→ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભારતે પોતાની વિશિષ્ટ વિદેશનીતિ દ્વારા પડોશી દેશો તથા વિશ્વની મહાસત્તાઓ સાથે સંબંધો કેળવી સમતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. તેમાં ભારત મહદંશે સફળ પણ રહ્યું છે.
અમેરિકા
→ (2014 અને 2015) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા, ત્યાં તેમણે સંયુક્ત
રાષ્ટ્રો (U.N.) ની મહાસભાને પણ સંબોધી.
→ યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન)ની ઉજવણીના સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા.
ભારત-ચીન સંબંધો
→ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ (1949) બાદ તેણે તિબેટ પર કબજો જમાવ્યો. આથી આ સંબંધો સુધારવા વડાપ્રધાન નેહરુએ ચીન સાથે ‘પંચશીલના કરાર' કર્યા. આ કરાર થકી બંને દેશો વચ્ચે ઉષ્માપૂર્ણ સંબંધોની શરૂઆત થઈ અને 'હિંદી ચીની ભાઈ ભાઈ ના નારા શરૂ થયા જે એક ભ્રમણા હતી.
→ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જીનપીંગ વચ્ચે રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ (2014).
ભારત-બાંગ્લાદેશ સંબંધો
→ ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ બાંગ્લાદેશનો ઉદય થયો. (1971) આ પહેલાં તે પૂર્વે પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. ભાંગ્લાદેશના ઉદયમાં ભારતનો સિંહફાળો રહેલો છે.
→ શરૂઆતમાં ભારત-ભાંગ્લાદેશ સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા. બાંગ્લાદેશ સ્વતંત્રતા બાદ તરત જ ભારતે તેને આર્થિક અને ભૌતિક રીતે પણ મદદ કરી છતાં પડોશી દેશ તરીકે કેટલીક લાબતે ભારતના સંબંધો તંગ રહ્યા. ભારને તેની 'તીન બીધા' નો પ્રદેશ સોંપતાં (1992) બાંગ્લાદેશની તેના બીજા પ્રદેશમાં જવાની સરળતા વધી શકી.
ભારત-શ્રીલંકા સંબંધો
→ શ્રીલંકા સાથેના ભારતના સંબંધો છેક રામાયણકાળથી છે.
→ શ્રીલંકામાં ભારતીય તમિલો વસવાટ કરે છે. તેમની નાગરિકતાને પ્રશ્ર્ન બંને દેશો વચ્ચે મદભેદ થતાં ભારતે તમિલ લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની તૈયારી પણ બતાવી છે.
→ શ્રીલંકામાં સિંહાલી લોકોની બહુમતી છે.
→ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી (13 માર્ચ, 2015). શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27000 જેટલાં મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયાં છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે.
ભારત-નેપાળ સંબંધો
→ ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધોનો પ્રારંભ 1950માં થયો. તે મુજબ બંને સત્તાઓએ એકબીજાના સાર્વભૌમત્વ અને અખંડિતતાનો સ્વીકાર કર્યો છે.
→ ભારત, નેપાળને તેના આર્થિક વિકાસ માટે મોટા પાયે આર્થિક તેમજ સામાજિક મદદ કરે છે.
ભારત-મ્યાનમાર (બ્રહ્મદેશ-બર્મા) સાથેના સંબંધો
→ મ્યાનમારને સ્વતંત્રતા મળી (1948) ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે.
→ (1951) આ જ વર્ષે બંને દેશો વચ્ચે પંચવર્ષીય કરાર થતાં વેપારી સંબંધો મજબૂત બન્યા.
→ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોના વિકાસમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને
→ મ્યાનમારના વડાપ્રધાન ઉનૂની વ્યક્તિગત મિત્રતાનો ફાળો મહત્ત્વનો છે.
ભારત-ભૂતાન સંબંધો
→ સ્વતંત્રતાપ્રાપ્તિ બાદ ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંપિ કરી.
→ ભારતના પ્રયાસથી ભૂતાન યુનિવર્સલ પોસ્ટ યુનિયનનું સભ્ય બન્યું. (1969) તથા યુ.એન.નું પણ સભ્ય બન્યું, (1971)
0 Comments
Any suggestions, Please comment Below 👇