- સાવ અસંભવિત વાત → આકાશકુસુમવત્
- ખૂબ સંકુચિત દષ્ટિવાળું → કૂપમંડૂક
- જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે → સંશયાત્મા
- શું કરવું તે સૂઝ્ નહિ તેવી અવસ્થા → કિંકર્તવ્યમૂઢ
- સરખી ઉંમરનુ → સમવયસ્ક
- ચોપડીઓમાં જ મસ્ત રહેનાર → વેદિયું
- પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર → માનાર્હ
- રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર → મુત્સદી
- જેમાં બધા પ્રકારનો મેળ છે તે → સામંજસ્ય
- ગાડા ભાડે ફેરવનાર → અધવાયો
- જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો → કૂવાથંભ
- ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર → છીપર
- જેની પ્રતિષ્ઠતા જામેલી છે તેવું → લબ્ધપ્રતિષ્ઠ
- જમીન ઉપર થઈને જતો માર્ગ → ખુશકી
- જળ ઉપર થઈને જતો માર્ગ → તરી
- રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ → નેપથ્ય
- નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો → મિતાહારી
- અધકચરા જ્ઞાનવાળો → અર્ધદગ્ધ
- જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય → અન્યમનસ્ક
- જેની આશા રાખવામાં ન આવે → અપ્રત્યાશિત
- સ્ત્રીઓ પ્રત્યેની માનવૃતિ → સ્ત્રીદાક્ષિણ્ય
- પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ → ઝંઝા
- આંખને છાવરી લેતું પડ → પડળ
- ચેતન અને જડ → ચરાચર
- જડમૂળથી ઊખેડી નાખનાર → ઉચ્છેદક
- પાણી લઈ જવાને બનાવેલી નીક → કાંસ
- કસબનું ભરતવાળું → જરક્સી
- ગામને પાદર ભરવાડોનું ઘેટાંબકરાં રાખવાનું ઠેકાણું → ઝોકડું
- વારંવાર કહેવાયેલી વાત → પુનરુકિત
- વિષય-વાસના અથવા કુટેવોમાં ફસાયેલો → વિષયાસક્ત
- વહાણનો મુખ્ય ખલાસી → ટંડેલ
- કમરથી ઉપરના ભાગનું ચિત્ર → અરુણચિત્ર
- આધાર વગરની તરંગી વાત → ઉટંગ
- જાંઘ સુધી જેના લાંબા હાથ હોય → આજાનબાહુ
- લોટને ચાળવાથી નીકળતો ભૂકો → થૂલું
- ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની → થૂલી
- અણીના વખતે → તાકડે
- નદીની કાંકરાવાળી જાડી રેતી → વેકરો
- મરણ પાછળ રોવું-કૂટવું તે → કાણ
- વેપારીએ રાખેલ વાણોતર → ગુમાસ્તો
- મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઊભેલો સાથી → કનેવાળિયો
- હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું વ્રત → કરતલભિક્ષા
- હાથની આંગળીઓના ચાળાથી વિચાર જાણવા → કરપલ્લવી
- વાછડું બતાવ્યા વિના દોહવા દે તેવી ગાય → કવલી
- છોકરાં ચોરી જનાર → કાળવેળિયો
- જાનૈયાંને બપોર અપાતું ભોજન → કુદાળિયાં
- લગ્નને આગલે દિવસે અપાતું ભોજન → રઘલાં
- નમીને ઝૂકીને સલામ કરવી તે → કુરનિસ
- આકાશનું માથા પરનું બિંદુ → ખમધ્ય
- તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ → ખરેંટુ, ખરેંટું
0 Comments