Ad Code

નારાયણભાઇ દેસાઇ | Narayan Desai

નારાયણભાઇ દેસાઇ
નારાયણભાઇ દેસાઇ

→ જન્મ : 24 ડિસેમ્બર, 1924 (વલસાડ)

→ પૂરું નામ : મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ

→ અવસાન : 15 માર્ચ,2015 (સુરત)


→ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ ગાંધી વિચારક, અનુવાદક, ચરિત્રકાર અને ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ હતો.

→ ગાંધીજીના બાબલા તરીકે જાણીતા નારાયણભાઇ દેસાઇએ અંગ્રેજી ઢબનું શિક્ષણ લેવું નથી એવો સંકલ્પ કરી, સ્વકેળવણી દ્વારા ગાંધીજીની સાક્ષીમાં વ્યક્તિત્વ ઘડતરની તાલીમ લીધી હતી અને તેમણે વર્ધામાં ગાંધીજી સાથે વસવાટ કર્યો હતો.

→ પોતાનું સંપૂર્ણ જીવન ગાંધી વિચાાર ને સમર્પિત કરનાર નારાયણ દેસાઈ ગાંધીજીના જીવનનો પરિચય કરાવવા તથા ગાંધી અને ગાંધીવિચારના મર્મને સમજાવી લોકો ગાંધી મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવે તે માટે ગાંધીકથા નું આયોજન કરતા. તેમણે ગાંધી ક્યાંક હશે ભારતમાં ગીત-સંવાદોમાં કટાક્ષિકા લખી છે. તેમના પ્રવચનો અને લેખનો સંગ્રહ ઘણું જીવો ગુજરાતી માં થયેલો છે.

→ તેમણે સેવાગ્રામની બુનિયાદી શાળામાં અને વેડછી ગ્રામશાળામાં શિક્ષણ કાર્ય કર્યુ હતું.

→ નઈ તાલીમ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. તેમણે વેડછીમાં સંપૂર્ણ ક્રાંતિ વિધાલયનું સંચાલન પણ કર્યુ હતું.

→ તેઓ દેશને સ્વતંત્રતા મળ્યા બાદ વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી અખિલ ભારતીય શાંતિ સેનામાં જોડાયા હતા.

→ તેમણે વિનોબા ભાવે દ્વારા સંચાલિત ભૂદાન આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો તથા ભૂદાન આંદોલનનું મુખ્યપાત્ર ભૂમિપુત્ર શરૂ કર્યુ હતુ અને વર્ષ 1959 સુધી તેના તંત્રી પદે રહ્યા હતાં.

→ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ એ તેમના પિતા મહાદેવભાઈ દેસાઈ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક છે. જેને તેઓ પિતૃતર્પણ તરીકે ઓળખાવે છે. આ ચરિત્રાત્મક પુસ્તકને વર્ષ 1993માં દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

→ મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારિત તેમના પુસ્તક મારું જીવન એ જ મારી વાણી શીર્ષકથી બૃહદ ગાંધી ચરિત્ર ગ્રંથ લખ્યો હતો. જેને વર્ષ 2014માં મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

→ તેઓ 23-07-2007 થી 07-03-2015 દરમિયાન ગૂજરાત વિધાપીઠના કુલપતિ ઉપક તરીકે રહ્યા હતા. તેમજ તેમણે ગુજરાત સાહિત્ય પરિષદ પ્રમુખ પદ પણ શોભાવ્યું હતું.


સાહિત્ય સર્જન

→ બૃહદ ગાંધી ચરિત્ર ગ્રંથ : મારું જીવન એ જ મારી વાણી (ભાગ 1 થી 4)

→ નોંધપાત્ર પુસ્તકો : અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ભૂદાન આરોહણ, પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, સંત સેવા સુકૃત વાઘે, માં ઘરતીને ખોળે, શાંતિ સેના, અહિંસક પ્રતિકારની કહાણી, જયપ્રકાશ નારાયણ, મને કેમ વીસરે રે

→ અનુવાદ : રવિછબી, માટીનો માનવી

→ ઇતિહાસઃ સોનાર બાંગ્લા, લેનિન અને ભારત

→ સંપાદન: વેડછીનો વડલો


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments