Ad Code

ઓસ્કાર એવોર્ડ | Oscar Award

ઓસ્કાર એવોર્ડ
ઓસ્કાર એવોર્ડ

→ ઓસ્કાર એવોર્ડ્સને 'એકેડમી એવોર્ડ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ જોકે તેનું ખરું નામ “એકેડમી એવોર્ડ ઓફ મેરીટ' છે.

→ ઓસ્કાર એવોર્ડ એ ફિલ્મ ક્ષેત્રનો વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ છે.

→ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝ (AMPAS) દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

→ સૌપ્રથમ વખત આ એવોર્ડ 16 મે, 1929ના રોજ એનાયત થયો હતો.


ઓસ્કાર વિજેતા ભારતીય વ્યક્તિઓ

ક્રમ નામ વર્ષ ફિલ્મ
(1) શ્રીમતી ભાનુ અથૈયા 1983 ગાંધી
(2) શ્રી સત્યજીત રે 1992 -
(3) શ્રી રેસુલ પટ્ટી 2009 સ્લમડોગ મિલિયોનર
(4) શ્રી એ. આર. રહેમાન 2009 સ્લમડોગ મિલિયોનર
(5) શ્રી ગુલઝાર 2009 સ્લમડોગ મિલિયોનર
(6) શ્રી એમ.એમ. કીરવાણી, શ્રી ચંદ્ર બોઝ (નાટુ નાટુ સોંગ માટે) 2023 RRR
(7) સુશ્રી કાર્તિકી ગોન્સાલ્વિસ, સુશ્રી ગુનીત મોંગા 2023 ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ (શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ)

નોંધ :
→ સૌથી વધુ કુલ 26 ઓસ્કાર એવોર્ડ વોલ્ટ ડિઝનીને મળ્યા છે.

→ જ્યોર્જ બર્નાડ શો એવી એકમાત્ર વ્યક્તિ છે કે જેઓ ઓસ્કાર અને નોબલ એમ વિશ્વકક્ષાના બન્ને એવોર્ડ જીતી ચૂકયા હોય.

→ શ્રીમતી ભાનુ અથયા: શ્રીમતી ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય વ્યક્તિ છે. તેમને ઈ.સ. 1983માં 'ગાંધી' ફિલ્મ માટે ‘બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન'ની કેટેગરીમાં (જહોન મોલો સાથે) આ એવોર્ડ એનાયત થયો હતો.

→ શ્રી સત્યજીત રે : બંગાળી ફિલ્મના પ્રસિદ્ધ ડાયરેક્ટર શ્રી સત્યજીત રે ને વર્ષ 1992માં એકેડમી એવોર્ડના લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

→ શ્રી રેસુલ પુકુટ્ટી : તેમને વર્ષ 2009માં સ્લમડોગ મિલિયોનર' ફિલ્મ માટે બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ'ની કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ એનાયત થયો હતો.

→ શ્રી એ. આર. રહેમાન : શ્રી એ. આર. રહેમાન એક સાથે બે ઓસ્કાર એવોર્ડ મેળવનાર એક માત્ર ભારતીય વ્યક્તિ છે. તેમને વર્ષ 2009માં ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મ માટે ‘બેસ્ટ ઓરિજનલ સોંગ’ (જય હો.... શ્રી ગુલઝાર સાથે) અને 'બેસ્ટ ઓરિજનલ સ્કોર'ની કેટેગરીમાં આ એવોર્ડ એનાયત થયો હતો.

→ શ્રી ગુલઝાર : ગુલઝારને વર્ષ 2009માં 'સ્લમડોગ મિલિયોનર' ફિલ્મ માટે ‘બેસ્ટ ઓરિજનલ સોંગ' (જય હો.... શ્રી એ. આર. રહેમાન સાથે)ની કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થયો હતો.


ઓસ્કાર વિજેતા ભારતીય ફિલ્મ

→ ગાંધી : ઓસ્કાર વિજેતા પ્રથમ ભારતીય ફિલ્મ (1983).

→ સ્લમડોગ મિલિયોનર : સૌથી વધુ ત્રણ ઓસ્કાર પરસ્કાર મેળવનાર ભારતીય ફિલ્મ (2009)

→ પીરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ: વિદેશી નિર્માતા દ્વારા ભારતમાં બનેલી ફિલ્મ (2019)


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments