Ad Code

ધીરૂબેન પટેલ | Dhiruben Patel

ધીરૂબેન પટેલ
ધીરૂબેન પટેલ

→ 'આગંતુક' નવલકથાના લેખિકા ધીરૂબેન પટેલ

→ જન્મ : 29 મે, 1926 (વડોદરા)

→ મૂળ વતન : ધર્મજ, ચરોતર

→ પિતા : ગોરધનભાઈ

→ માતા : ગંગાબા

→ અવસાન : 10 માર્ચ, 2023

→ ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ધીરુબેન પટેલ


→ તેમણે મુંબઇની પોદ્દાર હાઈસ્કુલમાંથી પ્રાથમિક શિક્ષણ અને મુંબઇની એલ્ફીન્સ્ટન કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

→ તેમની પ્રથમ નવલકથા વડવાનલ વર્ષ 1963માં પ્રસિદ્ધ થઈ હતી.

→ તેમની આંધળી ગલી લઘુનવલકથામાં નારી મનનાં અકળ ઊંડાણોને વ્યક્ત કર્યા છે.

→ તેઓ ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય લેખિકા હતા.

→ તેમણે જન્મભૂમિ પ્રકાશનના મહિલાઓના સામાયિક સુધાનું સંપાદન કર્યું હતું.

→ વર્ષ 1980માં તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ બનાવવામાં આવ્યું હતું.

→ અંગ્રેજી ભાષામાં કીચન પોએમ્સ (રસોડાના કાવ્યો) લખનારા ઘીરુબેને રેડિયોમાં ભજવી શકાય તેવા સંવાદથી સભર નાટકો આપ્યા છે.

→ તેમણે માર્ક ટ્રેઈનની કિશોરકથા ટોમ સાયર અને હકલબરી ફિનનાં પરાક્રમો અનુવાદ આપ્યા છે.

→ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની મહત્વની વેબસાઈટ લેકસીકોન (https://www.gujaratilexicon.com/ ની ઉદ્ગાટન તેમના હાથે કરવામાં આવ્યું હતું.

→ વર્ષ 2004-05માં તેમની ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી થઈ હતી.


પુરસ્કાર

→ વર્ષ 1980 : રણજીતરામ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1981 : કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક

→ વર્ષ 2001 : સાહિત્ય અકાદમીનો એવોર્ડ, દિલ્હી (આગંતુક)

→ વર્ષ 2002 : સાહિત્ય ગૌરવ પુરસ્કાર (ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી)


સાહિત્ય સર્જન

→ નવલકથા : આગંતુક, વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની મા, સંશયબીજ, ગગનનાં લગન, એક ડાળ મીઠી, પેઇંગ ગેસ્ટ

→ લઘુ નવલકથા : આંધળી ગલી, વાંસનો અંકુર, અનુસંધાન, એક ભલો માણસ, હુતાશન

→ ટૂંકી વાર્તાસંગ્રહ : વિશ્રંભકથા, અધુરો કોલ, એક લહર, જાવલ

→ નાટયગ્રંથ : પહેલું ઇનામ, પંખીનો માળો, વિનાશને પંથે રેડિયોના ટિકા : મનનો માનેલો, માયાપુરુષ

→ ફિલ્મની પટકથા : ભવની ભવાઇ

→ એકાંકી સંગ્રહ : નમણી નાગરવેલ

→ બાળસાહિત્ય પુસ્તક : અંડેરી ગંડેરી ટીપરીટેન, બતકનું બચ્ચું, મિત્રાના જોડકણા, પર દુઃખભંજન પેસ્તનજી

→ અન્ય : રાઘવનના સહકાર્યકરો

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments