આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ | International Mother Language Day

→ આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. ભાષા પ્રત્યેના પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.

→ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અંગે જાગૃતિ લાવવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ 17 નવેમ્બર, 1999ના રોજ યુનેસ્કો દ્વારા ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.

→ આ અંતર્ગત સૌપ્રથમ 21 ફેબ્રુઆરી, 2000ના રોજ 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

→ વર્ષ 2000થી, તે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

→ વર્ષ 1952માં બાંગ્લાદેશમાં થયેલી બંગાળી ભાષા ચળવળને માન્યતા આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ 21 ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2008 ને આંતરરાષ્ટ્રીય ભાષાના વર્ષ તરીકે જાહેર કર્યું હતું.

→ 2023ની થીમ : “Multilingual education – a necessity to transform education” (બહુભાષી શિક્ષણ – શિક્ષણમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા)

→ 2024 theme “Multilingual education – a pillar of learning and intergenerational learning”,("બહુભાષી શિક્ષણ - શિક્ષણ અને આંતર પેઢીના શિક્ષણનો આધારસ્તંભ")

Post a Comment

0 Comments