Ad Code

ભેંસ (Buffalo)

ભેંસ (Buffalo)
ભેંસ (Buffalo)

→ વિશ્વમાં પ્રાણી જગતમાં ભેંસોનું સ્થાન અદ્વિતીય છે.

→ ભેંસનું વૈજ્ઞાનિક નામ 'Babalus Bubulis' છે.

→ ગાય ઉપરાંત દૂધ પ્રાપ્તિ માટે ભેંસો સૌથી વધુ પાળવામાં આવે છે. તેનું દૂધ વધુ પૌષ્ટિક તથા ઘાટું હોય છે.

→ વિશ્વની લગભગ અડધાથી વધુ ભેંસો ભારતમાં જોવા મળે છે.

→ નર ભેંસ ભારવહન તથા ખેતી કાર્ય માટે ઉપયોગી છે.

→ દેશમાં ભેંસોની કુલ સંખ્યા અંદાજે 109.85 મિલિયન છે.

→ વિશ્વમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા ભારતમાં છે.

→ ભેંસોની સૌથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે. ત્યારબાદ અનુક્રમે રાજસ્થાન તથા ગુજરાત સૌથી વધુ ભેંસની સંખ્યા ધરાવતા રાજ્યો છે.

→ ભેંસના દૂધમાં સરેરાશ 7 થી 10 % ફેટ હોય છે.


ભેંસના કંકાલતંત્રમાં નીચે મુજબનાં હાડકાં હોય છે

ખોપરી 34
નીચલું જડબું 2
કરોડસ્તંભ 51
પાંસળી 26
ઉરોસ્થિ 1
આગલા પગ અને સ્કંધ-મેખલા 48
પાછલા પગ અને નિતંબ-મેખલા 48
કુલ 210


ભેંસોની જાત

→ જાફરાબાદી, સુરતી, મહેસાણી, પઠારપુરી, મુર્રાહ, ગોદાવરી, નાગપુરી, નીમારી, ટેડા વગેરે ભેંસોની ઉત્તમ જાતો છે.


વિદેશી ભેંસોની જાત

ભેંસોના પ્રાણી જગતને ભેંસો જે વિસ્તારમાં જોવા મળે છે તે મુજબ ત્રણ ભાગમાં વહેંચી શકાય.
→ આફ્રિકાની જંગલી ભેંસો : આફ્રિકાના સહારાના રણની દક્ષિણે આવેલ ઈથોપિયાથી ઝેર દેશ સુધીના જંગલોમાં આવી ભેંસો જોવા મળે છે. ઉ.દા. કેપ ભેંસ, કોંગો ભેંસ અને સુદાન ભેંસ

→ એશિયાની જંગલી ભેંસો : આસામથી પૂર્વ એશિયા ખંડના દેશોમાં જંગલી અવસ્થામાંથી પાલતૂ અવસ્થામાં લાવીને ભેંસો ઉછેરવાનું સૈકાઓ પહેલાથી અપનાવવામાં આવેલ છે. છતાં પણ ભેંસની કેટલીક જાતો પાલતૂ અવસ્થામાં આવ્યા વિના હજુ જંગલી અવસ્થામાં જ છે. ઉ.દા. એનોઆ (ઈન્ડોનેશિયા), ટમારો (ફિલીપાઈન્સ) અને અરજા (ઉત્તર હિમાલયના જંગલો)

→ દક્ષિણ પૂર્વ એશિયા ખંડના દેશોની પાલતુ ભેંસો : પૂર્વ - ચીન, બર્મા, લાઓસ, કંપુચીયા વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં જોવા મળતી પાલતું ભેંસો જંગલી ભેંસો જેવી જ દેખાય છે. તેમને સ્વેમ્પ બફેલો કહે છે. પશ્ચિમ મલેશિયા (માર્શલેન્ડ અથવા સ્વેમ્પ વિસ્તાર)માં તેમનું ઉત્પતિ સ્થાન હોવાનું મનાય છે. આ ભેંસો ઘણા વર્ષોથી ખેતી કામ માટે ઉપયોગી છે.


ભારતીય ભેંસોની ઓલાદો


મુર્રાહ ભેંસ

→ આ પ્રકારની ભેંસ હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ અને પાકિસ્તાનના કેટલાક પ્રદેશમાં જોવા મળે છે.

→ તેનું વેતરદીઠ વાર્ષિક દૂધ ઉત્પાદન 1400 થી 2100 લિટર હોય છે.


નીલી - રાવી ભેંસ

→ આ ભેંસો મધ્ય પંજાબ, સતલજ અને રાવી નદીનો પ્રદેશ તથા ફિરોઝપુરમાં જોવા મળે છે.

→ તેની વાર્ષિક દૂધ ઉત્પાદકતા 1600 થી 1800 લિટરની છે.


કચ્છી/કુંઢી ભેંસો

→ આ ભેંસો બન્ની વિસ્તાર તેમજ કચ્છના પ્રદેશમાં જોવા મળે છે.

→ તેમનું કદ નાનું અને તેમનું દૂધ વધુ પોષણક્ષમ હોય છે.


નાગપુરી ભેંસો

→ આ ભેંસો મહારાષ્ટ્રના નાગપુર, વર્ધા, બેલ્લાર અને મરાઠાવાડ વિસ્તાર તેમજ મધ્યપ્રદેશમાં તથા પંઢરપુરી જેવાં મધ્ય-ભારતના વિસ્તારોમાં જોવા મળે છે.

→ આ ભેંસો વેતર દીઠ 800 થી 1000 લીટર દૂધ આપે છે.


ગુજરાતની ભેંસોની ઓલાદો


જાફરાબાદી ભેંસ

→ અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ નામના ગામ પરથી આ ભેંસનું નામ જાફરાબાદી પાડવામાં આવ્યું છે.

→ આ ભેંસનું ઉત્પતિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે.

→ આ ઓલાદની ભેંસો કાઠિયાવાડી, સોરઠી અથવા ગીરની ભેંસો તરીકે ઓળખાય છે.

→ આ ભેંસ અન્ય ભેંસોની સરખામણીમાં મોટા કદની અને વજનદાર હોય છે તથા તેનો રંગ મેશ જેવો કાળો હોય છે.

→ કાનના મૂળ શિંગડા પાછળ ઢંકાયેલા હોય છે. તેના શિંગડા ભારે, લાંબા, પહોળા અને ચપટા હોય છે અને નીચે બાજુ વળેલા અને અણી ઉપરની તરફ જતી હોય છે.


→ આહિર , ચારણ, રબારી, ભરવાડ વગેરે માલધારીઓ જંગલમાં પોતાના જાનવરો સાથે અંડગો નાખીને રહે છે. આવા વસાવટને નેસ કહે છે.

→ આ ઓલાદના પશુઓ સિંહનો સામનો કરી શકે છે.

→ વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન : 2000 થી 2100 લિટર/વેતર

→ દૂધના ફેટ : 8.5 થી 9 (વધારેમાં વધારે 12 %)

→ દૂઝણા દિવસો : 320 થી 350

→ વસુકેલ દિવસો ::250-300 દિવસ

→ પ્રથમ વિયાણ : 50 થી 55 માસે

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો : 16 થી 18 માસ

→ પશુ ઉછેર કેન્દ્ર - જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ




મહેસાણી ભેંસ

→ આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોવાથી આ ભેંસને મહેસાણી ભેંસ તરીકે ઓળખવામાં આવે છે.

→ આ ભેંસ મુર્રાહ ભેંસો અને સુરતી ભેંસોનું સંકરણ છે.

→ આ ભેંસ કદમાં નાની અને વધુ લંબાઈ ધરાવે છે તથા તેના શિંગડા ચપટા, ગોળ ઈંઢોણી જેવા વળેલા હોય છે.

→ પુખ્ત વયની ભેંસોનું વજન આશરે 450 થી 500 કિ.ગ્રા.

→ આ ઓલાદ શુદ્ધ ન હોવાથી સુરતી અને મુરાહ ઓલાદના લક્ષણો જોવા મળે છે.

→ શિંગડા સુરતી ભેંસો જેવા ચપટા, દાંતરડા આકારના જોવા મળે છે.

→ વેતરનું સરેરાશ દુધ ઉત્પાદન : 1700 થી 1800 લિટર/વેતર

→ દુધના ફેટ : 6 થી 7.5 %

→ દૂઝણા દિવસો : 310

→ વસુકેલા દિવસો : 120 થી 150

→ પ્રથમ વિયાણ : 45 થી 48 માસે

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો : 15 થી 16 માસ

સંવર્ધન કેન્દ્ર

→ સરદાર પટેલ કૃષિ વિશ્વવિદ્યાલય : દાંતીવાડા (બનાસકાંઠા)

→ ઘનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્ર : જગુદણ (મહેસાણા)




સુરતી ભેંસ

→ આ પ્રકારની ભેંસોનું મૂળ સ્થાન ખેડા અને અમદાવાદ જિલ્લાના આસપાસના પ્રદેશોમાં જોવા મળે છે.

→ આ પ્રકારની ભેંસ કદમાં નાની હોવા છતાં વધુ દૂધ આપતી હોવાને કારણે દેશભરમાં જાણીતી છે.

→ ગુજરાતમાં ધમરોળ (Dhamrod) ખાતે ભેંસની સુરતી ઓલાદનું કેન્દ્રિય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે.

→ આ ઓલાદ નડિયાદી, ચરોતરી અને ગુજરાત બહાર ગુજરાતી તરીકે ઓળખાય છે.

→ આ ઓલાદ દુધ ઉત્પાદનની ક્ષમતા (કદ નાનું હોવાથી) માટે દેશમાં જાણીતી છે.

→ વેતરનું સરેરાશ દુધ ઉત્પાદન : 1200 થી 1800 લિટર/ વેતર

→ દુધના ફેટ : 7 થી 7.5 %

→ દૂઝણા દિવસો : 280 થી 320

→ વસુકેલા દિવસો : 120 થી 150

→ પ્રથમ વિયાણ : 42 થી 48 માસે

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો : 15 થી 18 માસ

સંવર્ધન કેન્દ્ર

→ સુરતી ભેંસ ઉછેર કેન્દ્ર : સુરત

→ સુરતી ભેંસ ઉછેર કેન્દ્ર : ધામરોલ (નવસારી)

→ નવસારી ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય : નવસારી

→ પશુ સુધારણા કેન્દ્ર : અમુલ (આણંદ)



બન્ની ભેંસ

→ કચ્છના બન્ની, નખત્રાણા વિસ્તારમાં ચરિયાણ ઉપર નભતી બન્નીના માલધારીઓ દ્વારા એક ઓલાદ તરીકે વિકસાવવામાં આવેલ છે.

→ આ પ્રકારની ભેંસ કચ્છના બન્ની પ્રદેશમાં જોવા મળે છે.

→ તેમનું કદ નાનું અને શિંગડા વાંકા હોય છે.

→ આ પ્રકારની ભેંસ પ્રતિદિન 12 થી 18 લિટર તથા વાર્ષિક આશરે 6000 લિટર જેટલું દૂધ આપે છે.

→ આ ભેંસનું વજન 475 થી 575 કિ.ગ્રા. જેટલું હોય છે.

→ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસર્ચ (NBAGR) કરનાલ, હરિયાણા તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) દ્વારા કરવામાં આવેલ જિનોટાઈપિંગ અનુસાર બન્ની ભેંસને એક અલગ પ્રજાતિ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.

→ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં બન્ની પ્રજાતિની ભેંસ દારા IVF પદ્ધતિથી બચ્ચાંને જન્મ આપવામાં આવ્યો હતો.

→ વેતરનું સરેરાશ દુધ ઉત્પાદન : 1800 થી 2100 લિટર/વેતર

→ દૂધના ફેટ : 7.5 થી 8.5 %

→ દૂઝણા દિવસો : 260 થી 300

→ વસુકેલા દિવસો : 80 થી 100

→ પ્રથમ વિયાણ : 40 થી 45 માસે

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો : 13 થી 17 માસ

સંવર્ધન કેન્દ્ર

→ બન્ની ભેંસનું : ભુજ (કચ્છ)




કલોન ભેંસ વિશે

→ ભેંસો પર અનુસંધાન માટે હરિયાણાના હિસાર ખાતે કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

→ રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા, કરનાલ (હરિયાણા) એ વર્ષ 2009માં વિશ્વની પહેલી ક્લોન ભેંસ (ગરીમા) બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

→ કલોન ભેંસ ગરીમાએ 25 જાન્યુઆરી, 2013ના રોજ બચ્ચાંને જન્મ આપ્યો. જેનું નામ 'મહિમા' રાખવામાં આવ્યું. મહિમાના જન્મ સાથે ભારતે કલોન ટેકનોલોજીમાં વિશ્વમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો કારણ કે ભારત પહેલો એવો દેશ છે કે જ્યાં કલોનથી તૈયાર થયેલી ભેંસે બચ્ચાંને જન્મ આપ્યો હોય.

→ સામાન્ય રીતે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કલોનથી તૈયાર થયેલા પ્રાણી બચ્ચાંને જન્મ આપતા નથી.

→ ગરીમાને પ્રાકૃતિક રીતે ગર્ભધાન કરાવવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધી બાદ નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ-NDRIને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ.


ગુજરાતમાં ભેંસની પ્રમુખ જાતો

વિગત જાફરાબાદીમહેસાણીસુરતી
ઉત્પત્તિ ગુજરાતના ગીરનો વનપ્રદેશ ઉત્તર ગુજરાતના પ્રદેશો ખેડા જિલ્લાના આસપાસના પ્રદેશો
કયા પ્રદેશોમાં જોવા મળે? જૂનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ જિલ્લામાં ખેડા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં
અન્ય નામ કાઠિયાવાડી, સોરઠી - નડિયાદી, ચરોતરી અને ગુજરાતી
વિશિષ્ટતા મોટું કદ અને સીધી પીઠ કદમાં નાની અને લંબાઈ વધુ મધ્યમથી કદની અને પાસાદાર બાંધાની
વજન 500 થી 550 કિ.ગ્રા. 425 થી 450 400 થી 500
પ્રથમ વિયાણની ઉંમર 50 થી 55 મહિના 45 થી 48 મહિના 42 થી 48 મહિના
સરેરાશ ફેટ 8.5 થી 9.0 (વધુમાં વધુ 12) - -
વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 2250 કિ.ગ્રા. 1700 થી 1800 કિ. ગ્રા. 1500 થી 1800 કિ.ગ્રા.
બે વિયાણ વચ્ચેનો ગાળો 20 થી 22 મહિના 15 થી 16 મહિના 15 થી 18 મહિના

પ્રખ્યાત જાતો : સુરતી, જાફરાબાદી, મહેસાણી, બન્ની (ગુજરાત), નીલી/ રાવી (હરિયાણા/ પંજાબ), નાગપુરી, પંઢરપુરી, (મહારાષ્ટ્ર), મુર્રાહ (પંજાબ/હરિયાણા), ટોડા (દક્ષિણ ભારત), ગોદાવરી (ગોદાવરી અને ક્રિષ્ના ડેલ્ટા)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments