંગાળા નોઆખલીમાં પણ મીઠાનો કાયદો તોડવાના પ્રયાસ થયા.
પશ્ચિમોત્તર સીમા પ્રાંત ખાન અબ્દુલ ગફારખાને કાયદા તોડયા.
નગાલેન્ડ 13 વર્ષની રાણી ગાડિલ્યુએ સવિનય કાનૂન ભંગમાં ભાગ લીધો.
મણિનગર જનજાતીય લોકોએ પણ સમર્થન આપ્યું.

→ મહાદેવભાઇ દેસાઇએ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે અને સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી.

→ દાંડીકૂચના દ્રશ્યોનું વર્ણન ચિત્ર સ્વરૂપે કનુભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

→ દાંડીકૂચની સ્મૃતિમાં ગુજરાત સરકારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મીઠાનો ડુંગર (Salt of Mountain) બનાવેલ છે.

ગાંધીજી પહેલાં મીઠાનો સત્યાગ્રહ (1844) દુર્ગારામ મહેતાએ કર્યો હતો.

→ આ ઐતિહાસિક દાંડીકૂચની યાદગીરીમાં નવસારી ખાતે 'રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક' બનાવવામાં આવ્યું છે.

→ વર્ષ 2006માં સાબરમતી આશ્રમ અમદાવાદથી નવસારીના દાંડી ગામ સુધીના માર્ગ નંબર NH-64ને દાંડી હેરિટેજ માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે .આ માર્ગને હાલમાં નવો નંબર NH 228 આપવામાં આવ્યો છે.

→ આ વર્ષે ગુજરાત વિધાપીઠમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2025 :

→ આજે દાંડીકૂચને 95 વર્ષ પૂર્ણ થાય તેની સ્મૃતિ માટે વિધાપીઠના 56 વિદ્યાર્થીઓ સાબરમતી આશ્રમથી પદયાત્રા કરીને ગૂજરાત વિધાપીઠ જશે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments