→ ભારતીય વહાણવટા ઉધોગના પ્રથમ મહિલા તરીકે જાણીતા સુમતિ મોરારજી
→ તેમણે કોઇ શાળા કે કોલેજમાં શિક્ષણ લીધું ન હતું, પરંતુ તેમના પિતા એ ઘરે જ શિક્ષણણી વ્યવસ્થા કરી હતી.
→ તેમણે ગુજરાતી, હિંદી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત તેમજ વ્રજભાષા જાણતા હતાં.
→ તેમણે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી હતી.
→ તેમના લગ્ન મુંબઈના ઉધોગપતિ નરોત્તમ મોરારજીના પુત્ર શાંતિકુમાર સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમનું નામ સુમતિ રાખવામાં આવ્યું હતું.
→ નરોત્તમ મોરારજીએ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કરી હતી જે આગળ જતા ભારતની સૌથી મોટી શિપિંગ કંપની બની હતી.
→ સુમતિ મોરારજી વર્ષ 1932માં સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં મેનેજિંગ ડિરેકટર તરીકે જોડાયા હતાં. આગળ જતા તેમણે વર્ષ 1946માં કંપનીની સંપૂર્ણ કમાન સંભાળી હતી.
→ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણથી સ્થપાયેલી આ કંપનીએ તેમને વૈશ્વિક પ્રસિધ્ધિ અપાવી હતી.
→ તેઓ વર્ષ 1957-59 અને 1964-65 દરમિયાન ધી ઇન્ડિયન નેશનલ સ્ટીમશીપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ રહ્યાં હતાં.
→ વર્ષ 1970માં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વહાણવટા પરિષદમાં તેઓ એકમાત્ર મહિલા સભ્ય હતાં.
→ વહાણ માલિકોના સંગઠનમાં વિશ્વના પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું શ્રેય તેમને ફાળે જાય છે.
→ તેમણે 'ભારતીય વહાણવટાનો ઇતિહાસ' નામનો પ્રબંધ લખ્યો હતો.
→ તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોથી ઘણા પ્રભાવિત થયા હતાં અને વર્ષ 1942-46 દરમિયાન સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થયા હતાં.
→ વર્ષ 1942ની હિન્દ છોડો ચળવળ દરમિયાન જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા અને અરુણા અસફઅલી જેવા કાર્યકરો સુમતિ બેનના જૂહુના આવાસમાં રોકાતા હતા. ત્યાં એક છૂપું છાપખાનું પણ ચાલતું હતું. ગાંધીજી પણ ઘણી વખત અહીં રોકાતા હતાં. ગાંધીજીનો એ ખંડ આજે પણ જેમને તેમ જાળવી રખાયો છે.
→ તેમણે ભારતના ભાગલા વખતે સિંધીઓને પાકિસ્તાનમાંથી ભારત લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
→ તેમણે મુંબઇમાં જૂહુ ખાતે સુમતિ વિધા કેન્દ્રની સ્થાપના કરી હતી. તેઓ ઇસ્કોન સાથે જોડાયેલ હતાં.
→ તેમને વર્ષ 1971માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments