Ad Code

તબલા | નરઘા | Tabla


તબલા

→ તબલા અવાનદ્ધ વાદ્ય છે.

→ આધુનિક સમયમાં ગાયન, વાદન તથા નૃત્યમાં તબલાનો ઉપયોગ થાય છે.

→ અમીર ખુશરોએ મૃદંગના બે ભાગ તબલાની શોધ કરી હતી.

→ તબલાને નરઘા પણ કહે છે.

→ તબલાને જમણા હાથે તેમજ બાયુને ડાબા હાથે વગાડાય છે.

→ તબલાની નીચેના ગોળ ભાગને ગજરા કહેવાય છે.


→ ભારતના આધુનિક અગ્રણી તબલાવાદકોમાં દિલ્હી તથા ફરુખાબાદ વાદન-શૈલીના ઉસ્તાદ અહમદજાન થિરકવા, પંડિત ચતુરલાલ, ઉસ્તાદ અલ્લારખાં, ઉસ્તાદ ઝાકિરહુસેન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ, પંડિત સમતા પ્રસાદ, વગેરે મોખરે છે.

→ નગારું એ પ્રાચીન સાહિત્યમાં દુંદુભિ તરીકે ઉલ્લેખ પામ્યું છે. તેનો ઉપયોગ શાંતિના સમયમાં મંદિરોમાં અને યુદ્ધના સમયમાં રણાંગણ પર કરવામાં આવતો.

→ મોટા આકારના નગારાને નોબત કહેવામાં આવે છે. તે શરણાઈ સાથે લાકડાની દાંડીથી વગાડવામાં આવે છે. મુઘલ સમયમાં તે સવારી દરમિયાન ઘોડા પર બે બાજુ મૂકીને વગાડવામાં આવતી.

→ ત્રાંસું નગારાનું નાનું સ્વરૂપ છે, જે તાંબાનું બનેલું હોય છે.





તબલામાં તાલનું પ્રાધાન્ય હોવાથી આ વાદ્ય ઉત્તર હિંદુસ્તાની કંઠ્ય અને વાદ્યસંગીતમાં અનિવાર્ય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે.

Post a Comment

0 Comments