Ad Code

શંભાજી મહારાજ | Shambhaji Maharaj

શંભાજી મહારાજ
શંભાજી મહારાજ

→ જન્મ : 14 મે, 1657 (પુરંદર દુર્ગ,પુણે) શંભાજી મહારાજ

→ પિતાનું નામ : શિવાજી

→ માતાનું નામ : સાઇબાઈ

→ અવસાન : 11 માર્ચ, 1689 (તુલાપુર, પુણે)

→ શંભાજીનું હુલામણું નામ છવા (સવાક- સિંહનું બચ્ચું ) હતું.

→ તેમજ તેમને ધર્મવીર તરીકે પણ ઓળખવામાં આવે છે.


→ તેમની માતાનાં મૃત્યુ પછી તેમનો ઉછેર જીજાબાઇએ કર્યો હતો.

→ તેમણે 14 વર્ષની ઉંમરે બુદ્ધભૂષણ, નખશિખા, નાયિકાભેદ તથા સાતશાતક નામથી સંસ્કૃત ગ્રંથ લખ્યા હતાં.

→ શિવાજી મહારાજના નિધન બાદ 10 જાન્યુઆરી, 1681ના રોજ શંભાજી મરાઠા રાજયના બીજા શાસક બન્યા હતા.

→ તેમણે કોલવાનના યુદ્ધમાં સૌપ્રથમવાર મરાઠા સેનાનું નેતૃત્વ કર્યુ હતું. તેમણે મુઘલો, મૈસુર અને પોર્ટુગલ સેના વિરુદ્ધ યુદ્ધ કરીને જીત મેળવી હતી.

→ મુઘલ બાદશાહ ઔરંગઝેબે જ્યાં સુધી શંભાજીને ન પકડે, ત્યાં સુધી તાજ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

→ શંભાજીએ બીજાપુર અને ગોલકોન્ડામાં ઓરંગઝેબના શાસનને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

→ ઔરંગઝેબે શંભાજીને કહ્યુ હતું કે, 'મારા ચારમાંથી એક છોકરો તારા જેવો હોત તો આખું હિન્દુસ્તાન મુઘલ હસ્તક હોત.'

→ વર્ષ 2022માં મહારાષ્ટ્ર દ્વારા ઔરંગાબાદ બદલીને નવું નામ છત્રપતિ શંભાજી મહારાજ એરપોર્ટ રાખવામાં આવ્યું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments