→ આ સમયે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હોવાથી મોરબીનો વહીવટ બ્રિટિશ એજન્સીએ સંભાળ્યો અને વહીવટદાર તરીકે રાવ બહાદુર શંભુપ્રસાદ લક્ષ્મીપ્રસાદ અને દફતરી ઝુંઝાભાઈ સખીદાસને નીમ્યા હતા.
→ વાઘજી અને તેમના નાના ભાઈ હરભમજીને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે દાખલ કરાયા હતા.
→ મોરબીના આધુનિકીકરણનું બીજ રવાજી 2જાએ વાવ્યું, તેને નવપલ્લવિત કરવાનું કામ વાઘજીએ કર્યું અને તે પૂર્ણ કક્ષાએ લખધીરસિંહજીના સમયમાં પહોંચ્યું.
→ કોલેજ પૂર્ણ કરી તેઓ કેપ્ટન હેફ્રી સાથે હિન્દુસ્તાનના પ્રવાસે નીકળ્યા હતા, ત્યારબાદ તેઓએ યુરોપનો પ્રવાસ પણ કરેલો.
→ દિલ્હીમાં રાણી વિકટોરિયાના શાસનનાં 40 વર્ષ પૂર્ણ થયાના માનમાં તેમને "કૈસર-એ-હિન્દ" ઈલ્કાબ આપવા દરબાર ભરાયો તેમાં વાઘજી ઠાકોરે હાજરી આપેલી. ત્યાં તેમનું અંગત માન નવ તોપમાંથી વધારીને અગિયાર તોપનું કરાયું.
વાઘજી ઠાકોર 2જાનું શાસન અને સુધારા
→ તા. 01-01-1879ના રોજ રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો મેળવ્યા પછી તેમણે મોરબીનાં વિકાસકાર્યોને વેગ આપ્યો અને મોરબીને દરેક ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન મળે અને મોરબી રાજ્યનો વિકાસ થાય તેવાં કાર્યો કર્યાં.
→ 1880માં તેમણે મોરબીની મુખ્ય બજારના બાંધકામનો પ્રારંભ કરાવ્યો. તેમાં તેમણે 'ભારતના ગુલાબી શહેર' તરીકે ઓળખાતા જયપુરના બાંધકામને અનુસર્યા.
→ આ આયોજન એવી રીતે કરવામાં આવેલું કે બજારની બંને બાજુનાં મકાનો એકસરખા જ દેખાય.
→ અત્યારના ચંદીગઢ, મીઠાપુર (તાતા કેમિકલ્સ વસાવેલુ શહેર), ખાવાડી (રિલાયન્સે વસાવેલું શહેર), કે ગાંધીનગર આયોજિત શહેરો' તરીકે ઓળખાય છે. પરંતુ વાધરજી ઠાકોરે તો ઓગણીસમી સદીમાં મોરબીમાં તેનો અમલ કરેલો હતો.
→ આવા બાંધકામ, તેમજ આધુનિક ઓપને કારણે મોરબી એ 'સૌરાષ્ટ્રનું પેરિસ' તરીકે ઓળખાતું.
→ મોરબી એ મચ્છુ નદીના કાંઠે આવેલું શહેર છે. આ મચ્છુ નદી પર ઈ.સ. 1980માં 4 લાખના ખર્ચે પુલ તૈયાર કરાયો હતો.
→ તેનાથી લોકોની તેમજ વાહનોની અવરજવર સરળ બની હતી.
→ રાણી વિક્ટોરિયાને ઈ. સ. 1877માં "કૈસર-એ-હિન્દ"નું બિરુદ મળેલું, તે પ્રસંગની સ્મૃતિમાં આ પુલનું નામ "કેસર-હિન્દ પુલ" રાખવામાં આવ્યું.
→ આ પુલની અને શહેરની શોભા વધારવા યુરોપમાં બનાવેલા ખાસ કાંસાનાં આખલાનાં પૂતળાં મૂકવામાં આવ્યા હતાં.
→ પરંતુ સ્થાનિક લોકોને કદાય દૂરથી આવેલા અને પાડામાં બહુ ફેર ન જણાયો હોઈ તેને પાડા ગણીને આ પુલનું નામ પાડા પુલ પડયું, જે હાલમાં પણ પ્રચલિત છે.
→ પુલના બીજા છેડે બે ઘોડા મૂકવામાં આવેલા છે જેનું નામ "રોયલ" અને "ડોલર છે.
→ આ સિવાય વાઘજી ઠાકોરે તેમના પિતાએ બનાવેલ દરબારગઢમાં ઇટાલિયન ચિત્રકારને બોલાવી ચિત્રો બનાવડાવ્યા હતા.
→ રાજવી વાઘજી ઠાકોરને "સૌરાષ્ટ્રના શાહજહાં" માનવામાં લાવે છે.
→ મુગલ સમ્રાટ શાહજહાએ પોતાની પ્રિય પત્ની મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવેલો, તેમ વાજી ઠાકોરે પોતાના હજૂરી ગોકળભાઈ ખવાસની પુત્રી અને પોતાની પ્રિયતમાં એવી "મણિબા" 1903માં મૃત્યુ પામ્યા હોઈ તેમની યાદમાં 'મણિમંદિર મહેલ' બાંધવાનું શરૂ કર્યું હતું. આ માટે તેમણે ત્રીસ લાખનો ખર્ચ કરેલો. જો કે આ કામ અધુરું રહ્યું હતું. તેમના પુત્ર લખધીરજીના શાસનમાં વધારાના બે લાખ રૂપિયા ખર્ચી આ અધૂરું કાર્ય પૂર્ણ થયું.
→ મચ્છુ નદીના એક કિનારે દરબારગઢ અને બીજા કિનારે મણિલા રહેતા ત્યાં નજરબાગ પેલેસ આવેલો હતો. આ બંનેને જોડતો ઝૂલતો પુત્ર વાઘજી ઠાકોરે બનાવેલો.
→ વાઘજી ઠાકોર પેરિસ ગયેલા ત્યારે તેના પ્રસિદ્ધ "એફિલ ટાવર" થી એટલા પ્રભાવિત થયા કે ટાવરનું ત્રણ-ચાર માળનું મોડેલ બનાવીને મોરબી લાવ્યા.
→ તેના ઉપર મોરબીના મુખ્ય બજારમાં એક દરવાજો બનાવી ત્યાં લોખંડનો ટાવર બાંધ્ો.
→ તત્કાલીન બ્રિટિશ અમલદાર વૂડહાઉસના નામ ઉપરથી તેનું નામ 'વૂડહાઉસ ગેટ' રાખવામાં આવ્યું. આ ગેટ લીલા રંગનો હોઈ તે ટાવર ચોક 'ગ્રીન ચોક' તરીકે હાલમાં પણ પ્રસિદ્ધ છે.
→ રાજ્યની મુખ્ય આવક ખેતી હોઈ, ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરાયા હતા.
→ ઈ.સ. 1900 (વિ.સ. 1956)માં પડેલા ભયંકર છપ્પનિયા દુકાળ વાતે ખેડૂતીને મહેસૂલમાં રાહત આપવામાં આવી હતી.
મોરબીને સૌરાષ્ટ્રમાં સ્થાન આપાવનારાં કાર્યો
→ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન વાઘજી ઠાકોર લાવેલા.
→ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ફોર્ડ મોટરકાર તેમણે ખરીદેલી.
→ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ છાપખાનાની શરૂઆત તેમણે કરેલી.
→ તેમની બહેન વખતુબાનું 19 વર્ષની ઉંમરે અવસાન થતા 'વખતુખા ચૅરિટેબલ ટ્રસ્ટ' ની સ્થાપના કરેલી.
→ આ સિવાય શાળાઓ અને કલામાં પણ મહત્ત્વનું યોગદાન આવેલું.
→ તેમના આવા મહત્ત્વના કાર્યોને લીધે તેઓ આધુનિક મોરબીના નિર્માતા કહેવામાં આવે છે.
→ વાઘજીએ પોતાના 52 વર્ષના કાર્યકાળમાં પ્રજાની સુખાકારી માટે સારા કાર્યો કર્યા હોઈ પ્રજામાં અતિપ્રિય હતા. આથી પોતાના પ્રિય રાજવીનું સન્માન કરવા પ્રજાએ ભંડોળ એકઠુ કરીને તેમનું આરસનું બાવલું 1906માં મિ. વ્હાઈટના હસ્તે ખુલ્લું મૂક્યું હતું. તેમાં વાઘજી ઠાકોરને 'કાઠિયાવાડી અમેરિકન' તરીકે વર્ણવવામાં આવ્યા છે.
→ જામનગરને પણ સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે.
→ આ પ્રસંગે જ ગોંડલની જેમ મોરબી રાજ્યની પણ બીજા વર્ગમાંથી પ્રથમ વર્ગમાં સમાવેશ કરાયો.
→ 1897માં રાણી વિક્ટોરિયાના શાસનની ડાયમન્ડ જયુબિલી વખતે ઇંગ્લેન્ડમાં સૌરાષ્ટ્રન રાજવીઓના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી ત્યારે તેમને અને ગોંડલના ભગવતસિંહજી, બંનેને G.C.I.E. નો ઈલ્કાબ અપાયો હતો.
0 Comments