Ad Code

વિશ્વ કિડની દિવસ | World Kidney Day

વિશ્વ કિડની દિવસ
વિશ્વ કિડની દિવસ

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસનું આયોજન કરવામાં આવે છે.

→ થીમ 2025 : Are Your Kidneys OK? Detect Early, Protect Kidney Health

→ ઉદેશ્ય : કિડનીની આરોગ્ય સંભાળ રાખી અને તેના રોગને વહેલી તકે શોધ કરી નિવારણ માટે સક્ષમ રીતે પ્રોત્સાહન આપવાનો છે.

→ વર્ષ 2006માં ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ નેફ્રોલોજી (ISN) અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ કિડની ફાઉન્ડેશન્સ (IFKF)એ સંયુકત રીતે એક ઝુંબેશ શરૂ કરી હતી.

→ જેનો હેતુ કિડનીના સારા સ્વાસ્થ્યને જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ ટાળવાનો હતો. ત્યારથી વિશ્વ કિડની દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.


કિડની વિશે

→ કિડની વાલના બીજ અથવા કાજુ જેવા આકારની કથ્થાઈ રંગની હોય છે. તેનું મુખ્યકાર્ય રુધિર ગાળવાનું છે.

→ પ્રત્યેક કિડનીનું વજન 120-170 ગ્રામ હોય છે.

→ કિડનીમાં ખામી સર્જાય છે ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે દર્દીને ડાયાલીસીસની સારવાર આપવામાં આવે છે. જેના શોધક વિલિયમ જહોન કાર્ફ છે.

→ કિડનીથી થતાં રોગો : નેફ્રાઈટિસ, યુરેમિયા

→ કિડનીના રોગના ડૉક્ટરને નેક્રોલોજીસ્ટ કહે છે.

→ અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ ઍન્ડ રેસર્ચ સેન્ટર ખાતે કિડની પેરાડોનેશન અને સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાબતે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments