FIFA | ફેડરેશન ઈન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન

FIFA
FIFA

→ FIFAનું પૂરું નામ “ફેડરેશન ઈન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન' છે.

→ FIFA એ ફૂટબોલ, ફૂટસલ (Futsal) અને બીચ સોકર (Beach Soccer)નું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે.

→ FIFAનું વડુમથક સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ ખાતે આવેલું છે.

→ FIFAના વર્તમાન અધ્યક્ષ શ્રી જિયાન્ની ઈન્ફન્ટિનો છે.


ફૂટબોલ વર્લ્ડ કપનો ઈતિહાસ
→ ફૂટબોલ વર્લ્ડકપનો પ્રારંભ ઈ.સ.1930થી થયો હતો.

→ ઈ.સ. 1930 થી દર ચાર વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે.

→ જોકે વર્ષ 1942 અને 1946માં બીજા વિશ્વયુદ્ધને આ વર્લ્ડકપ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

→ ઈ.સ. 1930માં સૌપ્રથમ વખત આ વર્લ્ડ કપ યોજાયો હતો. જેમાં આર્જેન્ટિનાને પરાજય આપીને યજમાન ઉરુગ્વે વિજેતા બન્યું હતું

→ હવે પછી વર્ષ 2030માં મોરોક્કો, પોર્ટગલ અને સ્પેનમાં 24મો વર્લ્ડ કપ યોજાશે.

→ 2026 સુધીમાં કુલ 23 વખત ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો છે.

→ જેમાં સૌથી વધુ પાંચ વખત બ્રાઝિલે આ વર્લ્ડ કપ જીત્યો છે.

→ FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીનું નામ કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) છે. તેમણે સૌથી વધુ 22 ગોલ કર્યા છે.

→ ફૂટબોલ (ઉપરાંત પોલો અને હોકી)ની રમતનું મેદાન ફિલ્ડ તરીકે ઓળખાય છે. ફૂટબોલ (ઉપરાંત ક્રિકેટ અને હોકી)ની રમતમાં એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે.

→ FIFA ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં એકેય વખત ભાગ લીધો નથી.

→ સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈમાં વર્લ્ડ કપનું આયોજન થાય છે પરંતુ પ્રથમ વખત 2022નો કતાર વર્લ્ડ કપ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયો હતો. કતારમાં ગરમી વધારે પડતી હોવાથી સારા વાતાનુકૂલિત માટે નવેમ્બર-ડિસેમ્બરમાં આ વર્લ્ડકપ યોજાયો હતો.

→ ફિફા દ્વારા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે.

→ 1930 થી 1970 દરમિયાન આપવામાં આવેલ ટ્રોફી કપ જુલ્સ રિમેટ ટ્રોફી હતી. જેનું નામ ફ્રેન્ચ વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 1970માં સ્પર્ધા માટે FIFA વર્લ્ડ કપ નામની નવી ટ્રોફી રજૂ કરવામાં આવી હતી.

→ પ્રથમ ફિફા વર્લ્ડ કપ (1930)માં કોઈ સત્તાવાર બોલ ન હતો અને બે ફાઈનાલિસ્ટ ઉરુગ્વે (ટી મોડલ બોલ) અને આર્જેન્ટિના (ટિ-એન્ટો) પોતાના બોલ લાવ્યા હતા.

→ વિશ્વના બે તૃતીયાંશથી વધુ ફૂટબોલ પાકિસ્તાનમાં બને છે અને સિયાલકોટ એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે.


ફિફા વર્લ્ડ કપ 2026

→ ફિફા વર્લ્ડ કપ 2026નું આયોજન 11 જૂન થી 19 જુલાઈ, 2026 દરમિયાન થયું હતું.

→ ફિફા વર્લ્ડ કપ 2026ના યજમાન દેશો કેનેડા, મેક્સિકો, અને યુનાઈટેડ સ્ટેટ્સ હતા.

→ ફૂટબોલ વર્લ્ડકપ 2026ની પ્રથમ મેચ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 જૂનના રોજ મેક્સિકો સિટીના એસ્ટાડિયો એક્રોન સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ વર્લ્ડ કપમાં કુલ 48 ટીમોએ ભાગ લીધો હતો.

→ 2026 ફિફા વર્લ્ડ કપનો સત્તાવાર મેચ બોલ “ટિઓન્ડા' (Trionda) છે. તેને “એડિડાસ ટ્રિઓન્ડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ આ નામનો અર્થ “ત્રણ તરંગો' થાય છે, જે આ વર્લ્ડ કપના ત્રણ યજમાન દેશો (કેનેડા, મેક્સિકો અને યુનાઈટેડ સ્ટેટ્સ)નું પ્રતિનિધિત્વ કરે છે.

→ યજમાન દેશોના સન્માનમાં તેમાં લાલ, લીલો અને વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

→ બોલ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે. બોલની અંદર એક નાની 500 Hz IMU મોશન સેન્સર ચિપ મુકવામાં આવી હતી. આ સેન્સર દર સેકન્ડે 500 વખત ડેટા ટ્રાન્સમિટ કરે છે. તે બોલની ગતિ, સ્પિન અને દિશાની માહિતી રિયલ ટાઈમમાં પૂરી પાડે છે.


ફિફા વર્લ્ડ કપ 2026નું સત્તાવાર માસ્કોટ

→ ફિફા વર્લ્ડ કપ 2026ના સત્તાવાર માસ્કોટ મેપલ (Maple), ઝાય (Zayu) અને ક્લચ (Clutch) છે.

→ મેપલઃ કેનેડા દેશનું પ્રતિનિધિત્વ કરતું મૂઝ પ્રાણી

→ ઝાયુ: મેક્સિકો દેશનું પ્રતિનિધિત્વ કરતું જગ્ગુઆર

→ ક્લચઃ યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરતું બાલ્ડ ઈગલ



→ સ્પેન એક સાથે મેન્સ અને વિમેન્સ બંને ફિફા વર્લ્ડ કપ ટાઈટલ જીતનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે.

→ લેમિન યમલ 20 વર્ષની ઉંમર પહેલા UEFA યુરોપિયન ચેમ્પિયનશિપ અને ફિફા વર્લ્ડ કપ બંને જીતનાર પ્રથમ કિશોર બન્યો છે.

→ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છ ફિફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments