- ખેતરમાં જવા-આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો → ખોડીબારું
- આખું કુરાન દેને મોઢે છે તે → હાફિજ
- ઘેટાંની લડાઈ → હુડુયુદ્ધ
- જમીનને પ્રથમ વરસાદે ખેડવી તે → હળોતરા
- કન્યાને સગાં દ્રારા અપાતી ભેટવસ્તુઓ → સૌદાયક
- વરકન્યા પરણી ઊઠ્યા પછી ગવાતું સૌભાગ્યનું ગીત → સોભ
- જેમાં દીકરાનો ભોગ આપ્યો હોય તેવો યજ્ઞ → સુતમેધ
- માથું જમીનને અડકાડીને કરતું નમન → સિજદો
- ચલમ પીવાના કપડાનો કકડો → સાફી
- પથ્થર મારી મારીને જીવ લેવાની સજા → સંગમારી
- જોતરું ભરાવવાની ધૂસંરાની ખીલી → સમોલ
- ઘી પીરસવાનું નાળચાવાળું માટીનું વાસણ → વાઢી
- પ્રથમ વખત કન્યાને કે વરને મોં દોઈને અપાતી ભેટ → મોંજોયણું, મોંજોણું
- ધાન ઊણપવા માટે પછેડીની છાપટનો વાયુ → પડવાહ
- દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું → નાઝણાસાંકળ
- ફાંસી દેવાની જગ્યા → નકાસ
- મરેલા માણસ પાછળ વહેંચવામાં આવતા દૂધના લાડુ → દોહિતર
- ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ → દોહદ
- સમીસાંજનું લગ્ન → ગોધૂલિક
- સૂર્યાસ્ત પછી નહીં જમવાનું વ્રત → ચોવિહાર
- વરસાદના પાણીથી થતી ખેતી કે પાક → જરાયત
- આંખે ઝાંખ આવવી તે → ઝાંઝાંમૂંઝું
- વીરનું પ્રશસ્તિ કાવ્ય → પવાડ
- દાળ વાટવાનો પથરો → નિસાતરો, નિશાતરો
- માનવજીવનની જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તાવસ્થાથી પર ચોથી અવસ્થા → તૂર્યાવસ્થા
- શબને ઊંચકીને સ્મશાને લઈ જનાર → ડાઘુ
- જમીનદાર અને જમીન વાવનાર વચ્ચે સાંથનો કરાર → ગણોત
- ઢોરને બાંધવાની જગ્યા → કોઢાર
- શરીરે મોટું પણ અકક્લમાં ઓછું → જડસુ
- ઘેટાં-બકરાનો વાડો → ઝોક
- જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તે → ચળુ
- ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ → રેવાલ
- તાજું પીંજેલું રૂ → આવલ
- ખોદીને પડતર રાખેલું ખેતર → ચારું
- નવા વર્ષનું પર્વ → ઝારણી,ઝાયણી
- ઘાસની બનાવેલી પથારી → સાથરો
- પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો → ધામેણું
- તાકીદની સખત ઉઘરાણી → તાજ
- ખાસ માનીતો મુખ્ય શિષ્ય → પટ્ટશિષ્ય
- એકની એક વાત વારંવાર કહેવી તે → પિષ્ટપેષણ
- યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ → હુતશેષ
0 Comments