Ad Code

ગાય | Cow


ગાય

→ ભારતમાં જોવા મળતી ગાયોને તેમના રંગ, કંદ, શિંગડાનો પ્રકાર અને માથાની ખાસિયતો મુજબ વહેંચવામાં આવે છે.


ગાયોની જાત

→ ભારતમાં ગીર, કાંકરેજ, સુરતી, સિંધી, થરપાકર જેવી ગાયો જોવા મળે છે.

→ ગાયનું વૈજ્ઞાનિક નામ બોસ ઈન્ડિકસ (Bos indicus) છે.

→ શિંગડા અને આંખો વચ્ચે આવેલા માથાના આગળના પહોળા ભાગને મથરાવટી કહે છે.

→ બે શિંગડાને જોડતી મથરાવટીની ઉપલી હારના મધ્યભાગમાં આવેલા ઉપસેલા ભાગને નીબોરી કહે છે.

→ ગાયના જનાનાંગમાં ફલીનીકરણની જગ્યા ઓવિડકટ છે.

→ ગાયમાં સરેરાશ ગર્ભાવસ્થાનો સમય ગાળો 280 દિવસ હોય છે.

→ પરાળની પોષણ ગુણવત્તા ઘણી સારી હોઈ પશુપાલકોને ગાયના ચારા તરીકે ભલામણ કરવામાં આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત ડાંગરની જી.એ.આર. 14 જાત છે.


ગીર ગાય

→ આ ગાયનું ઉત્પત્તિસ્થાન ગીરના જંગલો હોવાથી તેને 'ગીર ગાય' તરીકે ઓળખવામાં આવે છે.

→ ગીર ગાય મુખ્યત્વે દૂધ આપતી મધ્યમથી ભારે કદની કદાવર અને લાંબા શિંગડા તથા લાંબા કાન ધરાવતી જાત છે.

→ ગીર ગાયને કાઠિયાવાડી, સોરઠી, દેસાણ, ભોડાળી/ ભડાલી, ગાઈઝર (બ્રાઝિલ) જેવાં ઉપનામોથી ઓળખવામાં આવે છે.

→ તે ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જોવા મળે છે.

→ ગુજરાતમાં જુનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ જીલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

→ આ ગાય પ્રતિવર્ષ 2,000 લિટર સુધી દૂધ આપી શકે છે.

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો સરેરાશ 15 થી 17માસનો હોય છે.

→ ગીર ગાયના દૂધમાં સરેરાશ 4.5 % ફેટ હોય છે.

→ ગાયનું વજન : 380 થી 450 કિલોગ્રામ

→ સાંઢનું વજન : 500 થી 600 કિલોગ્રામ

→ પ્રથમ વિયાણની ઉંમર : 45 થી 50 મહિના

→ ગાયનુ વેતરનું દૂધ : 1500 થી 1800 લિટર/ વેતર

→ બ્રાઝિલમાં ગીર ઓલાદના પશુ "ગુજરાતનાં બ્રહ્મિન" તરીકે ઓળખાય છે.

→ ગીર ગાય દુધાળ ઓલાદ છે.

→ દૂઝણા દિવસો : 300 થી 375

→ વસુકેલા દિવસો : 125 થી 200


શારીરિક લક્ષણો

→ પુખ્ત ગાયનું વજન: 350 થી 425 કિ.ગ્રા.

→ વાછરડીનું વજન : 22 કિ.ગ્રા.

→ નરનું વજન : 500 થી 550 કિ.ગ્રા.

→ વાછરડાનું વજન : 24 કિ.ગ્રા.

→ રંગમાં વિવિધતા (ધેરા રાતા રંગના અને ક્યાંક સફેદ ટપકાં)

→ મોટું, ગોળ, અને ઢોલ જેવું ઉપસેલું કપાળ એ આ ઓલાદની વિશિષ્ટતા છે.

→ કાન લાંબા,પહોળા અને ખુબ જ લબડતા હોય છે, આકાર વડના વળેલા પાન જેવા હોય છે.

→ આંખો અર્ધ બિડાયેલી અને અંદર ડુબેલી હોય છે. (તેથી તેને ઉંઘણસી જેવી લાગે છે.)

→ બળદ : ભારે કામ માટે સારા, ચાલ ધીમી, હળવી અને ગંભીર


સંવર્ધન કેન્દ્ર

→ પશુ સંવર્ધન કેન્દ્ર-જુનાગઢ

→ પશુ સંવર્ધન કેન્દ્ર - ભુતવડ (રાજકોટ)

→ પશુ સંવર્ધન કેન્દ્ર – ધુવાવ (જામનગર)

→ ભુવનેશ્વરી પીઠ ગૌશાળા - ગોંડલ

→ પશુ સંવર્ધન કેન્દ્ર - મોરબી

→ અક્ષર પુરુષોત્તમ ગૌશાળા - સારંગપુર

→ બીડજ - ખેડા


કાંકરેજ ગાય

→ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નામ ઉપરથી આ ગાયનું નામ 'કાંકરેજ ગાય' પાડવામાં આવ્યું છે.

→ મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં જોવા મળતી આ ગાયનું મૂળ સ્થાન ઉત્તર ગુજરાત છે.

→ ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

→ કાંકરેજ ગાયને વઢિયાર, વાગળ, વાહીયાલ, બન્નઈ, તલબડા, નાગર, વઢિયારી, વઢીયાળી વાગળ કે વાગોળીયાના નામથી પણ ઓળખવામાં આવે છે.

→ આ ગાય બીજ ચંદ્રાકાર/ અર્ધ ચંદ્રકાર શીંગડાવાળી સફેદ કે મુંજડા રંગની ગાય છે.

→ આ જાતિના બળદ ખેતી તથા ભારવહન કાર્ય માટે યોગ્ય છે.

→ બે વિયાણ વચ્ચેનો સમયગાળો સરેરાશ 17 થી 18 માસ હોય છે.

→ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ દૂધ એ-2(A-2) માટે કાંકરેજ ગાય જાણીતી છે.

→ કાંકરેજ ગાય 'સવાઈ ચાલ' (માથું અધ્ધર રાખી રુઆબ ભારી ઝડપ) માટે જાણીતી છે.

→ પશુ સંશોધન કેન્દ્ર ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિ નગર ખાતે નિભાવવામાં આવતા ધણની ગાયો વેતર દીઠ સરેરાશ 1800 લિટર દૂધ પેદા કરતી હોવાનું નોંધાયેલ છે.

→ ટેકસાલમાં આ ઓલાદનું સંવર્ધન કરી "શાંતા ગર્તુડિશ" ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી છે.

→ સાંઢનું વજન : 500 થી 700 કિલોગ્રામ

→ ગાયનું વજન : 400 થી 500 કિલોગ્રામ

→ તાજા જન્મેલા વાછરડાનું વજન : 22 થી 24 કિલોગ્રામ

→ પ્રથમ વિયાણની ઉંમર : 45 થી 50 મહિના

→ વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન : 1200 થી 1500 કિલોગ્રામ

→ સરેરાશ ફેટ : 4.5

→ બે વિયાણ વચ્ચેનો ગાળો : 17 થી 18 મહિના

→ દૂઝણા દિવસો : 315

→ વસુકેલા દિવસો : 120 થી 150


સંવર્ધન કેન્દ્ર
→ પશુ સંવર્ધન કેન્દ્ર : સરદાર કૃષિનગર , દાંતીવાડા, બનાસકાંઠા

→ પશુ ઉછેર કેન્દ્ર : થરાદ (બનાસકાંઠા)

→ પશુ ઉછેર કેન્દ્ર : ભુજ (કચ્છ)

→ કેટલ બ્રિડિંગ ફાર્મ : છરોડિ (અમદાવાદ)

→ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત : સાબરમતી આશ્રમ ગૌશાળા, બીડજ -ખેડા


ડાંગી ગાય

→ ડાંગના જંગલ વિસ્તાર ઉપરથી આ ઓલાદનું નામ 'ડાંગી ગાય' પાડવામાં આવ્યું છે.

→ આ ગાયનું મૂળ સ્થાન ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં જોવા મળે છે.

→ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી તથા મહારાષ્ટ્ર રાજયના અહમદનગર, નાસિક, થાણા અને કોલાણા જીલ્લામાં જોવા મળે છે.

→ ડાંગી ગાય મધ્યમ કદ અને મજબૂત બાંધાની હોય છે.

→ આ ગાયને ભારે વરસાદવાળા ડુંગરાળ પ્રદેશ અનુકૂળ આવે છે.

→ આ ઓલાદ કામાળ ઓલાદ છે.

→ આ ગાય પ્રતિવર્ષ 500 થી 700 લિટર સુધી દૂધ આપી શકે છે.

→ તેઓ સરેરાશ 50 થી 55 માસની ઉંમરે તથા સરેરાશ 1.5 વર્ષના અંતરે વાંછડાને જન્મ આપી શકે છે.

→ ડાંગી ઓલાદની ઉત્પતિ ડુંગરાળ વિસ્તારના સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંકરણથી થયેલ હોવાનું મનાય છે.

→ ગાયનું વજન : 325 થી 400 કી.ગ્રા.

→ સાંઢનું વજન : 400 થી 500 કિલોગ્રામ

→ વાછરડાનું વજન : 20 થી 21 કિલોગ્રામ

→ પ્રથમ વિયાણની ઉંમર : 54 મહિના

→ બે વિયાણ વચ્ચેનો ગાળો :18 મહિના

→ દૂધના ફેટ : 4

→ દૂઝણા દિવસો : 260

→ વસુકેલા દિવસો : 150


સંવર્ધન કેન્દ્ર
→ પશુ સંવર્ધન કેન્દ્ર : ઇગતપુરી, નાસીક (મહારાષ્ટ્ર)

→ પશુ સંવર્ધન કેન્દ્ર : તાઈગુર, જી. ધારવાર (કર્ણાટક)


સાહીવાલ ગાય

→ આ ગાયનું મુખ્ય ક્ષેત્ર પાકિસ્તાનનો મોન્ટગોમરી જિલ્લો છે.

→ ભારતમાં આ ગાય પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર તથા દિલ્હીમાં જોવા મળે છે.


સિંધી ગાય

→ આ ગાયનું મૂળ સ્થાન પાકિસ્તાન સિંઘ પ્રદેશ છે પરંતુ ભારતમાં સૌરાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓડિશા તથા પંજાબ રાજ્યમાં જોવા મળે છે.

→ આ ઉપરાંત સિંધી ગાય હરિયાણા, રાઠી, કંગ્યામ, અંગોલ, નાગોરી, ડાંગી, દેવની, ખેરાગઢી, મેવાતી, નિમાડી, થારપાકર વગેરે ગાયોની અન્ય જાતો છે.


ભારતમાં ગાયની પ્રમુખ જાતો

વિગત થરપાકર હરિયાણા ઓંગોલલાલ સિંધિ સાહીવાલ અમૃતહાલપોન્વાર
ઉછેર પ્રદેશ રાજસ્થાનનો જેસલમેર -જોધપુર હરિયાણા -ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશના ગંટૂર જિલ્લામાં પંજાબ, ઉત્તર પ્રદેશ પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ મૈસુર રાજ્ય ઉત્તર પ્રદેશ
ઉપયોગિતા દ્વિઅર્થી દ્વિઅર્થી દ્વિઅર્થી દૂધાળા દૂધાળા કામાળ કામાળ
વેતર દીઠ દૂધ ઉત્પાદન 1500 લિ. 1500 લિ. 1400 લિ. 1700 લિ. 1700-2100 લિ. 800-100 લિ. 800-1000 લિ.
વેતરાઉ દિવસો 293 300 270-300 275 270-300 250 250


વિદેશમાં ગાયની પ્રમુખ જાતો

વિગત હોલ્સ્ટેઈન ફ્રિઝિયન (H.F.) જર્સી બ્રાઉન સ્વીસ
મૂળ દેશ નેધરલેન્ડ ઈંગ્લેન્ડ (જર્સી ટાપુ પર) સ્વિટ્ઝર્લેન્ડ
ઉછેર પ્રદેશ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ન્યૂઝીલેન્ડ, ભારત અને યુરોપના દેશો ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત, ન્યૂઝીલેન્ડ અને યુરોપના દેશો વિશ્વના ઘણાં દેશોમાં
વિશિષ્ટતા કદાવર : 550 થી 700 કિ.ગ્રા. વજન
શરીર પર કાળા-ધોળા રંગના ધબ્બા
નાનું કદ : 350 થી 400 કિ.ગ્રા. વજન બદામી રંગનું શરીર મધ્યમ કદ : 500 થી 550 કિ.ગ્રા. વજન
ભૂખરો રંગ
પ્રથમ વિયાણની ઉંમર 26 થી 30 મહિના 24 થી 26 મહિના 30 મહિના
વેતરનું દૂધ 4500 થી 5500 લિટર 2500 થી 3000 લિટર 4500 લિટર
બે વિયાણ વચ્ચેનો સમયગાળો 13 થી 14 મહિના 13 થી 14 મહિના 12 થી 13 મહિના



ભારતમાં દુધાળ ગાયની ઓલાદો

→ સાહિવાલ : પંજાબ, રાજસ્થાન,હરીયાણા અને દિલ્હી

→ રેડ સિંધી : સિંધ પ્રદેશ,પંજાબ અને ઉત્તર પ્રદેશ

→ થરપાકર : રાજસ્થાન (ગુજરાતમાં કચ્છ જિલ્લામાં)


ભારતમાં દ્વિઅર્થી (દુધાળ/કામાળ) ગાયની ઓલાદો

→ હરયાણી: હરિયાણા,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન

→ દેઓની: મહારાષ્ટ્ર અને કર્ણાટક

→ એંગોલઃ આંધ્રપ્રદેશ

→ ક્રિષ્નાવેલી : કર્ણાટક

→ રાઠી : રાજસ્થાન


ભારતમાં કામાળ ગાયની ઓલાદો

→ ખિલારી : મહારાષ્ટ્ર અને કર્ણાટક

→ અમરીતમહાલઃ કર્ણાટક (અમૃતમહાલ)

→ માલવી : મધ્યપ્રદેશ

→ નાગોરી : રાજસ્થાન

→ કાંગાયમ : તમીલનાડુ

→ પોન્વાર : ઉત્તર પ્રદેશ


વિદેશી ગાયની ઓલાદો

→ હોલ્સ્ટન ફિજીયન: હોલેન્ડ (4500-5500 લિટર) વધારેમાં વધારે દુધ આપતી ગાય અને મોટામાં મોટી ગાય

→ જર્સી: જર્સી ટાપુ

→ આયર શાયર : સ્કોટલેન્ડ

→ બ્રાઉન સ્વીસઃ સ્વીડ્ઝલેન્ડ

→ રેડ ડન: ડેન્માર્ક

→ ગરન્સી : ગરન્સી ટાપુ

→ દુધાળ શોર્ટ હેન્ડઃ ઇંગ્લેન્ડનો ઈશાન ભાગ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments