→ દક્ષિણ ભારતમાં જેને મૃદંગ કહેવાય છે તે જ ચર્મવાદ્યને ઉત્તર હિંદુસ્તાનમાં પખવાજ (પખાવજ) કહેવામાં આવે છે.
→ પુરાણ કથા પ્રમાણે ભગવાન શિવ જ્યારે તાંડવનૃત્ય કરતા હતા ત્યારે ભગવાન ગણેશે જે વાદ્ય વગાડ્યું તે મૃદંગ.
→ આ વાદ્યની શોધ બ્રહ્માએ કરી હતી એવી પણ અનુશ્રુતિ છે.
→ એક જમાનામાં તે માટીનું બનાવવામાં આવતું, પરંતુ હવે તે લાકડાનું બનાવવામાં આવે છે.
→ તેના આજુબાજુના બે છેડા પર ચામડાં મઢવામાં આવે છે અને તેના પર શાહી લગાડવાથી હાથના તળિયા અને આંગળીઓના ઉપયોગ વડે તે કર્ણપ્રિય અવાજ કાઢી શકે છે.
→ કર્ણાટક શૈલીના સંગીતમાં ગાયકને સાથ આપવા માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
→ ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીમાં પખાવજને ગૌણ સ્થાન આપવામાં આવે છે અને તે મોટેભાગે મંદિરો અને હવેલીઓમાં વગાડવામાં આવે છે.
→ મૃદંગ ઢોલક જેવું જ હોય છે, પરંતુ તેને એક છેડો બહુ મોટો અને એક છેડો ખૂબ નાનો હોય છે.
→ રામાયણ, મહાભારત અને કાલિદાસના નાટકો સુદ્ધાંમાં મૃદંગના ઉલ્લેખ છે.
→ ૧૮મી સદીમાં થઇ ગયેલા ભારતીય સંગીતકાર આદિત્યરામ વૈકુંઠરામ વ્યાસને જૂનાગઢના નવાબે ગુરુપદે સ્થાપ્યા હતા.
→ જામનગરના દરબારમાં રાજગાયક તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. તેઓ ધ્રુપ 'ગાયન અને મૃદંગવાદનમાં નિપુણ હતા જેમની ધ્રુપ' અને ધમાર રચનાઓનો વિપુલ સંગ્રહ 'સંગીત આદિત્ય' નામથી પ્રસિદ્ધ થયેલ.
→ પંડિત મદન મોહન, પંડિત ભોલાનાથ, પંડિત અમરનાથ મિશ્ર, બડે રામદાસજી, પાગલદાસજી, જયા ભાસ્કર વગેરે ભારતના પ્રસિદ્ધ મૃદંગવાદકો છે.
→ નિદુમોલુ સુમતિ ભારતના પ્રથમ હરોળના મહિલા મૃદંગવાદક ગણાય છે. ૨૦૨૧ના ગણતંત્રદિવસની પૂર્વસંધ્યાએ નિદુમોલુ સુમતિને ભારતના ચતુર્થ સર્વોચ્ચના નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. પિતા શ્રી નિદુમોલુ રાઘવૈયા આંધ્રપ્રદેશના જાણીતા મૃદંગ વિદ્વાન હતા.
→ ૨૦૦૦માં નિદુમોલુ સુમતિ 'લય વેદિકા' સંસ્થાની સ્થાપના કરી. જે એક એવી સંસ્થા છે જે મૃદંગવાદનને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું આયોજન કરે છે અને નિપુણ નીવડેલા વિદ્વાનને 'લય પ્રવીણ'ની ઉપાધિ આપી સન્માને છે.
0 Comments