→ સંતૂર નામનું તંતુવાદ્ય મૂળ કાશ્મીરનું લોકવાદ્ય હતું.
→ સંતૂરને 'શતતંત્રી વીણા' પણ કહેવામાં આવે છે.
→ સંતૂરની અંદર લાકડાની બનેલી પેટીમાં બધી રચના હોય છે.
→ મૂળ વાદ્યમાં સો તાર રહેતા, પરંતુ ત્યારે તેના પર ઝાલા, જોડ અને ગતકારી જેવા શાસ્ત્રીય સંગીતના જુદા જુદા પ્રકારો સારી રીતે વગાડી શકાતા નહિ. તેની આ ખામી દૂર કરવાનો યશ કાશ્મીરના શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઉમાદત્ત શર્માને ફાળે જાય છે. તેમણે સંતૂરમાં સો તારમાં સોળ વધારાના તાર ઉમેરીને 116 તાર ગોઠવ્યા, જેને લીધે આ વાદ્ય હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બધા જ રાગોનું સર્જન કરવા સક્ષમ થયું.
→ આજના સંતૂર પર 25 જેટલા ‘બ્રિજ’ હોય છે અને તે દરેક ‘બ્રિજ’ પર ઓછામાં ઓછા ચાર તાર હોય છે.
→ આ સંતૂરને આગળથી વળેલી લાકડી દ્વારા વગાડવામાં આવે છે.
→ સંતૂરનો સામાન્ય રીતથી લોક સંગીતમાં ઉપયોગ થાય છે. પરંતુ અત્યારે સૂફી સંગીતમાં પણ તેનો ઉપયોગ થાય છે.
→ સંતૂર વાદ્યને ભારતમાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે લોકપ્રિય બનાવવાનો યશ ઉમાદત્ત શર્માના પુત્ર અને હાલના ભારતના વિશ્વવિખ્યાત અગ્રણી સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માને ફાળે જાય છે.
0 Comments