Ad Code

જયકિશન પંચાલ | Jaikishan Dayabhai Panchal

જયકિશન પંચાલ
જયકિશન પંચાલ

→ જન્મ : 4 નવેમ્બર, 1929 વાંસદા

→ અવસાન : 12 સપ્ટેમ્બર 1971 (મુંબઈ)

→ પૂરું નામ :જયકિશન ડાહ્યાલાલ પંચાલ


→ 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ..' અને 'દોસ્ત દોસ્ત ના રહા... જેવા શિર્ષક ગીતો આપનાર અને સંગીતક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મજગતમાં 'શંકર-જયકિશન' સંગીત બેલડીમાંના એક એવા જયકિશન પંચાલ

→ તેઓએ શરૂઆતમાં સંગીતની તાલીમ વાડીલાલજી અને પ્રેમશંકર નાયક પાસેથી લીધી હતી. બાદમાં તેઓ સંગીતની તાલીમ લેવા માટે વાંસદાની શ્રી પ્રતાપ સિલ્વર જ્યુબિલી ગાયનશાળામાં જોડાયા હતા. આ સંસ્થા હાલમાં જયકિશન સંગીતનિકેતન તરીકે જાણીતી છે.

→ તેઓ મુંબઇ જઇને વિનાયક તાંબે પાસે સંગીત શીખ્યા હતા. મુંબઇમાં તેઓ ગુજરાતી નાટ્યવિદ્ ચંદ્રવદન ભટ્ટને ત્યાં શંકર(શંકરસિંહ, જન્મસ્થળ: હૈદરાબાદ) ના પરિચયમાં આવ્યા હતા અને બંનેએ સંગીતક્ષેત્રમાં એક સાથે કામ કરવાનું નક્કી કર્યું. આ સાથે તેમને પૃથ્વી થિયેટર્સમાં હાર્મોનિયમ વગાડવાની તક મળી હતી.

→ રાજ કપૂરની પ્રથમ ફિલ્મ આગના સંગીત નિર્દેશક રામ ગાંગુલીના વાધવૃંદમાં 'શંકર- જયકિશન'ની જોડીનો સમાવેશ થયો હતો ત્યારબાદ રાજ કપૂરની 'બરસાત' ફિલ્મમાં તેમને સંગીત - નિર્દેશન કરવાની તક મળી હતી. રાજ કપૂરના જીવનના અંત સુધી તેમનો રાજ કપૂર સાથેના સંબંધ જળવાય રહ્યા હતા.

→ રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેન્દ્રકુમાર અને મનોજકુમારની અનેક સફળ ફિલ્મોમાં શંકર જયકિશનનો મોટો ફાળો રહ્યો છે.

→ વર્ષ 1949-84 દરમિયાન શંકર-જયકિશનના સંગીત નિર્દેશનવાળી લગભગ 170 ફિલ્મો રજૂ થઈ હતી. હિન્દી ફિલ્મજગતમાં શંકર-જયકિશનના સંગીત પર થિયેટરોમાં તાલીઓના ગડગડાટ થતા હતા.

→ શંકર-જયકિશનની જોડીએ જીસ દેશમે ગંગા બહતી હૈ, શ્રી 420, મેરા નામ જોકર, આવારા, નગીના, પતિતા, બસંત બહાર, રાજહઠ, કઠપૂતળી, અનાડી, ચોરી ચોરી, દાગ, મેં નશે મેં હું, બૂટ પોલિશ, શરારત, લવ મેરેજ, દિલ અપના ઔર પ્રીત પરાઈ, અસલી—નકલી અને તીસરી કસમ જેવી વગેરે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

→ બરસાત મે હમસે મિલે તુમ, આવારા હું, મેરા જૂતા હૈ જાપાની, હોઠો પે સચ્ચાઇ રહતી હૈ, સબ કુછ શીખા હમને, દિલ અપના ઔર પ્રીત પરાઈ, દિલ તેરા દિવાના હૈ સનમ, ચાહે કોઈ મુઝે જંગલી કહે, દિલ એક મંદિર હૈ, પૈસે કી પહેચાન યહાં અને વગેરે જેવા શંકર-જયકિશનની જોડી એ શીર્ષક ગીતો આપ્યા હતા.

→ ભારત સરકાર દ્વારા જયકિશનને વર્ષ 1968માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ જયકિશનના નિધન બાદ શંકરે 'શંકર-જયકિશન'નું બ્રાન્ડ નેઇમ ચાલુ રાખીને ફિલ્મોમાં સંગીત નિર્દેશન ચાલુ રાખ્યું હતું.

→ શંકર-જયકિશન ફાઉન્ડેશન -અમદાવાદ દ્વારા શંકર-જયકિશનના સંગીતની ધૂન સાથેના ગીતોનું પ્રસારણ કરવામાં આવે છે. જેને સાંભળીને આજે પણ સંગીત પ્રેમીઓ જુમી ઉઠે છે.

→ શંકર—જયકિશનની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા મે, 2013માં 'શંકર-જયકિશન' નામની સ્મારક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

→ તેઓના સંગીત ચાહકો દ્વારા વતન વાંસદાના મેદાન ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments