→ તેઓ વર્ષ 1944માં પિતા સાથે લંડન ગયા અને ત્યાં તેમણે 13 અંકોની બે સંખ્યાનો ગુણાકાર 28 સેકન્ડમાં કરી સાચો જવાબ આપ્યો હતો. તેમનો આ રેકોર્ડ વર્ષ 1982માં ગીનીશ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
→ તેમને વર્ષ 1969માં ફિલિપાઇન્સ યુનિવર્સિટી દ્વારા સ્પેશિયલ વુમન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.
→ સપ્ટેમ્બર, 1973માં BBC રેડિયો ચેનલ દ્વારા નેશનવાઈડ કાર્યક્રમમાં ગણિતના પૂછવામાં આવેલા પ્રશ્નો તેના તેમણે સાચા જવાબો આપતા વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા હતાં.
→ તેમણે વર્ષ 1977માં આધુનિક કોમ્પ્યુટર યુનિવાક સાથે સ્પર્ધા કરી 50 સેકન્ડમાં પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હતો. જ્યારે તે જવાબ 'યુનિવાક' કોમ્પ્યુટરે 62 સેકન્ડમાં આપ્યો હતો.
→ તેઓ એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ઉપરાંત જયોતિષ વિધામાં નિષ્ણાંત, સામાજીક કાર્યકર્તા અને લેખક હતા
→ તેમણે વર્ષ 1977માં વર્લ્ડ ઓફ હોમોસેકસુઅલ નામનું પુસ્તક લખ્યું હતું.
→ તેમના નામ પર હિંદી ફિલ્મ શકુંતલાદેવી બની છે. જેમાં વિધાબાલને શકુંતલાદેવીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મનાં ડિરેક્ટર (Director) અનુમેનન હતાં.
→ વર્ષ 1980માં તેઓ મુંબઈ દક્ષિણ અને આંધ્રપ્રદેશ માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
0 Comments