ગુજરાતનું ખાનપાન


ગુજરાતનું ખાનપાન

જલેબી 15મી સદીનો અરબીભાષાનો શબ્દ છે. જે ઝલ્લેબિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે.

→ પ્રાચીન સમયમાં લાડુંના પણ પ્રકાર જોવા મળે છે. જેમ કે, અડદના, ટોપરાના, મગના, મેથીના, રવાના, તંદુલના, દલના, દોઠાના વગેરે.

→ પ્રાચીન સમયમાં માડા અને પૂરણમાડા ખાવાનો પણ ઉલ્લેખ છે. જેમાં માડા એટલે રોટલી અને પૂરણમાડા એટલે પૂરણપોળી.

→ ગુજરાતના ખાનપાનમાં શકિતવર્ધક પાકનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે, અદાપાક, કોહલાપાક, દૂધપાક, નાળિયેરપાક, ગુંદરપાક વગેરેનો સમાવેશ થાય છે.

→ ભોજનમાં સાઠી શબ્દનો પણ ઉલ્લેખ જોવા મળે છે જેમાં સાઠી એટલે 60 દિવસે પાકતા ચોખા એવો થાય છે.

→ ડાંગર અર્થાત ચોખામાંથી પણ વાનગી બનતી જેમાં ડાંગરની વિવિધ જાતનો ઉપયોગ થતો હતો જેમાં દેવજીરા, પીળીસાલી, વાગડી, વાસરું, સુગંધ, કમોદ વગેરનો સમાવેશ થાય છે.

→ ચોખા એટલે કે ભાત સાથે તુવેર, ચણા, અડદ, મગ જેવી વિવિધ દાળ પણ પીરસવામાં આવતી.

→ ગુજરાતમાં ઈડલી 12મી સદીથી પ્રચલિત છે એવું સુપાસનાથચરિત્ર ગ્રંથમાં જોવા મળે છે.

→ ભોજન બાદ મુખવાસ તરીકે તંબુલના પાક પણ લેવાતા હતા.


પ્રસિદ્ધ ગુજરાતી ખાનપાન ચીજવસ્તુ સ્થળ જિલ્લો
→ગોટા ડાકોર ખેડા
→પેંડા થાનગઢ સુરેન્દ્રનગર
→જામફળ, દાડમ, ડુંગળી ભાવનગર ભાવનગર
→ગાંઠિયા ભાવનગર ભાવનગર
→ચીકી, પેંડા , ફરસાણ રાજકોટ રાજકોટ
→ગાંઠિયા ઉપલેટા રાજકોટ
→હલવો, સુતરફેણી ખંભાત આણંદ
→તુવેરદાળ વાસદ આણંદ
→તુવેરદાળ મઢી સુરત
→ભાખરવડી, લીલો ચેવડો વડોદરા વડોદરા
→મરચું વઢવાણ સુરેન્દ્રનગર
→મરચું શેરથા ગાંધીનગર
→ઉંધિયું, ઘારી, પોંક સુરત સુરત
→ગોળ ગણદેવી નવસારી
→હાફૂસકેરી, ચીકુ વલસાડ વલસાડ
→કેસર કેરી તાલાળા ગીર સોમનાથ
→જામફળ ધોળકા અમદાવાદ

Post a Comment

0 Comments