→ ખંજરી એક ગોળાકાર વાદ્ય છે. જેમાં એક બાજુ ચામડું મઢેલું હોય છે જયારે બીજી બાજુ નાના નાના ઝાંઝ ફિટ કરેલા હોય છે જેથી એકી સાથે બે તાલ સંભળાય છે.
→ ખંજરી એક સાદું તથા નાનું વાદ્ય યંત્ર છે, જે બે-અઢી ઇંચ પહોળી લાકડાની પટ્ટીને ગોળાકારે જોડી તેની પરિઘ પર એક તરફ ચામડા વડે મઢાવામાં આવ્યું હોય છે. એની બીજી તરફ ખુલ્લી રહેતી હોય છે. આમ થાળી જેવા આકારનું આ વાદ્ય બને છે.
→ થાળી જેવી કિનારમાં થોડા-થોડા અંતરે જગ્યા કરીને તેમાં ધાતુની નાની નાની ૨-૩ તક્તિઓ એક સળીયા પર પરોવીને લગાવેલી હોય છે.
→ આ વાદ્યને એક હાથમાં પકડીને બીજા હાથ વડે થાપ મારી વગાડવામાં આવે છે.
→ જેનો ઝાંઝની જેમ થાપ પડતાંની સાથે જ સ્વત: ઝંકાર ઉઠે છે.
→ આ વાદ્યનો ઉપયોગ મુખ્યત્વે ભજનોમાં અને મંદિરોમાં આરતિ-કિર્તન દરમ્યાન સંગીત માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ગીત ગાઇને ભીખ માગવા વાળા ભિખારીઓ તથા લોક સંગીતમાં પણ થતો આવ્યો છે.
0 Comments