વિશ્વ કેન્સર દિવસ | World Cancer Day


વિશ્વ કેન્સર દિવસ


→ વિશ્વ કેન્સર દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તેની પાછળનો હેતુ લોકોમાં આ જીવલેણ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

→ આ દિવસે લોકોને કેન્સર વિશે જાણકારી આપવા, તેના લક્ષણોને ઓળખવા, શક્ય તેટલી વહેલી તકે તેનો ઈલાજ કરાવવા અને તેનાથી બચવાના ઉપાયો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

→ વિશ્વ કેન્સર દિવસ, 'યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ' (UICC) માટે યુનિયનની પહેલ છે.

→ UICCનું મુખ્ય ધ્યેય ‘વિશ્વ કેન્સર ઘોષણા, 2008'ના લક્ષ્યો પ્રાપ્ત કરવાનું છે.

→ UICCએ વૈશ્વિક આરોગ્ય સમુદાયને કેન્સર સામેની લડતમાં વેગ આપવા માટે અને મદદ કરવા માટે એક સભ્યપદ સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1933માં કરવામાં આવી હતી. જેનું મુખ્યમથક સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલું છે.

→ વર્ષ 1999 માં, પેરિસના કેન્સર સામે વિશ્વ સમિટમાં આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 2000 માં 4 ફેબ્રુઆરીએ પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી.


→ કેન્સરએ વિશ્વના તમામ જીવલેણ રોગોમાં સૌથી જોખમકારક છે કારણ કે ઘણી વખત તેના લક્ષણોની જાણ થતી નથી અને જાણ થાય ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જતું હોય છે. જેના કારણે લોકોને સારવારનો સમય નથી મળતો અને મૃત્યુ પામતા હોય છે. આથી કેન્સર વિશે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે.

→ ઇન્ટરનેશનલ એટોમીક એનર્જી એજન્સી (IAEA) દ્વારા Rays Of Hope નામથી એક પહેલ શરૂ કરવામાં આવી છે.

→ આ પહેલનો ઉદેશ્ય કેન્સર દ્વારા થતો મૃત્યુઆંક ઘટાડવાનો છે તથા વર્ષ 2030 સુધીમાં સતત ટકાઉ વિકાસના લક્ષ્યાંક સાથે લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે.

→ કેન્સરનું વહેલું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર કરી અને કેન્સરને મટાડી શકાય છે.

→ કેન્સરથી બચવા તાજો, પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક લેવો જોઇએ, નિયમિત વ્યાયામ કરવો જોઇએ અને પ્રદૂષણથી દૂર રહેવું જોઇએ.

→ મોઢું, ગળું, સ્તન, વૃષણ, બગલ જેવા અવયવોની જાત-તપાસ કરતા રહેવું જોઇએ અને કંઇપણ અસામાન્ય લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.

→ કેન્સર રોગની સારવાર માટે કિમોથેરાપી કરવામાં આવે છે

→ સર્વાઇકલ કેન્સરના નિદાન માટે પેપ ટેસ્ટ કરવામાં આવે છે.


→ સરકાર દ્વારા પોટેશિયમ બ્રોમેટ રસાયણમાં કેન્સરના ગુણધર્મ હોવાના કારણે તેનો ખાધ પદાર્થમાં ઉમેરણ તરીકે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ 7 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.


થીમ


→ દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે.

→ વર્ષ 2024 ની થીમ : “Close the Care Gap: Every Deserves Deserves to Cancer Care”.

→ આ થીમની મદદથી કેન્સરના તમામ દર્દીઓને સરળતાથી સારવાર મેળવવાની તક મળે તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.



Post a Comment

0 Comments