→ ખેતી ઉપરાંત વેપાર અને ઉદ્યોગોનો પણ વિકાસ થાય તેવાં પગલાં ભરવામાં આવેલાં.
→ વેપારીઓ માટે સરળ વ્યાજે નાણાં મળી રહે તે માટે 1927માં "મર્કન્ટાઈલ બેન્ક" શરૂ કરવામાં આવી.
→ આ જ વર્ષે મીરબીમાં "મોરબી રૂ.વેપારી મંડળ" સ્થપાયું.
→ 1929માં પ્રસિદ્ધ પરશુરામ પોટરીની સ્થાપના થઈ.
→ મોરબી તેના ત્રણ ઉદ્યોગો માટે પ્રસિદ્ધ બન્યું છે. નળિયા, તળિયા અને ઘડિયાં આ નળિયા (વિલાયતી) તળિયા (ટાઈલ્સ) અને ઘડિયાં (ઘડિયાળ)ના વિકાસ માટે મહારાજા લખધીરજી ફાળો મહત્ત્વનો છે.
→ વેપારના વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય એ ₹ 9 લાખના ખર્ચે બંદર બંધાવ્યું. તેનું નામ "નવલખી બંદર" રખાયું.
→ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યા.
→ 1923માં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત કર્યું.
→ 1938માં કલાભવન ઉર્ફે ટેનિકલ ઇન્સ્ટિટયૂટ સ્થાપવા 7 લાખનું દાન કર્યું. આ સંસ્થા જ વિકાસ પામીને લખધીરજી એન્જિનિયરીંગ કોલેજ બની હતી.
→ સૌરાષ્ટ્રની તે પ્રથમ એન્જિનિયરીંગ કોલેજ છે.
→ એન્જિનિયરીંગ કોલેજ સ્થાપવા માટે ભાવનગર અને મોરબી બંનેએ પોતાના દાવા રજૂ કર્યા. પરંતુ મુંબઈ યુનિવર્સિટીની આ માટે નીમાયેલી સમિતિએ મોરબી અનુકૂળ લાગતા મોરબીને મંજૂરી આપવામાં આવી. આ માટે લખધીરજીએ પોતાનો નજરબાગ પેલેસ કોલેજ ચલાવવા આપી દીધો.
→ આ સિવાય તેમણે "સર વાઘજી હોસ્પિટલ" અને 'નંદકુંવરબા જનાના હોસ્પિટલ'ની પણ સ્થાપના કરી.
→ સૌરાષ્ટ્રમાં સિમેન્ટના રસ્તા સૌપ્રથમ મોરબી રાજ્યએ બંધાવ્યા હતા.
→ તેમણે મણિમંદિર નું અધૂરું કાર્ય પૂર્ણ કરાવ્યું અને તેમાં હિંદુ દેવોની પ્રતિમાં પધરાવીને તેને 'વાઘમંદિર' નામ આપ્યું હતું.
→ તેની આસપાસ શાખા-પ્રશાખાઓમાં વિલિંગ્ડન સેક્રેટેરિયેટ બનાવી ત્યાં રાજ્યની બધી કચરીઓ રાખી.
→ 1935માં મોરબીમાં લોઈડ ગેટ બંધાવ્યો, પરંતુ મોરબીની પ્રજા તેને નગરગટ કહેતી. આઝાદી પછી જવાહરલાલ નહેરુ મોરબી આવતાં આ ગેટનું નામ નહેરુ ગેટ પાડવામાં આવ્યું.
1947માં ભારત દેશ આઝાદ થયો અને દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું ત્યારે લખધીરજીએ મોરબી રાજ્યને ભારત સંઘ સાથે જોડવાના કરાર પર સહી કરતા પૂર્વે પોતાને રાજાપદેથી મુક્ત કરવા અને પોતાના પુત્ર મહેન્દ્રસિંહજીને ગાદીએ બેસાડવાની વિનંતી કરેલી આથી, ભારત સરકારે મહેન્દ્રસિંહજીને 1947માં મોરબીના રાજા માન્ય ગણ્યા. તેમણે 1948 ભારત સાથેના જોડાણ ઉપર રાજ્ય વતી સહી કરી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇