યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ | International Day of Preventing the Exploitation of the Environment in War and Armed Conflict
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ | International Day of Preventing the Exploitation of the Environment in War and Armed Conflict
→ દર વર્ષે 6 નવેમ્બરને યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ લોકોમાં પર્યાવરણ પરના યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષના નુકસાનકારક પ્રભાવો વિશે જાગૃતિ લાવવામાટે આ દિવસ ઉજવવામાં આવે છે.
→ અખાતી યુદ્ધો દરમિયાન થયેલા પર્યાવરણીય નુકશાને પર્યાવરણ વિદોને વિચારતા કરી દીધા અને પરીણામે સંયુક્ત રાષ્ટ્ર (UN) માં 5 નવેમ્બર, 2001ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જે અંતર્ગત દર વર્ષે 6 નવેમ્બરના દિવસને યુદ્ધ અને VA સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનો જાહેર કરવામાં આવ્યો હતો.
→ આ દિવસને World day to Protect the Environment in War તરીકે પણ ઉજવવામાં આવે છે.
→ વિશ્વમાં થતા યુદ્ધો પાછળ વિભિન્ન રાજકીય, સામાજિક, આર્થિક વગેરે કારણો રહેલા હોય છે અને આ યુદ્ધોમાં હાર કે જીત ગમે તે પક્ષની થાય પરંતુ તેના લીધે થતા વૈશ્વિક પર્યાવરણીય શોષણની અસરો સમગ્ર વિશ્વની માનવ વસાહતે અને જીવસૃષ્ટિએ ભોગવવાની રહે છે.
→ માત્ર અખાતી યુદ્ધની વાત કરીએ તો ઇરાકી સેનાએ કુવૈતના 736 તેલના કુવાઓમાં આગ લગાડી દીધી હતી. જેના લીધે કુવૈત ઘણા ઘણા દિવસો સુધી ધુમાડામાં સપડાયેલું રહ્યું હતું અને મૂલ્યવાન કુદરતી સંપત્તિનો નાશ થયો હતો.
→ યુદ્ધોને લીધે મરેલા અને ભટકતા સૈનિકો, નાગરિકો, નાશ પામેલા નગરો ઉપરાંત પાણીના કૂવાઓનું પ્રદુષણ, કપાયેલા અને સળગી ગયેલા જંગલો, પ્રદૂષિત જમીન અને પ્રાણીઓનો પર્યાવરણીય શોષણમાં સામાવેશ થાય છે.
→ આ ઉપરાંત UNEP એ યુદ્ધથી થતા નુકશાનમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઇમારતી લાકડા, હીરા, સોનું, ખનિજતેલ, કોલસો ઉપરાંત ફળદ્રુપ જમીન અને પાણીનો સમાવેશ કર્યો છે.
→ એવી જ રીતે યુદ્ધો બંદરો અને રક્ષણાત્મક કવચ બનાવવામાં યુરેનિયમનો મોટા પાયે ઉપયોગ થાય છે. જેના લીધે ભારે ધાતુ તરીકેના યુરેનિયમના રાસાયણિક ગુણધર્મો મનુષ્ય ઉપર, નાના બાળકો ઉપર અને પશુઓ ઉપર ખરાબ અસર પહોંચાડે છે.
→ 27 મે, 2016ના રોજ U.N. Enviourment Assambly એ UNEP/EA.2 RES.15 નો એક પ્રોગ્રામ સ્વીકાર્યો જેના અંતર્ગત લશ્કરી તાકાતોની કાર્યવાહીથી પર્યાવરણને સ્વસ્થ અને કુદરતી સંસાધનોને ટકાઉ મેનેજમેન્ટથી રાખવાને મહત્વ આપવામાં આવ્યું છે.
0 Comments