Ad Code

કાગળ ઉદ્યોગ | Paper Industry


કાગળ ઉદ્યોગ

→ કાગળ એ એક પાતળો પદાર્થ છે જેની પર લખવાનું કે છાપવાનું કાર્ય કરવામાં આવે છે.

→ આ ઉપરાંત કાગળ વડે વસ્તુઓનું પડીકું વાળી બાંધી (પેકેજિંગ કરવું) પણ શકાય છે.

→ માનવ સભ્યતાના વિકાસમાં કાગળનું ખુબ જ મોટું યોગદાન રહેલું છે.

→ ભીના તંતુઓ (ફાઇબર્સ્)ને દબાણ આપીને તેમ જ તત્પશ્ચાત સુકવીને કાગળ બનાવવામાં આવે છે.

→ કાગળના ઉત્પાદન માટે લાકડું, તૃણ, વાંસ, ભાંગ, શેરડીનો કૂચો વગેરેનો માવો મેળવવામાં આવે છે. જેના માટેની પદ્ધતિને "પલ્પિંગ" કહેવામાં આવે છે.

→ કાગળનું ઉત્પાદન કરવા માટે કાચા માલ તરીકે તાંતણા સ્વરૂપે 'સેલ્યુલોઝ' હોય છે.

→ કાગળ બનાવવા માટે મુખ્ય ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે

  1. યાંત્રિક પદ્ધતિ
  2. ક્રાફટ પદ્ધતિ
  3. સલ્ફાઈટ પદ્ધતિ


ભારતમાં સૌપ્રથમ કાગળની મિલ ઈ.સ. 1812માં પશ્ચિમ બંગાળના 'સેરામપુર ખાતે' શરૂ કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ સફળ કાગળની મિલ ઈ.સ. 1881માં 'ટીટાઘર પેપર મિલ' પશ્ચિમ બંગાળમાં સ્થાપવામાં આવી હતી.

→ ભારતમાં સમાચારપત્રના કાગળ માટેની પ્રથમ મિલ વર્ષ 1947માં મધ્ય પ્રદેશના 'નેપાનગર' ખાતે સ્થાપવામાં આવી હતી.

ગુજરાતમાં સોનગઢ (તાપી) ખાતે કાગળના માવાનું ઉત્પાદન કરતી 'સેન્ટ્રલ પલ્પ મિલ' આવેલી છે.

→ ડાંગરના ફોતરા આધારિત કાગળ ઉદ્યોગના એકમો વલસાડ જિલ્લામાં સૌથી વધુ આવેલા છે.

→ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે.

→ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે.






Post a Comment

0 Comments