શબ્દસમૂહ માટે એક શબ્દ- ભાગ 8
શબ્દસમૂહ માટે એક શબ્દ
- મૃત્યુ સમયે લખાતો પત્ર → કાળોત્રી
- શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ થયો છે તેવી વ્રજભૂમિની માટી → ચરણરજ
- જેને ચાર હાથ છે તેવા → ચતુર્ભુજ
- જેને કોઈ રોગ નથી → નીરોગી
- નવ રાત્રિઓનો સમૂહ → નવરાત્રિ
- સૂર્ય ઊગે તેમ ખીલીને બરાબર એની સામે રહેતો આવે એવાં ફૂલોનો છોડ → સૂર્યમુખી
- વ્યંગમાં કહેવું તે → કટાક્ષ
- જેની કોઈ સંભાળ રાખનાર નથી → અનાથ
- ઘોડાનો વાછરડો → વછેરો
- ગામ તરફથી પસાયતા આપી; વસાયેલી જાતિ → વસવાયા વરણ
- ઘરની બાજુની દીવાલ → કરો
- કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર → સ્વયંસેવક
- આઘાત પેદા કરે એવું → આઘાતજનક
- જેનો નાશ ન થાય તેવું → અવિનાશી
- કણસલાં ખૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા → ખળાં
- કલ્પી ન શકાય તેવું → અકલ્પ્ય
- માનવનું ભક્ષણ કરનાર → માનવભક્ષી
- શારીરિક રીતે સશકત → ખડતલ
- લોહી વહેવડાવવું તે → રક્તપાત
- પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ → : ઘરનાળું
« Previous
Next »
0 Comments