Ad Code

ફાધર વાલેસ | Father Wallace

ફાધર વાલેસ
ફાધર વાલેસ

→ જન્મ : 4 નવેમ્બર, 1925 (લોગ્રોનો,સ્પેન)

→ પૂરું નામ : વાલેસ કાર્લોસ જોસે

→ અવસાન : 9 નવેમ્બર, 2020 (મૅડ્રિડ, સ્પેન)

→ મૂળ સ્પેનમાં જન્મેલા એને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સાહિત્યકાર ફાધર વાલેસ


→ તેમણે સલમાન્કા યુનિવર્સિટી ખાતેથી ગ્રીક વિષય સાથે અને ગ્રેવોરિયન યુનિવર્સિટી ખાતેથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે B.A પાસ કર્યું હતું.

→ તેમણે વર્ષ 1953માં મદ્રાસ યુનિવર્સિટી ખાતેથી ગણિત વિષય સાથે M.A ની પદવી મેળવી હતી.

→ તેમણે ગુજરાતી ભાષાનું જ્ઞાન વિધાનગર ખાતેથી મેળવ્યું હતું.

→ તેમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે.

→ તેમણે અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી તથા તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતાં.

→ તેઓ ગુજરાત સમાચારમાં બહુ જ લોકપ્રિય નિવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીને ના સર્જક હતાં.

→ વર્ષ 1960માં તેમનું પ્રથમ પુસ્તક સદાચાર પ્રગટ થયું હતું. ત્યારબાદ તેઓ કુમાર માસિકમાં વ્યક્તિઘડતરની લેખમાળામાં લેખો લખતા હતાં.

→ તેમણે વર્ષ 1999માં સ્પેનીશ (અંગ્રેજી) વેબસાઇટ શરૂ કરી હતી. તેમણે 70 થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં અને 25 થી વધુ પુસ્તકો ગુજરાતીમાં લખ્યા છે.

→ તેમને વર્ષ 1966માં કુમારચંદ્ર અને વર્ષ 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે.


સાહિત્ય સર્જન

→ નિબંધ : સદાચાર, જીવનજીવતાં, સાધકની આંતરકથા શબ્દલોક, લગ્નસાગર, પરદેશ, મૃગચર્ચાના લાભ, સમાજ ઘડતર, ફાધર વાલેસ લેખન સંચય-ભાગ 1-5, રોમે રોમે, આભીય શ્રાગો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો

→ અન્ય : વ્યક્તિ ઘડતર, જીવન ઘડતર, સમાજ ઘડતર, પ્રસન્નતાની પાંખડીએ



પંક્તિઓ

→ ઉતર તરફની દિશા એટલે પ્રગતિની દિશા,
ઉન્નતિને આબાદી અને અધોગતિને બરબાદી

→ માનવીને એ ન શોભે. યવાનને એ ન પાલવે


Post a Comment

0 Comments