- અણીના વખતે → તાકડે
- અવાજની સૃષ્ટિ → ધ્વન્યાલોક
- આંખ આગળ ખડું થઇ જાય તેવું → તાદ્શ
- આખા દેશ માટેની ભાષા → રાષ્ટ્રભાષા
- કુરાનના વાક્યો → આયાત
- કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન → કોસ
- કોઇ પવિત્ર કે યાત્રાની જગા → તીર્થ
- ખરાબ રીતે જાણીતો → નામચીન
- ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની → થૂલી
- ચમકની છાંટવાળો આરસપહાણ → સંગેમરમર
- ચાલવાનો અવાજ → પગરવ
- જગતનું નિયંત્રણ કરનાર → જગતનિયતા
- જેની કોઇ સીમા નથી તે → અસીમ
- જેની પત્ની મૃત્યુ પામી છે તે → વિધુર
- જેની બુદ્ધિ સ્થિર છે તે → સ્થિતપ્રજ્ઞ
- જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ → પ્રજ્ઞાચક્ષુ
- ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો → સવ્યસાચી
- તત્વને જાણનાર → તત્વજ્ઞ
- ધર્મમાં અંધ હોવું → ધર્માંધ
- ધીરધારનો ધંધો કરનાર → શરાફ
- નદીની કાંકરાવાળી જાડી રેતી → વેકરો
- પગ વેડે કરવામાં આવેતો પ્રહાર → પદાઘાત
- પગે ચાલવનો રસ્તો → પગદંડી
- પરાધીન હોવાનો અભાવ → ઓશિયાળું
- પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા → કાગવિદ્યા
- પાંદડાનો ધીમો અવાજ → પર્ણમર્મર
- પાણીના વાસણ મૂકવાની જગ્યા → પાણિયારું
- પૂર્વ તરફની દિશા → પ્રાચી
- પ્રજાની માલિકીનું કરવું તે → રાષ્ટ્રીયકરણ
- પ્રયત્ન કર્યા વિના → અનાયાસ
- પ્રયાસથી મેળવી શકાય એવું → યત્નસાધ્ય
- બપોરનું ભોજન → રોંઢો
- બારણું બંધ કરવાની કળ → આગળો
- ભેંશોનું ટોળું → ખાડું
- ભોજન પછી ડાબે પડખે સૂવું તે → વામકુક્ષી
- મધુર ધ્વનિ → કલરવ
- મરઘીનું બચ્ચું → પીલુ
- મરણ પાછળ રોવું-કૂટવું તે → કાણ
- રાત્રિનું ભોજન → વાળુ
- લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે → સામૈયું
- લાંબો સમય ટકી શકે તેવું → ચિરસ્થાયી
- વહાણ ચલાવનાર → ખલાસી
- વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર → શાલિગ્રામ
- વેપારીએ રાખેલ વાણોતર → ગુમાસ્તો
- શેર-કસબામાં ભરાતું બજાર → ગુજરી
- સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ → સૂતક
- સવારનો નાસ્તો → શિરામણ
- સહેલાઇથી મળી શકે તેવું → સુલભ
- સ્પૃહા વિનાનું → નિ:સ્પૃહ
- આશરો કે ઉત્તેજન આપનાર → પોશિંટો
« Previous Next »
0 Comments