→ ઉપનામ : ક્વિન ઓફ મેલોડી, વોઇસ ઓફ ધ નેશન, વોઇસ ઓફ ધ મિલેનિયમ, નાઇટિંગલ ઓફ ઇન્ડિયા
→ મૂળનામ : હેમા મંગેશકર
→ તેમના પિતા મરાઠી થિયેટર સાથે સંકળાયેલા હતાં અને કુશળ શાસ્ત્રીય ગાયક હતાં.
→ તેમણે પ્રથમ ગીત વર્ષ 1943માં મરાઠી ફિલ્મ ગજાભાઉમાં માતા એક સપૂત દુનિયા બદલ દે ગાયું હતું.
→ તેમણે મધુમતી ફિલ્મમાં સલિલ દા ના સંગીતમાં આજા રે પરદેશી... ગીત માટે પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
→ તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી સહિત 36થી વધુ પ્રાદેશિક ભારતીય ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા છે.
→ તેઓએ ભારત પર ચીને કરેલાં આક્રમણની પાર્શ્વ ભૂમિકામાં 27 જાન્યુઆરી, 1963ની પૂર્વ સંધ્યાએ જવાહરલાલ નહેરુની હાજરીમાં મુંબઇના ચોપાટી મેદાન પર કવિ પ્રદીપનાં બોલમાં સી. રામચંદ્રની ધૂન પર ગાયેલું એ મેરે વતન કે લોગો ... ગીત ખૂબ લોકપ્રિય થયું છે.
→ જબ પ્યાર કિયા તો ડરના ક્યા..(મુઘલ-એ-આઝમ), અજીબ દાસ્તાન હૈ યે.. (દિલ અપના ઔર પ્રીત પરાઈ), લગ જા ગલે.. (વોહ કોન થી) અને સત્યમ્ શિવમ્ સુંદરમ્ શીર્ષક ગીત વગેરે તેમના પ્રસિદ્ધ ગીતો છે.
→ તેઓએ 50,000 થી વધુ ગીતો ગાઇને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (1974)માં સ્થાન મેળવ્યું છે.
→ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજય સરકારો દ્વારા લતા મંગેશકરના નામ પરથી સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ પુરસ્કાર પણ આપવામાં આવે છે.
→ કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીએ તેમને ડી.લીટ્ટ્ની માનદ ઉપાધિથી સન્માનિત કર્યા છે
→ તેમના સન્માનમાં વર્ષ 2022 થી લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો છે.
→ દર વર્ષે માત્ર એક વ્યક્તિને આપવામાં આવશે. આ પુરસ્કારથી પ્રથમ સન્માનિત વ્યકિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે.
→ વર્ષ 2022માં તેમની 93મી જન્મજયંતી નિમિત્તે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું અનાવરણ કરવામાં આવ્યું. આ જગ્યા પર ભારતીય સંગીત વાધ વીણાની વિશાળ પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇